ગુજરાત

gujarat

પોલીસે શોર્ટ ફિલ્મના અભિયાન દ્વારા લોકોને કર્યા જાગૃત, ઘરમાં રહો..સુરક્ષિત રહો..

By

Published : Apr 11, 2020, 10:34 AM IST

ભારત સહિત ગુજરાતમાં લોકડાઉનનો અમલ કરવામાં થઇ રહ્યો છે, ત્યારે લોકો કોરોનાની મહામારીને ગંભીરતાથી લઈ જાગૃત બને તેવા શુભ આશયથી મહીસાગર પોલીસે શોર્ટ ફિલ્મોથી લોકોને જાગૃત કર્યા છે તેમજ ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશ આપ્યો હતો.

મહીસાગરઃ જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દેસાઈના માર્ગદર્શન હેઠળ પાંચ જેટલી શોર્ટ ફિલ્મનું નિર્માણ ગુજરાતના જાણીતા નાટ્ય દિગ્દર્શક પ્રોફેસર કમલ જોષીના માર્ગદર્શનાં હેઠળ તૈયાર કરવામાં આવી છે.

આ શોર્ટ ફિલ્મમાં કોરોના જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો છે. જેમાં મહિસાગર જિલ્લામાં લોકડાઉનનાં ચૂસ્ત અમલની સમજદારી, સેનિટાઇઝરથી હેન્ડ વોશની સમજણ, માસ્કનો ઉપયોગ અને વિતરણ, સામાજિક અંતર જાળવવા અંગે, ઉપરાંત કોરોના સામેની લડાઈમાં પોલીસ જાગૃત પ્રહરી બની લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવી રહી છે.

પોલીસ, ડૉક્ટર, નર્સ અને જિલ્લા વહીવટી તંત્રને નાગરિકો સાથ સહકાર આપી સહભાગી બની પ્રજાજનોને ઘરે રહો સુરક્ષિત રહોનો સંદેશ આપ્યો છે. તેમજ આ શોર્ટ ફિલ્મોમાં જિલ્લા કલેક્ટર આર.બી બારડ, જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દેસાઈ અને પોલીસ અધિકારીઓના લોકજાગૃતિ સંદેશને વણી લેવામાં આવ્યા છે. સુરક્ષિત રહોનો સંદેશ નાગરિકોને કંઇક અનોખો અને
ધારદાર સંદેશ આપવા માટે પોલીસનું આ શોર્ટ ફિલ્મનું નવતર અભિયાન કારગર સાબિત થઇ રહ્યું છે. આ અભિયાનને લોકો તરફથી સોશિયલ મીડિયામાં ઘણા જ હકારાત્મક પ્રતિભાવો મળી રહ્યાં છે. જેથી પોલીસને સાથ અને સહકાર આપો.

ABOUT THE AUTHOR

...view details