ગુજરાત

gujarat

મહીસાગર જિલ્લાની વિદ્યાર્થિનીએ JEE માં ઝળહળતું પરિણામ મેળવ્યું

By

Published : Sep 14, 2020, 11:53 AM IST

મહીસાગરની દિશા પંડ્યાએ JEE-2020ની પરીક્ષામાં સમગ્ર દેશમાં રેન્ક મેળવી આદર્શ વિદ્યાલય તેમજ મહીસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ખાનપુરના પાંડરવાડા ગામની દિશા પંડ્યા ચાલુ વર્ષે ગુજરાત બોર્ડમાં તેમજ GUJCET - 2020માં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે રહી હતી.

mahisagar
મહીસાગર

મહીસાગર: દિશા પંડ્યાએ JEE-2020ની પરીક્ષામાં સમગ્ર દેશમાં રેન્ક મેળવી આદર્શ વિદ્યાલય તેમજ મહીસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ખાનપુરના પાંડરવાડા ગામની દિશા પંડ્યા ચાલુ વર્ષે ગુજરાત બોર્ડમાં તેમજ GUJCET - 2020માં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે રહી હતી.

મહીસાગર જિલ્લાની વિદ્યાર્થિનીએ JEE માં ઝળહળતું પરિણામ મેળવ્યું
12 મી સપ્ટેમ્બર શનિવારે આવેલા JEE ના પરિણામોમાં તેણે 99.81 પર્સેન્ટાઈલ સાથે સમગ્ર દેશના મેરીટમાં 2164 મો ક્રમાંક અને GEN - EWS કેટેગરીમાં 284 મો ક્રમાંક હાંસલ કરી પોતાનો પ્રવેશ દેશની નામાંકિત કોલેજોમાં નિશ્ચિત કર્યો છે. શાળા પરિવારે દિશા અને તેના પરિવારજનોને ખુબ શુભેચ્છા પાઠવી હતી.આદર્શ વિદ્યાલયે દર વર્ષની જેમ તમામ પરીક્ષાઓમાં ઉચ્ચ પરિણામ હાંસલ કરી મહીસાગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે. JEE માં દેશ કક્ષાએ સર્વોચ્ચ પરિણામ હાંસલ કરવા બદલ આદર્શ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી કિરીટ પંડ્યાએ દિશાને તેમજ શાળાના તમામ શિક્ષકોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details