ગુજરાત

gujarat

મહીસાગરમાં 18 થી 44 વય જૂથના લોકો માટે રસીકરણ ઝુંબેશનો પ્રારંભ

By

Published : Jun 6, 2021, 10:47 AM IST

Updated : Jun 6, 2021, 11:02 AM IST

મહીસાગરઃ જિલ્લામાંં કોરોના વિરોધી રસી આપવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત મહિસાગર જિલ્લામાં આવેલા 6 તાલુકા 15 કેન્દ્રો પર 18 થી 44 વય જુથના લોકોને રસી આપવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મહીસાગરમાં 18 થી 44 વય જુથના લોકો માટેની રસીકરણ ઝુંબેશનો પ્રારંભ
મહીસાગરમાં 18 થી 44 વય જુથના લોકો માટેની રસીકરણ ઝુંબેશનો પ્રારંભ

  • મહીસાગર જિલ્લામાં 18 થી 44 વર્ષના લોકોને કોરોના રસી આપવાની ઝુંબેશનો પ્રારંભ
  • રસીકરણ ઝુંબેશના પ્રથમ દિવસે જિલ્લામાં 3,000 લોકોને રસી મૂકવાનું લક્ષ
  • લાભાર્થીઓએ નિ:શુલ્ક રસી મેળવ્યા બાદ સરકારનો માન્યો આભાર

મહીસાગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે હવે રસીકરણને વેગવંતુ બનાવવા ઘનિષ્ટ પ્રયાસો હાથ ધર્યા છે અને આજથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લામાં 18 થી 44 વય જૂથના લોકોને રસી આપવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત મહિસાગર જિલ્લામાં પણ રસીકરણ ઝુંબેશનો જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકામાં પ્રારંભ થયો છે. રસીકરણના અભિયાનના પ્રથમ દિવસે ત્રણ હજાર લોકોને કોરોના વિરોધી રસી મુકવામાં આવશે.

આ પણ વાંચોઃલુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બહેનો અને બાળકો માટે રસીકરણ ઝૂંબેશ હાથ ધરાઈ

રસી આપવાની ઝુંબેશનો પ્રારંભ

કોરોના સામે રક્ષણ મેળવવા એક માત્ર વિકલ્પ છે, જ્યારે ગુજરાતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે હવે રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા ઘનિષ્ટ પ્રયાસો હાથ ધર્યા છે અને આજથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લામાં 18 થી 44 વર્ષના લોકોને કોરોના વિરોધી રસી આપવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત મહિસાગર જિલ્લામાં આવેલા 6 તાલુકા 15 કેન્દ્રો પર 18 થી 44 વય જુથના લોકોને રસી આપવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે રસીકરણ ઝુંબેશના પ્રથમ દિવસે જિલ્લામાં 3,000 લાભાર્થીઓને રસી મૂકવાનું લક્ષ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃમહીસાગર જિલ્લાના સરહદી વિસ્તારમાં કોરોના રસીકરણનો પ્રારંભ

લાભાર્થીઓને રજિસ્ટ્રેશન બાદ રસીકરણ

જેમાં લુણાવાડામાં-600, બાલાસિનોરમાં-600, સંતરામપુરમાં-600, કડાણામાં-400, ખાનપુરમાં-400 અને વીરપુરમાં 400 લોકોને રસી મૂકવામાં આવશે. રસીકરણ માટે જે લાભાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમને મેસેજ વડે જાણ કરી રસીકરણ માટે બોલાવવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક રસી મૂકવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યવસ્થાથી રસી લેનારા લાભાર્થીઓ ખુશ છે અને રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કરે છે.

Last Updated : Jun 6, 2021, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details