ગુજરાત

gujarat

Unseasonal Rain Gujarat: ત્રણ દિવસના કમોસમી વરસાદ બાદ રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડયો

By

Published : Jan 9, 2022, 10:29 AM IST

સમગ્ર ગુજરાતમાં લોકોએ ભર શિયાળે ચોમાસાંનો (Unseasonal Rain Gujarat) અનુભવ કર્યા બાદ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આગામી દિવસોમાં લઘુતમ તાપમાન (the minimum temperature in the state) નીચું જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Unseasonal Rain
Unseasonal Rain

કચ્છ: સમગ્ર રાજ્યમાં (Unseasonal Rain Kutch) છેલ્લાં 3-4 દિવસોથી ભર શિયાળે લોકોએ ચોમસાની ઋતુ જેવો વાતાવરણ અનુભવ્યો હતો. રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી માવઠું વરસતા રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ટાઢકમાં વધારો થયો છે તથા સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજ્યમાં ઠેર ઠેર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. તો આગમી દિવસોમાં લઘુતમ તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ઠંડીનું જોર વધશે

હવામાન વિભાગ (Meteorological Department Forecast) દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ શનિવારે રાજ્યના જિલ્લાઓમાં 6 ડિગ્રીથી 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનું શિતમથક નલિયામાં પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યું હતું અને આજનું લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું હતું. શનિવારે ઠંડા પવનો વહેલી સવારથી જ ફૂંકાયા હતા તથા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે પવનની દિશા બદલાઈ જતા કમોસમી વરસાદ નહીં વરસે. તો સવારથી સુરજના દર્શન થયા હતા અને ઠંડા પવન પણ અનુભવાયા હતા. રાજ્યમાં શનિવારથી લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ગગડશે અને રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

ગુજરાતના મહાનગરો લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 9.1
ગાંધીનગર 15.2
રાજકોટ 10.3
સુરત 15.6
ભાવનગર 11.6
જૂનાગઢ 11.0
બરોડા 9.2
નલિયા 6.8
ભુજ 12.2
કંડલા 12.9

આ પણ વાંચો: Corona cases In Parliament: સંસદમાં 400થી વધુ કર્મચારી કોરોનાથી થયા સંક્રમિત

આ પણ વાંચો: Indian Railway: એરપોર્ટની તર્જ પર રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ વસૂલશે ફી, લાંબા અંતરની યાત્રા થશે મોંઘી

ABOUT THE AUTHOR

...view details