ગુજરાત

gujarat

રણપ્રદેશમાંથી આવતા રાજનેતાઓના પ્રધાનપદને લઈ સસ્પેન્સ, કચ્છી કેપ્ટન કેબિનેટમાં જશે?

By

Published : Dec 10, 2022, 8:04 PM IST

Updated : Dec 10, 2022, 8:38 PM IST

ગુજરાતમાં સરકારનું નવું મંત્રી મંડળ (New Cabinet of Gujarat Govt) બનશે. ત્યારે રણપ્રદેશમાંથી આવતા રાજનેતાઓના પ્રધાનપદને લઈ સસ્પેન્સ હાલ જોવા મળી રહ્યું છે ત્યારે જોવાનું રહ્યું કે કચ્છી કેપ્ટનને કેબિનેટમાં (Cabinet of Gujarat Govt) જશે? કેમકે આ જિલ્લો ખુદ પ્રધાનમંત્રીને પ્રિય છે. કચ્છમાં કમળતો ખીલવી દીધું પરંતુ હવે કોણ કચ્છી કેપ્ટનને કેબિનેટમાં જશે તેના પર અનેક સવાલ.

રણપ્રદેશમાંથી આવતા રાજનેતાઓના પ્રધાનપદ લઈ સપેન્સ, કચ્છી કેપ્ટન કેબિનેટમાં જશે?
રણપ્રદેશમાંથી આવતા રાજનેતાઓના પ્રધાનપદ લઈ સપેન્સ, કચ્છી કેપ્ટન કેબિનેટમાં જશે?

કચ્છઆગામી દિવસોમાં ગુજરાત સરકારનું નવું મંત્રી મંડળ(New Cabinet of Gujarat Govt) બનશે. કચ્છની તમામ બેઠકોપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે કચ્છમાં નવા ચહેરાને(Cabinet of Gujarat Govt) તક આપવામાં આવશે કે પછી ત્યાં પણ નો- રિપિટ થિયરી કરવામાં આવશે. કચ્છમાં પીઢઆગેવાન (veteran leader in Kutch) કે પછી નવા ચહેરાને તક અપાશે જાણો.

સ્પષ્ટ જનાદેશ મળ્યો મંત્રી મંડળમાં હવે કચ્છના ધારાસભ્યને (Kutch assembly seat) સ્થાન મળે તે ઊચિત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લામાં સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. અને છ બેઠકમાં સંગઠન અને લોકપ્રતિનિધિત્વનો સમન્વય ઉભો થયો છે. ત્યારે હવે મંત્રી મંડળમાં પણ(Kutch MLAs) સ્થાન મળે તેવી રાજકીય ચર્ચાઓ અને લોક અપેક્ષા ઉભી થઇ છે. કચ્છ જિલ્લાના લોકપ્રતિનિધિત્વનું પ્રદેશ ભાજપ સંગઠનમ પણ ઉપજતું રહ્યું છે. યુવા સાંસદને પ્રદેશ મહામંત્રીનું પદ આપવામાં આવ્યું છે. ત્યારે મંત્રી મંડળમાં હવે કચ્છના ધારાસભ્યને સ્થાન મળે તે ઊચિત માનવામાં આવી રહ્યું છે.

મંત્રી મંડળની ઠેર ઠેર ચર્ચાઆગામી દિવસોમાં ગુજરાતના મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલની તાજપોશીનું પાક્કું થઇ ગયું છે. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોનો કોનો સમાવેશ થશે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે. બીજી બાજૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છ પ્રત્યે અનોખો પ્રેમ હમેંશા જોવા મળે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યા અનૂસાર કચ્છમાં કમળ ખીલવવા અનુરોધ કર્યો હતો. તેવું જ થયું અને 6 એ 6 બેઠકો પર ભાજપ આવ્યું હતું. ત્યારે

રિપીટ ધારાસભ્યો રાજકીય તજજ્ઞરાજકીય તજજ્ઞ ચંદ્રવદનભાઈ પટ્ટણીએ ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, નવા મંત્રી મંડળમાં કચ્છની 6 બેઠકો પર જે ઉમેદવારોને ભાજપ તરફથી ફરીથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ ફરીથી વિજેતા બન્યા છે ત્યારે તેમને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે અને બાકી તો જો નવા ચહેરાને સ્થાન મળે તો કેશુભાઈ પટેલ અને અનિરુદ્ધ દવે કે જેઓ સંગઠન સાથે અનેક વર્ષોથી સંકળાયેલા છે અને સ્વચ્છ છબી ધરાવે છે ત્યારે તેમને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.ક્યું પદ મળશે તે અત્યારથી કહી ના શકાય પરંતુ કચ્છના પ્રતિનિધિઓને સ્થાન મળે તે જરૂરીછે.

