ગુજરાત

gujarat

મહીસાગર: સુજલામ સુફલામ કેનાલમાંથી ઝરમર નદીમાં પાઈપ લાઈન જોડાણનું ખાતમુહૂર્ત કરાયું

By

Published : Nov 6, 2020, 7:36 PM IST

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાંથલા પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી અન્ડરગ્રાઉન્ડ પાઈપ લાઈન દ્વારા ઝરમર નદીમાં પાણી આપવા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો

ETV BHARAT
ખાતમુહૂર્ત

  • સુજલામ સુફલામ યોજનાનો લાભ આપવા માટે રૂપિયા 7.83 કરોડની યોજના મંજૂર
  • પંચમહાલના સાંસદ, અન્ન અને નાગરિક પુરવઠા નિગમ અધ્યક્ષ હસ્તે ખાતમુહૂર્ત કરાયું
  • અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા બાલાસિનોરના ગામોને યોજના લાભ મળશે

મહીસાગર: બાલાસિનોર તાલુકાના ભાંથલા પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી અન્ડરગ્રાઉન્ડ પાઈપ લાઈન દ્વારા ઝરમર નદીમાં પાણી આપવા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, અન્ન અને નાગરિક પુરવઠા નિગમ અધ્યક્ષ રાજેશ પાઠક, બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લાના અધિકારીઓ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ખાતમુહૂર્ત

પાણીના તળ ઉંચા લાવવા માટે કેનાલ બનાવવામાં આવી

ઉત્તર ગુજરાતની સૂકી જમીનના પાણીના તળ ઉંચા લાવવા માટે કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ બનાવવામાં આવી છે. જે પૈકી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ સાંકળ 27થી 158 કિલોમીટરની કેનાલ મહિસાગર જિલ્લાના ખાનપુર, લુણાવાડા, વિરપુર, બાલાસિનોર, અને અરવલ્લી જિલ્લાના બાયડ, ધનસુરા તથા સાબરકાંઠાના જિલ્લાના તલોદ, પ્રાંતિજ તાલુકામાંથી પસાર થાય છે. જેનો લાભ અપાવવા માટે સરકાર દ્વારા 7.83 કરોડની યોજના મંજૂર કરવામાં આવી છે.

સુજલામ સુફલામ કેનાલમાંથી ઝરમર નદીમાં પાઈપ લાઈન જોડાણનું ખાતમુહૂર્ત કરાયું

બાલાસિનોર તાલુકાના ગામોને મળશે લાભ

બાલાસિનોર તથા કપડવંજ તાલુકાના ગામોને સુજલામ સુફલામ યોજનાનો લાભ આપવા માટે સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલની સાંકળ 71 કિ.મી.પાતેરા અને ઝાંખરીયા ગામથી અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા બાલાસિનોર તાલુકામાં આવેલ ઝરમર નદીને જોડાણ કરી બાલાસિનોર તાલુકાના ગામોને સુજલામ સુફલામ યોજનાનો લાભ મળશે. આ પાઈપ લાઈનના જોડાણથી તાલુકાના ખેડૂતોને ખેતી અને સિંચાઈ માટે લાભ મળશે.

આસપાસના 53 બોર અને 41 કુવા રિચાર્જ થતાં ભૂગર્ભ જળ ઉંચા આવશે

સુજલામ સુફલામ સ્ટેન્ડિંગ કેનાલથી અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન દ્વારા જોડાણ કરી ઝરમર નદી પરના 27 ચેકડેમ જીવંત કરી શકાશે. જેનાથી આજુબાજુના 53 બોર અને 41 કુવા રિચાર્જ થતાં ભૂગર્ભ જળ ઉંચા આવશે. આ સાથે જ સિંચાઇથી વંચિત વિસ્તારમાં બોર કુવા રિચાર્જ થતાં તથા નદી પાસેના ખેડૂતો દ્વારા નદીની બન્ને બાજુ 200થી 500 મીટર સુધી પાણી લિફ્ટ કરીને સિંચાઇમાં ઉપયોગ કરાશે. આમ સીધો અને આડકતરી રીતે સિંચાઇનો વ્યાપ ઘણો વધશે. અંદાજે 600 એકર જેટલા વિસ્તારમાં સિંચાઈનો તેમજ પીવાના પાણીનો લોકોને લાભ મળશે.

3,150 મીટરની પાઇપલાઇનની વચ્ચે 3 મીટર પહોળા કુલ 8 RCCના કૂવા પણ મૂકાશે

સરકાર દ્વારા 3,150 મીટર સુધીની પાઇપલાઇનની લંબાઇમાં બાયડ તાલુકાના મુનજીના મુવાડા, પાતેરા અને ઝાંખરીયા તથા બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામના ખેડૂતો સિંચાઇથી વંચિત ન રહી જાય તે માટે કુલ 3,150 મીટરની પાઇપ લાઇનની વચ્ચે 3 મીટર પહોળા કુલ 8 RCCના કૂવા પણ મુકવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details