ગુજરાત

gujarat

મહીસાગર જિલ્લામાં ખેતી વિભાગ દ્વારા બગાયત ખેતી કરતા ખેડૂતો માટે iKhedut પોર્ટલ શરુ કરાયું

By

Published : Apr 10, 2021, 5:22 PM IST

ગુજરાત સરકાર દ્વારા બગાયત ખેતી કરતા ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહે તે માટે iKhedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા બગાયત વિભાગ દ્વારા જિલ્લાના બગાયત ખેતી કરતા ખેડૂતો માટે iKhedut પોર્ટલ શરૂ કરવામાં આવ્યું.

મહીસાગર
મહીસાગર

  • સરકાર દ્વારા ખેડૂતો માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ
  • ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ 15 મેં સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું
  • ખેડૂતો ઓનલાઈન અરજી કરી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકશે

મહીસાગર: ગુજરાત સરકાર બગાયત ખેતી વિભાગ દ્વારા બગાયત ખેતી કરતા ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહે તે માટે ચાલુ નાણાકીય વર્ષ માટે iKhedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા બગાયત વિભાગ દ્વારા જિલ્લાના બગાયત ખેતી કરતા ખેડૂતો માટે iKhedut પોર્ટલ 15 મે સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

iKhedut પોર્ટલ

આ પણ વાંચો:મહીસાગરમાં કિસાન પરીવહન યોજનાનો લાભ માટે I-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું

પોર્ટલ વાપરવા માટે બગાયત અધિકારીનો અનુરોધ

બગાયત ખેતી કરતા ખેડૂતો iKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકશે. અરજી કર્યા બાદ અરજીની કોપી અને જરૂરી સાધનીક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી લુણાવાડા-મહીસાગર ખાતે અચુક જમા કરાવવાની રહેશે. બગાયત ખેતી કરતા ખેડૂતોને બગાયત ખાતાની યોજનાનો લાભ લેવા મહીસાગર જિલ્લા બગાયત અધિકારીએ અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો:ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે ખેડૂતો માટે શરૂ કરી 'આઈ ખેડૂત પોર્ટલ'

ABOUT THE AUTHOR

...view details