ગુજરાત

gujarat

ઘરે બેઠા કરો પૌરાણિક શિવ મંદિરના દર્શન

By

Published : Aug 22, 2021, 7:03 AM IST

રાજ્યમાં અનેક પૌરાણીક મંદિરો-ધરોહરો આવેલા છે અને આ મંદિરો ગૌરવવંતો ઈતિહાસ પણ ધરાવે છે. આવું જ એક મંદિર મહિસાગરના છેવાડે આવેલા ધામોદ ગામમાં આવેલું છે. કેદારેશ્વર મહાદેવ અંદાજીત 1200 વર્ષ જૂનુ માનવામાં આવે છે અને આ મંદિરનો ઈતિહાસ અર્જુન અને પારસમણિ સાથે જોડાયેલો છે. કેદારેશ્વર મંદિરમાં દર સુદ અગિયારે ભક્તો મોટી માત્ર ભક્તો દર્શનાર્થે આવે છે.

mandir
ઘરે બેઠા કરો પૌરાણિક શિવ મંદિરના દર્શન

  • મહિસાગરના છેવાડાના ગામ ધામોદ ગામમા આવેલું છે પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર
  • મંદિરમાં ચાલે છે વર્ષોથી અંખડ ધૂણી
  • શ્રાવણ માસ દરમિયાન જોવા મળે છે ભક્તોની ભીડ

મહીસાગર: જિલ્લાના લુણાવાડા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલા ધામોદ ગામ ગૌરવવંતો ઈતિહાસ ધરાવે છે. મહિસાગર જિલ્લામાં ધોળી ડુંગરી પાસે આવેલું શ્રી કેદારેશ્વર મંદિરનો મહિમા અનેરો છે. અંદાજીત 1200 વર્ષ જૂના આ મંદિરનો ઈતિહાસ પારસમણિ અને અર્જુન વૃક્ષ સાથે જોડાયેલો છે. મંદિરની સ્થાપનાથી આજ દિન સુધી અહીં અખંડ દીપ અને અખંડ ધૂણી ચાલે છે. કેદારેશ્વર મહાદેવ મંદિરમાં દર સુદ અગિયારસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. શ્રાવણ માસમાં પણ આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે.

ડુંગરાળ અને ગીચ જંગલ વિસ્તારમાં કેદારેશ્વર મહાદેવ

બાલાસિનોર થી આશરે 30 કિલોમીટર દૂરના અંતરે આવેલું આ રમણીય સ્થાન ખૂબ જ પ્રખ્યાત છે. જે શ્રી કેદારેશ્વર મંદિર ધામોદ તરીકે ઓળખાય છે. કેદારેશ્વર મંદિરની પાસે શેઢી નદીનું ઉદગમ સ્થાન આવેલું છે. લોકવાયકા મુજબ પાંડવોના વસવાટ સમયે ભીમ નદીમાં નાહવા માટે ગયો પરંતુ પાણી ઓછું હોવાથી નદીની વચ્ચે સૂઇ ગયો હતો, જેથી નદીમાં પાણી છલકાતા પાણી મંદિરમાં ભરાયું હતું.

શિવ સ્વયંભૂ પ્રગટ થઈને લિંગ સ્વરૂપે બિરાજમાન

શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં યાત્રિકો, સાધુ-સંતો અને માનવ મહેરામણ ઊભરાય છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો દ્વારા ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે. કેદારેશ્વર મહાદેવ સ્વયંભૂ લિંગ છે જેની કોઈએ સ્થાપના કરી નથી.

ઘરે બેઠા કરો પૌરાણિક શિવ મંદિરના દર્શન

આ પણ વાંચો : જાણો અફઘાનિસ્તાનમાં અમેરિકાએ શું ગુમાવ્યું?

ચોમાસામાં અહીંનો નયનરમ્ય નજારો

પ્રકૃતિની ગોદમાં આવેલા આ શિવાલયમાં સૌ કોઈ ભોળાનાથના દર્શન કરવા આવે છે. હજારો ભાવિક ભક્તજનો અહીં આવે છે અને કેદારેશ્વર મહાદેવના દર્શને આવતા ભક્તજનોની મનોકામના પરિપૂર્ણ થાય છે. અહીં દર્શન કરવા આવનાર શિવભક્તો કુદરતી દ્રશ્યનું પણ આનંદ માણે છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં અહીંયા નયનરમ્ય નજારો જોવા મળે છે.

અહીં અખંડ દીપ અને અખંડ ધૂણી ચાલે છે

કેદારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપનાથી આજદિન સુધી અહીં અખંડ દીપ અને અખંડ ધૂણી ચાલે છે. મંદિરમાં આવેલી ભગવતીજી, પાર્વતીજી, ગણેશજી, હનુમાનજીની અને નંદીની મૂર્તિ પણ અતિ પૌરાણિક છે. દરેક મૂર્તિઓની સંખ્યા બબ્બે છે. દર સુદ અગિયારસના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત એક લોકવાયકા પ્રમાણે અહીં લાલિયો લુહાર શિવ ભક્ત હતો. તેની ભક્તિ પર ભગવાન શિવજી પ્રસન્ન થઈ અઢળક સંપત્તિનો ધોધ વરસાવ્યો હતો અને તેને પારસમણિ મળ્યો હતો. જેની જાણ અહીંના રાજાને થતાં રાજાની સેના લાલીયા લુહારની પાછળ પડી હતી. જેથી લાલીયા લુહારે તે પારસમણિને ઊંડા ધરામાં નાખી દીધો હતો.

આ પણ વાંચો ઈન્દોરમાં યુવકે ઓનલાઈન ઝેર મંગાવી કરી આત્મહત્યા, પરિવારે કંપની સામે કરી ફરિયાદ

મંદિરની પશ્ચિમે એક સિદ્ધ ગુફા આવેલી છે

શિવાલયથી થોડા અંતરે જંગલમાં મંદિરની પશ્ચિમે એક સિદ્ધ ગુફા આવેલી છે. જેમાં અનેક સંતો, મહાપુરુષો આ ગુફામાં તપસ્યા કરવા માટે આવતા હતા. રઘુરામ નામના સંતે 12 સિદ્ધિઓમાંની એક સિદ્ધિ આ ગુફામાં બેસીને મેળવી હતી. લોકવાયકા પ્રમાણે ક્રાંતિકારી વખતે સુભાષચંદ્ર બોઝ પણ ત્યાં રોકાયેલા હતા. અત્યારે પણ ગુફા જીવંતશીલ હાલતમાં છે.

ABOUT THE AUTHOR

...view details