ગુજરાત

gujarat

આત્મા પ્રોજેક્ટથી પશુપાલન વ્યવસાય થકી જસવંતીબેન પ્રેરણાદાયી બન્યા

By

Published : Nov 18, 2019, 5:54 PM IST

મહીસાગર: આધુનિક યુગમાં મહિલા સશક્તિકરણ સૌથી વધુ સાંભળવા મળે છે. જેને ભારતીય નારીઓએ સાચા અર્થમાં સાર્થક કર્યું છે. મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના અંતરિયાળ રણજીતપુરા ગામના જશવંતીબેન પટેલે પશુપાલન ક્ષેત્રે સાહસ ખેડી વાર્ષિક અંદાજે રુપિયા 17 લાખ ઉપરાંતની આવક મેળવી હતી. શ્વેત ક્રાંતિ થકી આર્થિક સધ્ધરતા મેળવવામાં સાર્થક પગલું ભર્યું છે. આ મહિલા પોતાના પરિવારની આવક બમણી કરી છે અને અન્યને પ્રેરણાદાયી બન્યા છે.

આત્મા પ્રોજેક્ટ દ્વારા પશુપાલન વ્યવસાય

સૌ પહેલા તેઓ સામાન્ય રીતે પશુપાલન કરી દુધ ઉત્પાદન કરતાં જેમાં ખર્ચ વધુ અને આવક ઓછી થતી હતી, પરંતુ જ્યારે તેઓ આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા ત્યારે આ પ્રોજેક્ટ દ્વારા આયોજીત તાલીમથી પશુપાલનનો વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે કરવા પ્રેરણા મળી તેમજ આ માહિતીનો ઉપયોગ કરીને ઉચ્ચ ઓલાદના પશુ તેમના તબેલા પર કૃત્રિમ બીજદાન કરીને ઉછેર કર્યા છે. તેઓ લીલો અને સૂકો ઘાસચારો ચાફ કટરથી કાપીને પ્રમાણસર પશુઓને આપતા જેથી બગાડ પણ ઓછો થાય છે.

આત્મા પ્રોજેક્ટ દ્વારા પશુપાલન વ્યવસાય

પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિની દિશામાં સાહસ ભર્યું કદમ ભરતા જસવંતીબેને વર્ષ 2018-19માં વાર્ષિક 62 હજાર 190 લિટરનું ઉત્પાદન કરી ₹ 17,08,676ની આવક મેળવી આર્થિક સધ્ધરતા મેળવી છે. જેમાંથી 14,68,676 નફો મેળવ્યો છે. તેઓ ગામની અન્ય મહિલાઓને પણ સ્વનિર્ભર થવા પ્રેરણા પુરી પાડે છે.

Intro:મહિસાગર:-
મહિલા સશક્તિકરણ, આધુનિક સમયમાં સૌથી વધારે સાંભળવા મળે છે. જેમાં ભારતીય નારીઓએ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ અર્થને સાર્થક કર્યું હોવાનું પ્રમાણ મળે છે.તે સંદર્ભે મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના અંતરીયાળ રણજીતપુરા ગામના જસવંતીબેન પટેલે પશુપાલન ક્ષેત્રે સાહસ ખેડી વાર્ષિક અંદાજે રૂ.17 લાખ ઉપરાંતની આવક મેળવી શ્વેત ક્રાંતિ થકી આર્થિક સધ્ધરતા મેળવવામાં સાર્થક પગલું ભરવાની દિશામાં મહિસાગર જિલ્લાની મહિલાએ પોતાના પરિવારની આવક બમણી કરવા સશક્ત કદમ ભર્યું છે. પશુપાલન દ્વારા આર્થિક સધ્ધરતા સાથે અન્યને પ્રેરણાદાયી બન્યા છે.


Body:જસવંતીબેને જણાવ્યું કે પશુપાલન વ્યવસાય સાથે છેલ્લા 20 વર્ષથી સંકળાયેલી છું. પહેલા તેઓ સામાન્ય રીતે પશુપાલન કરી દૂધ ઉત્પાદન કરતા જેમાં ખર્ચ વધુ અને આવક ઓછી થતી હતી.
જ્યારે તે આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા ત્યારે આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત તાલીમ દ્વારા પશુપાલનનો વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે કરવા પ્રેરણા મળી તેમજ વૈજ્ઞાનિકો અને આત્મા યોજનાના અધિકારીઓ દ્વારા મળેલ આધુનિક પધ્ધતિથી પશુપાલન વ્યવસાયની માહિતીનો ઉપયોગ કરી ઉચ્ચ ઓલાદના પશુ તેમના તબેલા ઉપર કુત્રિમ બીજદાન કરીને ઉછેર કર્યા છે. નિયમિત પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા કરી તેમજ પશુઓને આહારમાં નિયમિત રીતે દાણ, કપાસિયા ખોળ, મકાઈ ભરડો તેમજ મિનરલ મીક્ષર આપવા લાગ્યા જેથી દૂધ ઉત્પાદન માં વધારો થયો અને પશુઓની તંદુરસ્તી પણ જળવાઈ રહેવા લાગી. તેઓ લીલો અને સૂકો ઘાસચારો ચાફ કટરથી કાપીને પ્રમાણસર પશુઓને આપતા જેથી બગાડ પણ ઓછો થતો હતો. પશુઓને સમયસર પશુ ચિકિત્સકની સલાહ મુજબ કેલ્શિયમ, કૃમિનાશક દવા અને રસીકરણ પણ કરાવે છે. પશુઓને દરરોજ સ્નાન કરવી તેમને સાફ રાખે છે અને તાબેલની સાફસફાઈ પણ નિયમિત રીતે કરે છે. મશીનથી દૂધ દોહવાથી વધુ નફો મળે છે અને કામ પણ ઝડપથી થાય છે. આમ અત્યારે અમો વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવાથી અમારું જીવન સમૃદ્ધ બન્યું છે.


Conclusion:પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિની દિશામાં સાહસ ભર્યું કદમ ભરતા જસવતીબેને વર્ષ 2018-19 માં વાર્ષિક 62 હજાર 190 લિટરનું ઉત્પાદન કરી ₹ 17,08,676 ની આવક મેળવી આર્થિક સધ્ધરતા મેળવી છે. જેમાંથી ₹ 2,40,000/-નો ખર્ચ બાદ કરતા ₹ 14,68,676/- નફો મેળવેલ છે.તેઓ ગામની અન્ય મહિલાઓને પણ સ્વનિર્ભર થવા પ્રેરણા પુરી પાડે છે.
બાઈટ -1 નીલમ પટેલ (સ્થાનિક- રણજીતપુરા) જી.મહિસાગર

બાઈટ-2 પ્રફુલ પટેલ (સ્થાનિક- રણજીતપુરા) જી.મહિસાગર// લાલ શર્ટ છે.

બાઈટ-3 જસવંતીબેન પટેલ, લાભાર્થી, જી.મહિસાગર// ચશ્મા પહેરેલ છે.

ABOUT THE AUTHOR

...view details