ગુજરાત

gujarat

વિશ્વ ડેન્ગ્યુ દિવસનાં ઉપલક્ષમાં લુણાવાડામાં સંગ્રહીત પાણીમાં દવાનો છંટકાવ કરાયો

By

Published : May 16, 2020, 8:07 PM IST

લુણાવાડા તાલુકામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસના ઉપલક્ષમાં ગ્રામજનોમાં ડેન્ગ્યુ અંગેની સમજ આપી તેમને કઈ રીતે સુરક્ષિત કરી શકાય તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગામમાં સંગ્રહિત પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

લુણાવાડા તાલુકામાં વિશ્વ ડેન્ગ્યુ દિવસનાં ઉપલક્ષમાં સંગ્રહીત પાણીમાં દવા છંટકાવ કરાયો
લુણાવાડા તાલુકામાં વિશ્વ ડેન્ગ્યુ દિવસનાં ઉપલક્ષમાં સંગ્રહીત પાણીમાં દવા છંટકાવ કરાયો

મહીસાગરઃ લુણાવાડા તાલુકાના સબસેન્ટર ઉકરડીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસના ઉપલક્ષમાં સબ સેન્ટરના અને તેની હેઠળ આવતા ગામોમાં ડેન્ગ્યુ બીમારી સામેના રક્ષણાત્મક પગલાં લેવા માટે તેમજ ગ્રામજનોમાં ડેન્ગ્યું અંગેની જાગૃતિ લાવવા માટે સઘન પ્રયાસો આદર્યા છે.

લુણાવાડા તાલુકામાં વિશ્વ ડેન્ગ્યુ દિવસનાં ઉપલક્ષમાં સંગ્રહીત પાણીમાં દવા છંટકાવ કરાયો

ગ્રામજનોમાં ડેન્ગ્યુ અંગેની સમજ આપી તેમને કઈ રીતે સુરક્ષિત કરી શકાય તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડેન્ગ્યુ બીમારી અંગેના સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. તેમના દ્વારા ગામમાં સંગ્રહિત પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

તેમજ આ પ્રમાણે નિયમિત દવા છંટકાવ કરવા સમજ આપવામાં આવી હતી. સાથે સાથે ડેન્ગ્યુ સામે સાવચેતી એજ સલામતીનો મંત્ર આરોગ્ય કર્મીઓ દ્વારા આપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details