ગુજરાત

gujarat

મહીસાગર જિલ્લા કલેકટરે કોરોના સંદર્ભે ખાનપુરના બાકોરની નવીન કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરી

By

Published : Jul 18, 2020, 8:32 PM IST

મહીસાગર જિલ્લાંમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે સામે આવી રહેલા પોઝિટિવ કેસોને ધ્યાને લઇ વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર તેનો મુકાબલો કરવા તનતોડ પ્રયાસો કરી રહ્યું છે. કોરોનાને મહાત આપવા આગમચેતીના ભાગરૂપે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે.

મહીસાગર જિલ્લા કલેક્ટરે કોરોના સંદર્ભે ખાનપુરના બાકોરની નવીન કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરી
મહીસાગર જિલ્લા કલેક્ટરે કોરોના સંદર્ભે ખાનપુરના બાકોરની નવીન કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરી

  • મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર કોરોના સામેની લડત માટે સજ્જ અને સતર્ક
  • કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવ્યાં
  • જિલ્લાત કલેકટર આર. બી. બારડે આરોગ્ય અધિકારીઓ સાથે કરી મુુલાકાત

મહીસાગરઃ લુણાવાડા કોરોના વાઇરસની સામે સમગ્ર વિશ્વ સાથે ભારત દેશ ઝઝૂમી રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લા વહીવટીતંત્ર કોરોના સામેની લડત માટે સજ્જ અને સતર્ક છે.

જેના ભાગરૂપે જિલ્લાત કલેકટર આર. બી. બારડ ખાનપુર તાલુકાના બાકોર ગામે પહોંચી ગયા હતા. જયાં તેમને મોડલ સ્કૂલ, કસ્તૂરબા ગાંધી બાલિકા છાત્રાલયની આરોગ્યના અધિકારીઓ સાથે અને સંચાલકો સાથે મુલાકાત કરી હતી.

મહીસાગર જિલ્લા કલેક્ટરે કોરોના સંદર્ભે ખાનપુરના બાકોરની નવીન કોવિડ કેર સેન્ટરની મુલાકાત કરી

આ મુલાકાત દરમિયાન કલેકટર બારડે જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને લઇ જો જરૂર પડે તો તાત્કાકલિક નવીન કોવિડ કેર સેન્ટોર શરૂ કરી શકાય તેમ છે કે, કેમ તેની જાત માહિતી મેળવી હતી અને આ માટે સંપૂર્ણ તૈયારીઓ રાખવા સંબંધિતોને સૂચન કર્યું હતું.

બારડે તેમની આ મુલાકાત દરમિયાન કોરાના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટેના જરૂરી પગલાં ભરવા અંગે પણ સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે નાગરિકો કામ સિવાય બહાર ન નીકળે અને જો બહાર નીકળે તો અવશ્ય માસ્ક પહેરીને જ બહાર નીકળે તેમજ વારંવાર હાથ સાબુથી ધોવા અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને બે ગજની દૂરીનું પાલન કરે તે માટે જાગૃત કરવા સુચવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details