ગુજરાત

gujarat

Mukhyamantri Gram Sadak Yojana હેઠળ નાયબ મુખ્‍યપ્રધાન નીતિન પટેલે મહીસાગર જિલ્‍લાના લુણાવાડા અને ખાનપુરના રસ્‍તા માટે રૂપિયા 14 કરોડ મંજૂર કર્યા

By

Published : Jun 16, 2021, 10:22 PM IST

નાયબ મુખ્‍યપ્રધાન નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના ( Mukhyamantri Gram Sadak Yojana ) હેઠળ મહીસાગર જિલ્‍લાના લુણાવાડા અને ખાનપુર તાલુકાના રૂા. 14 કરોડના કાચા થી ડામરના રસ્‍તાના કામો માટે મંજૂર કરવામાં આવ્‍યા છે.

Mukhyamantri Gram Sadak Yojana
Mukhyamantri Gram Sadak Yojana

  • મુખ્‍યપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ 14 કરોડ રસ્‍તાના કામો માટે મંજૂર
  • લુણાવાડા અને ખાનપુર તાલુકાના કાચા રસ્તાઓ ડામરના બનશે
  • આ માર્ગો ડામર રોડના બનતા નાગરિકોને અવર-જવર માટે સરળતા રહેશે

મહીસાગર : રાજયના મુખ્‍યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્‍યપ્રધાન નીતિન પટેલના નેતૃત્‍વ હેઠળ કોરોના મહામારી વચ્‍ચે પણ રાજ્યના વિકાસની ગતિ અવિરત જાળવી રાખી છે. રાજ્ય સરકાર વિકાસના અનેક કામો હાથ ધરી રહી છે. જેના ભાગરૂપે નાયબ મુખ્‍યપ્રધાન નીતિન પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ( Mukhyamantri Gram Sadak Yojana ) હેઠળ મહીસાગર જિલ્‍લાના લુણાવાડા અને ખાનપુર તાલુકાના રૂપિયા 14 કરોડના કાચાથી ડામરના રસ્‍તાના કામો માટે મંજૂર કરવામાં આવ્‍યા છે. મહીસાગર જિલ્‍લાના લુણાવાડા અને ખાનપુરના રસ્‍તા માટે લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશ સેવક દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.

નાયબ મુખ્‍યપ્રધાન નીતિન પટેલ મંજૂર કરેલી ગ્રાન્ટમાંથી કયા રોડ બનશે

નાયબ મુખ્‍યપ્રધાન નીતિન પટેલ દ્વારા જે કામો મંજૂર કરવામાં આવ્‍યા છે.

  • ખાનપુર મામલતદાર કચેરીથી નવાઘરો ગામ તરફ જતો રોડ
  • ફતાજીના ભેવાડા પાકા રસ્‍તાથી પ્રાથમિક શાળા તરફ જતો રોડ
  • વાણીયાવાડા ગોરડા બસ સ્‍ટેન્‍ડથી પ્રાથમિક શાળા થઇ ભાઠીયા ચોકડીને જોડતો રોડ
  • હાઇવેથી ઝુફરાલી તરફ જતો રોડ
  • લકડીપોયડા બાધે ફળિયાથી અધૂરો રોડ
  • લાડનામુવાડાથી પાંચમહુડી મસાદર તરફ જતો રોડ
  • ઝારાથી પાંચમહુડી સુધીનો રોડ
  • હડમતિયાથી પાંચમહુડી જતો રોડ
  • ઉકરડી ડેરી ફળિયાથી નાની ઝાંઝરી મોટી ઝાંઝરી તળાવ સુધીનો રસ્‍તો
  • નાની દેનાવાડથી નસીકપુર તરફ જતા રોડનો સમાવેશ થાય છે.

આ સાથે થ્રુ રુટ અ.જી.મા. અને ગ્રા.મા.ને પહોળા કરવાની કામગીરી અંતર્ગત લીમડીયા મહિયાપુરા વાવો સાંપડીયા રોડ (સેક. 0/0થી 3/40) અને ચાવડીબાઇના મુવાડા એપ્રોચ રોડની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details