ગુજરાત

gujarat

Dinosaur Fossil Park Balasinor: રૈયોલી ખાતે ડાયનાસોર પાર્કનો વિકાસ કરવા પંચમહાલના સાંસદની દિલ્હીમાં રજૂઆત

By

Published : Mar 26, 2022, 10:27 PM IST

Dinosaur Fossil Park Balasinor: રૈયોલી ખાતે ડાયનાસોર પાર્કનો વિકાસ કરવા પંચમહાલના સાંસદની દિલ્હીમાં રજૂઆત

રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક (Dinosaur Fossil Park Balasinor)ના વિકાસ માટે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે કેન્દ્રીય પર્યટન પ્રધાનને લેખિત રજૂઆત કરી છે. રૈયોલી ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરનું ડાયનાસોર પાર્ક પર્યટન સ્થળ હોવા છતાં પૂરતા પ્રમાણમાં તેનો વિકાસ થયો નથી.

મહીસાગર: બાલાસિનોર તાલુકામાં આવેલા ડાયનાસોર ફોસિલ પાર્ક (Dinosaur Fossil Park Balasinor)ના વિકાસ માટે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા કેન્દ્રીય પર્યટન પ્રધાનને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક (raiyoli dinosaur park)નો વિકાસ થાય તે માટે રૈયોલી ગામના (raiyoli village panchmahal) ગ્રામજનોની રજૂઆતને સાંસદે દિલ્હી સુધી પહોંચાડી છે.

ગ્રામજનોની રજૂઆતને સાંસદે દિલ્હી સુધી પહોંચાડી છે.

આ પણ વાંચો:દિવાળી વેકેશનમાં મહીસાગરનું ડાયનાસોર ફોસિલ પાર્ક બન્યું આકર્ષણનું કેન્દ્ર, મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ

ડાયનાસોર ફોસીલ પાર્કનો જોઇએ તેવો વિકાસ નથી થયો-આ ડાયનાસોર ફોસીલ પાર્કમાં મોટી માત્રામાં ડાયનોસોરના અવશેષો (Dinosaur fossils In Raiyoli) છે.ડાયનોસોર પાર્કખાતે વિશ્વભરમાંથી પર્યટકો અભ્યાસ અને સંશોધન માટે આવતા હોય છે. રૈયોલી ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરનું ડાયનાસોર પાર્ક (International level dinosaur park In Gujarat) પર્યટન સ્થળ હોવા છતાં પૂરતા પ્રમાણમાં તેનો વિકાસ થયો નથી. જેને લઇને અહીં આવતા પર્યટકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે પાર્કનો વિકાસ થવો જરૂરી છે.

આ પણ વાંચો:કોરોના સંક્રમણ ઘટતા રૈયોલીનું ડાયનાસોર ફોસીલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું

સ્થાનિકો માટે રોજગારની નવી તકો ઊભી થઈ શકે છે- જો આ ડાયનાસોર પાર્કનો વિકાસ કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરના પર્યટકો (International tourists In Raiyoli Panchmahal)ની સંખ્યા વધી શકે છે. આ વિકાસને પગલે રૈયોલીના ગ્રામજનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે તેમ છે. ત્યારે વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં બાલાસિનોરના રૈયોલી ડાયનાસોર પાર્કના વિકાસ માટે ખાસ નાણાકીય જોગવાઈ કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્રીય પર્યટન પ્રધાન કિશન રેડ્ડીને સાંસદ રતનસિંહ રાઠોડે લેખિતમાં રજૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details