ગુજરાત

gujarat

મહીસાગર LCBએ હત્યાના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો

By

Published : Aug 21, 2020, 3:09 PM IST

મહીસાગર LCB સ્ટાફને મળેલી માહિતી મુજબ, સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હત્યાના ગુન્હામાં ફરાર આરોપી લક્ષ્મણ દલાભાઇ કટારા જામનગરના કાલાવાડ તાલુકાના બાવા ખાખરીયા ગામમાં ખેત મજૂરી કરતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મહીસાગર LCB એ હત્યાના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો
મહીસાગર LCB એ હત્યાના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો

મહીસાગર: પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ, મહીસાગર LCBના PI તથા PSI તથા એલ.સી.બી. સ્ટાફના કર્મીઓએ મહીસાગર જીલ્લા વિસ્તારના ગુન્હામાં ફરાર આરોપીઓ પકડી પાડવા માટે સખ્ત સુચના આપવામાં આવી હતી.

જે અંતર્ગત,આરોપીની તપાસ માટે LCB ટીમ અને સ્ટાફના કર્મીઓને મળેલી માહિતી મુજબ, તે જગ્યા પર જઇ તપાસ કરતા ફરાર આરોપી લક્ષ્મણ દલાભાઇ કટારા જામનગર જીલ્લાના કાલાવાડના બાવા ખાખરીયા ગામ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોધ કરાવી આરોપીને સંતરામપુર પોલિસ સ્ટેશનને સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details