ગુજરાત

gujarat

લુણાવાડામાં વિદેશી દારૂ સહિત 53 લાખની રોકડ રકમ જપ્ત...

By

Published : Dec 24, 2022, 9:59 PM IST

લુણાવાડામાં વિદેશી દારૂ સહિત 53 લાખની રોકડ રકમ જપ્ત...
લુણાવાડામાં વિદેશી દારૂ સહિત 53 લાખની રોકડ રકમ જપ્ત...

લુણાવાડાના વિરણીયા ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા (liquor seized with Rupees in Lunawada) પાડતા ચકચાર મચી ગઈ હતી. વિરણીયા ગામમાંથી (Viraniya village liquor seized) વિદેશી દારૂ સહિત 53 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. આ સાથે બે શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. (State Monitoring Cell Raids Viraniya village)

લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

મહિસાગર :લુણાવાડામાંથી વિદેશી દારૂના જથ્થા સહિત 53 લાખથી વધુની રોકડ (Viraniya village liquor seized) મળી આવી છે. ગુજરાતમાં સરકાર એક તરફ દારૂબંધીના બણગાં ફૂંકતી રહી છે ત્યારે બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે દારૂની રેલમછેલ થવાની સંભાવના છે. આ દરમિયાન લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના મોડી સાંજે દરોડા પાડ્યા છે. લુણાવાડાના વિરણીયા ગામમાંથી વિદેશી દારૂ સહિત 53 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે.(liquor seized with Rupees in Lunawada)

આ પણ વાંચોદારુએ ભૂલાવ્યું ભાન: છોટા ઉદેપુરમાં દારૂ માટે પૈસાની ના પાડતાં કરી હત્યા

શું છે સમગ્ર મામલો મહીસાગર જિલ્લા પોલીસે લુણાવાડા તાલુકાના વિરણીયા ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત 53 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે દારૂના રસિકો મહેફિલ માણવાની તૈયારી કરી (Mahisagar Crime News) રહ્યા છે. આ સમય વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલે લુણાવાડામાં મોટી કાર્યવાહી કરી છે. લુણાવાડાના વિરણીયા ગામમાંથી વિદેશી દારૂ સહિત 53 લાખથી વધુની રોકડ રકમ ઝડપી પાડી છે. 53 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ મળતા ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે પોલીસે કપિલા ચૌહાણ અને ખુમાનસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. (State Monitoring Cell Raids Viraniya village)

આ પણ વાંચોભુજ એ ડિવિઝન ક્રાઈમ બ્રાન્ચે દારૂ સાથે એકને ઝડપી પાડયો

પોલિસે કુલ 55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોમોનીટરીંગ સેલે લુણાવાડાના વિરણીયા ગામમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વિદેશી દારૂ સહિત રોકડ રકમ જપ્ત કરી છે. જેમાં કુલ 1,67,000 રૂપિયાનો 1277 નંગ અલગ અલગ બ્રાન્ડની બોટલ જપ્ત કરવામાં આવી છે. આ સાથે મોટી રોકડ રકમ પણ મળી આવી છે. જેમાં 53 લાખ રૂપિયા જેટલી રોકડરકમ મળી આવી છે. આમ કુલ દારૂ સહિત કુલ 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરી દીધી છે. રોકડ મોટી રકમ મળતા ઇન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. (liquor seized quantity in Lunawada)

ABOUT THE AUTHOR

...view details