લીડથી વિજેતા કેશુભાઈ દાવેદારસૌપ્રથમ નામ કેશુભાઈ શિવદાસ પટેલ ભુજ બેઠક પરથી જિલ્લાભરમાં સૌથી વધુ મતોથી વિજયી થયા છે. જે તેમની પ્રાથમિકતા નકકી કરી જાય છે. 59,000 મતોની જંગી લીડથી કેશુભાઈ વિજયી થયા છે. બીજુ કે તેઓ પાટીદાર જ્ઞાતીમાંથી આવે છે. જિલ્લા ભાજપ પ્રમુખની બે ટર્મ નિભાવી છે, આરએસએસની પ્રણાલીને ચુસ્તતાથી વરેલા છે, અને કયાંય વિવાદમાં તેમનુ નામ કોઈ રીતે ઉછળયુ નથી.

વિરેન્દ્રસિંહ પ્રબળ દાવેદાર બીજા નંબરેકચ્છને કોંગ્રેસમુક્ત(Kutch Congress free) બનાવનાર વિરેન્દ્રસિંહ પ્રબળ દાવેદાર બીજા નંબરે જેમનું નામ આવી રહ્યું છે. તેવા વાગડના વિરેન્દ્રસિંહની પણ મંત્રીમંડળમાં પસંદગી થઈ શકે છે. આ વખતે મુન્દ્રાના બદલે તેમની ટીકીટ રીપીટ થઈ, પણ બેઠક વાગડ-રાપરની અપાઈ અને તે વખતોવખત કોંગ્રેસનો ગઢ સમાન બેઠક હતી જેમાં વિરેન્દ્રસિંહે ભારે રસાકસી બાદ કોંગ્રેસને ન માત્ર પછડાટ આપ્યો પરંતુ કચ્છને કોંગ્રેસ મુક્ત બનાવવામાં મુખ્ય ભુમીકા ભજવી છે. ઉપરાંત તેઓ ક્ષત્રીય સમાજના આગેવાન છે.

યુવા સભ્ય માલતીબેન મહેશ્વરીગાંધીધામ વિધાનસભા બેઠક(Gandhidham assembly seat) પરના મહીલા અને નિર્વિવાદીત ચહેરો એવા માલતીબેન મહેશ્વરીનુ નામ આવે છે. તેઓ બીજી ટર્મથી અને સૌથી યુવા સભ્ય તરીકે મંત્રીમંડળમાં પસંદગીનું કારણ બની શકે તેમ છે. તે પછી અંજારના પ્રથમ જ વખત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારા અને 36,000 જેટલા મતોની જંગી જીતથી વિજયી થયેલા ત્રિકમભાઈ છાંગાનો. તેઓ એકદમ સાદગીસભર વ્યકિતત્વ ધરાવી રહ્યા છે. આહીર સમાજમાથી તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

પ્રદ્યુમનસિંહ જાડેજાની સંભાવનાઓઅબડાસા વિધાનસભા બેઠકના વિજેતા ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાની પણ સંભાવનાઓ મંત્રી મંડળ માટે રહેલી છે કારણ કે, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ દ્વારા આ વખતે અનેકવિધ રીતે પડકારજનક સ્થિતીમાં પણ ભાજપને જીત અપાવી છે. અને તેમાં તેઓની ખુદની પ્રમાણિક જનસેવકની લોકચાહના જ વધારે કામ કરી ગઈ હોય તેમ દેખાય છે. કોંગ્રેસના ગઢ સમાન બેઠકમાં ભાજપનો ભગવો લહેરાવી દીધો છે.

અનિરૂદ્ધભાઈ દવેની સંભાવનાઓમાંડવી-મુંદરા વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર અનિરૂદ્ધ દવે પણ 48,000 થી વધુ મતો સાથે જંગી સરસાઈથી ઐતિહાસીક માંડવી બેઠક જીતી છે. અનિરૂદ્ધ દવે બ્રાહ્મણ સમુદાયમાંથી આવી રહ્યા છે. આ વખતે બ્રાહ્મણો મોટી સંખ્યામાં ગુજરાતમાં ટિકીટો મેળવીને વિજયી થયા છે. તેમાં કયા સમીકરણોને પ્રાથમિકતા અપાય છે. તેના આધારે અનિરૂદ્ધ દવેની પ્રધાનમંડળમાં તકની શકયતાઓની વધ-ઘટ અંકાઈ શકે તેમ જાણકારો કહી રહ્યા છે. કચ્છનો રાજકીય વર્ગ અને કચ્છ માને છે કે, રાજય સરકારે આ વખતે કચ્છને પ્રધાનમંડળમાં જરૂરથી પ્રતિનિધિત્વ આપવું જ જોઈએ.

Last Updated :Dec 10, 2022, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details