ગુજરાત

gujarat

જ્યાં સુધી કોરોના નાબૂદ નહીં થાય ત્યા સુધી ચાલશે આ કોવિડ સેન્ટર

By

Published : Jun 17, 2021, 7:43 AM IST

કોરોનાની મહામારીની બીજી લહેરમાં સરકારની સાથે વિવિધ સંગઠનો, સમાજો દ્વારા પણ સામાજિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. કેટલાક સમય પહેલા નખત્રાણામાં પાટીદાર કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને આ સેન્ટર જ્યાં સુધી કોરોના સમગ્ર રીતે નાબૂદ નહિ થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.

xxx
જ્યાં સુધી કોરોના નાબૂદ નહીં થાય ત્યા સુધી ચાલશે આ કોવિડ સેન્ટર

  • ઓક્સિજન સાથેની 50 પથારીની સગવડ ધરાવતુ કોવિડ કેર સેન્ટર કાર્યરત
  • સારવાર, ભોજન સહિતની સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે
  • અત્યાર સુધી કુલ 171 દર્દીઓ દાખલ થયા


કચ્છ: નખત્રાણા ખાતે પાટીદાર સમાજ દ્વારા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટર છેલ્લા બે મહિનાથી કાર્યરત છે. હાલ અહીં ઓક્સિજન સાથેના 50 બેડ સાથે 154 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

તમામ સુવિધાઓ નિ:શુલ્ક

અહીં દાખલ થનાર દર્દીને સારવાર, ભોજન સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે.આ ઉપરાંત તમામ જાતની દવાઓ પણ અહીં નિ: શુલ્ક પણે આપવામાં આવે છે. કોવિડ કેર સેન્ટરનું સંચાલન પાટીદાર સમાજના આગેવાનો કરી રહ્યા છે.

જ્યાં સુધી કોરોના નાબૂદ નહીં થાય ત્યા સુધી ચાલશે આ કોવિડ સેન્ટર
કુલ 171 દર્દીઓ દાખલ થયાછેલ્લા બે મહિનાની અંદર અહીં 171 જેટલા દર્દીઓ દાખલ થયા હતા જેમાંથી 37 જેટલા દર્દીઓને બીજી જગ્યાએ રીફર કરવામાં આવ્યા હતા તથા હાલ 8 જેટલા દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે અને બાકીના તમામ દર્દીઓ અહીં થી સારવાર લઈને સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

આ પણ વાંચો : સુરતમાં કોરોનાનો કહેર હવે એકદમ નિયંત્રણમાં, 95 ટકા રિકવરી રેટ, 90 ટકા કોવિડ સેન્ટર બંધ કરાયા

નર્સિંગ ટીમ તથા ડોકટરો દિનરાત સેવા કરી રહ્યા છે

મેડિકલ સારવાર માટે અહીં ડોકટરો, મેડિકલ સ્ટાફ, પેરમેડિકલ સ્ટાફ , નર્સિંગ સ્ટાફ સહિત તમામ લોકો દ્વારા અહીં કોવિડ કેર સેન્ટર પર સેવા કરવામાં આવે છે.

જ્યાં સુધી કોરોના નાબૂદ નહીં થાય ત્યા સુધી ચાલશે આ કોવિડ સેન્ટર

આ પણ વાંચો : કોવિડ કેર સેન્ટરમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો, મહિલા તબીબ અને દર્દી વચ્ચે માં-દિકરી સમો પ્રેમ

જાણો શું કહ્યું પાટીદાર સમાજના આગેવાને?

આ કોવિડ કેર સેન્ટર પર સમાજ દ્વારા મેડિકલ સ્ટોર ઉભું કરવામાં આવ્યું છે જેનો તમામ ખર્ચ સમાજ ઉપાડી રહ્યું છે.અને જ્યાં સુધી કોરોના ખતમ નહીં થાય ત્યાં સુધી આ કોવિડ કેર સેન્ટર સરકારની ગાઇડલાઇન મુજબ ચાલુ રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details