ગુજરાત

gujarat

Cotton Sowing: મહીસાગરમાં ખેડૂતોએ કપાસની વાવણીનો કર્યો પ્રારંભ

By

Published : Jun 15, 2021, 3:32 PM IST

રાજ્યમાં ચોમાસાની ( Monsoon )શરૂઆત થઈ ચૂકી છે. ખેડૂતોએ જુદા જુદા પાકોની વાવણી માટે આગોતરું આયોજન કરી જમીનને વાવણી લાયક તૈયાર કરી છે. મહીસાગર ( Mahisagar ) જિલ્લામાં મોટેભાગે ચોમાસું આધારિત ખેતી થતી હોવાથી વરાપ આવતાં ખેડૂતોએ કપાસની વાવણીની શરુઆત કરી છે. ( Farmers start sowing cotton ) ખેડૂતો આ વર્ષે સારા વરસાદની આશા રાખી ઉત્સાહભેર પોતાના ખેતરોમાં કપાસ રોપવાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યાં છે.

Cotton Sowing: મહીસાગરમાં ખેડૂતોએ કપાસની વાવણીનો કર્યો પ્રારંભ
Cotton Sowing: મહીસાગરમાં ખેડૂતોએ કપાસની વાવણીનો કર્યો પ્રારંભ

  • ખેડૂતોએ ચોમાસુ પાકોની વાવણી માટે કર્યો આરંભ
  • વરાપ આવતા ખેડૂતોએ કપાસની વાવણીની ( Cotton Sowing ) કરી શરુઆત
  • મોટાભાગની જમીન પર ચોમાસાના વરસાદ આધારિત ખેતી

    મહીસાગરઃ સમગ્ર રાજ્યની સાથે સાથે મહીસાગરમાં ચોમાસાની શરૂઆતનો ખેતીલાયક વરસાદ થતાં મહીસાગર જિલ્લાના ખેડૂતો ચોમાસુ પાકની વાવણી કરતા જોવા મળ્યાં છે. જિલ્લામાં મોટાભાગની જમીન પર ચોમાસાના વરસાદ આધારીત ખેતી થતી હોય, વરસાદની સિઝનમાં ખેડૂતોએ કપાસ, મકાઈ, બાજરી, દીવેલા, રોપવાની શરૂઆત કરી છે. જિલ્લામાં મોટા ભાગની જમીન પર વરાપ આવતા જિલ્લામાં ખેડૂતોએ ખેતરોમાં ચોમાસુ પાકોનું વાવેતર ( Planting of monsoon crops ) કરવામાં વ્યસ્ત બન્યા છે. હાલમાં મહીસાગર જિલ્લામાં ખેડૂતોએ કપાસની ( Cotton Sowing ) રોપણી શરુ કરી છે.
    વરાપ આવતાં ખેડૂતોએ કપાસની વાવણીની શરુઆત કરી



    સિંચાઈની સુવિધાનો અભાવ

    મહીસાગર જિલ્લામાં બાલાસિનોર, વીરપુર, લુણાવાડા, સંતરામપુર તેમજ કડાણા વિસ્તારોમાં ખેડૂતોએ કપાસ, ( Cotton Sowing ) મકાઈ, બાજરી, તલનું વાવેતર કરવાની શરૂઆત કરી છે. બાલાસિનોર તાલુકાના સિમડીયા ગામના ખેડૂત ભવાનભાઈ પરમારના જણાવ્યા મુજબ કપાસના વાવેતર ( Cotton Sowing ) માટે વાવણીનો સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કપાસનું વાવેતર શક્ય એટલું વહેલું ચોમાસાનો વરસાદ થાય તે પહેલા પાકનો ઉગાવો અને વિકાસ સારી રીતે થાય તો કપાસનું સારું ઉત્પાદન મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ RCM કાયદાના કારણે 50 ટકા મિલો બંધ, સરકાર પાસે ઉદ્યોગ બચાવવા માગ


આ સિઝનમાં વરસાદ સારો થાય તો પાકની ઉપજ સારી મળે તેમ છે. અમારા વિસ્તારમાં પાણી અને સિંચાઈની સુવિધા ન હોવાથી અમારે વરસાદ આધારિત ખેતી ( Planting of monsoon crops ) પર નિર્ભર રહેવું પડે છે. જો આ વર્ષે ચોમાસું સારું જાય તો અહીંના ખેડૂતોને ફાયદો થાય તેમ છે.


આ પણ વાંચોઃ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક પર 24 કલાક માટે પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details