ગુજરાત

gujarat

બાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન

By

Published : May 19, 2021, 8:46 PM IST

તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે નુકસાન થયુ છે. મંગળવાર બપોરથી તોફાની પવન અને વરસાદના કારણે મહિસાગર જિલ્લામાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જિલ્લામાં ખેડૂતોએ વાવેલી બાજરી, મકાઈ, મગ, તલ, તેમજ અન્ય પાકોને નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ વરસતાં ગ્રામીણ વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો, તેમજ રહેણાંક મકાનોને પણ નુકસાન થયું છે.

બાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન
બાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન

  • ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાન
  • બાજરી, મકાઈ, મગ, તલ, તેમજ અન્ય પાકોને નુકસાન
  • તૌકતે વાવાઝોડાના કારણે ભારે પવન સાથે આવ્યો હતો વરસાદ

મહીસાગરઃ તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે નુકસાન થયુ છે. મંગળવાર બપોરથી આ ચક્રવાત તોફાનની અસરથી મહીસાગર જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જિલ્લામાં ખેડૂતોએ વાવેલા બાજરી, મકાઈ, મગ, તલ, તેમજ અન્ય પાકોને નુકસાન થતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. જિલ્લાના બાલાસિનોર પંથકમાં વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલી બાજરીના પાકમાં પાણી ફરી વળ્યા હતા, તેમજ બાજરીનો ઉભો પાક ભારે પવનથી આડો થઈ જતાં નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ વરસતાં ગ્રામીણ વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. તેમજ રહેણાંક મકાનોને પણ નુકસાન થયું છે.

બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન

આ પણ વાંચોઃ તૌકતે ચક્રવાતને કારણે ગુજરાતને ભારે નુકસાન, વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ

કાપેલી બાજરી પલડી જતાં મોટાભાગનો પાક નષ્ટ થયો

બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન

બાલાસિનોર તાલુકાના ગજાપગીના મુવાડા ગામના ખેડૂત ફુલસિંહ ચૌહાણે જણાવ્યું કે, મે 150 મણ બાજરી પકવી છે. જેમાંથી 50 મણ પાક લઈ લીધો છે. હાલમાં આ વાવાઝોડાને લીધે મારી 50 મણ બાજરી કાપેલી હતી તે પલડી જતાં ભારે નુકસાન થયું છે અને જે બીજી 50 મણ બાજરીનો ઉભો પાક વરસાદ અને વાવાઝોડાથી આડો થઈ જતાં નુકસાન થયું છે. ત્યારે પાક પલડી જતાં પશુઓ માટે ઘાસચારો પણ નષ્ટ થઈ ગયો છે.

બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન

ભારે વરસાદ અને પવનથી બાજરીનો પાક આડો થતાં નુકસાન

બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન

બાલાસિનોર તાલુકાના સરોડા ગામના અન્ય એક ખેડૂત ભૂપતભાઈના જણાવ્યાં મુજબ અહીં આસપાસના ખેડૂતોએ 25 વીઘા જમીનમાં બાજરીનું વાવેતર કર્યુ છે. પરંતુ, ગઈકાલે ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતોએ વાવેલી બાજરીનો પાક આડો થઈ જતાં નુકસાન થયું છે. મે પણ એક વિઘા જમીનમાં બાજરી વાવી હતી જેમાંથી 50 મણ બાજરી ઉપજમાં મળી શકે તેમ હતી. પરંતુ ભારે પવન સાથે વરસાદ પડતાં મારો બાજરીનો પાક નિષ્ફળ થયો છે.

બાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન

ABOUT THE AUTHOR

...view details