ગુજરાત

gujarat

Guard of honor to Ganesha in Kutch : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપી ગણેશોત્સવનો પ્રારંભ

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 5:17 PM IST

કચ્છમાં પણ આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ધામધૂમથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. 10 દિવસ સુધી ભક્તો આનંદમંગલ સાથે પૂજાઅર્ચનામાં મગ્ન બનશે. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપી ગાયકવાડી પરંપરા સાથે ગજાનન આરાધનાની શરુઆત કરવામાં આવી છે.

Rare Tradition : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપી ગણેશોત્સવનો પ્રારંભ
Rare Tradition : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપી ગણેશોત્સવનો પ્રારંભ

1944થી શરૂ થયેલી પરંપરા

કચ્છ : છેલ્લા આઠ દાયકાથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ભાગ્યે જ જોવા મળે તેવી પરંપરા લોકોને જોવા મળે છે. કચ્છના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિજીની સ્થાપના કરી તેમને વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. વર્ષ 1947 એટલે કે ભારતની આઝાદી પહેલાં જ્યારે કચ્છમાં ક્યાંય પણ સાર્વજનિક ગણેશ ચતુર્થી ઉજવવવામાં આવતી ન હતી તે સમયે મહારાષ્ટ્રના પોલીસકર્મીઓ દ્વારા કચ્છમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર: પોલીસ વિભાગ દ્વારા વર્ષ 1944થી શરૂ થયેલી આ વિશેષ ઉજવણીમાં દર વર્ષે ગણેશજીની મૂર્તિ લાવી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે જે બાદ ગણેશજીની મૂર્તિ સાથે તેમની યાત્રા નીકળે છે.આ યાત્રામાં પોલીસકર્મીઓ જોડાય છે અને ભુજ શહેરના જાહેર રસ્તાઓ પર ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે નાચતા ગાજતા ગણપતિ બાપાનું સ્વાગત કરવામાં આવે છે. આ માટે મહારાષ્ટ્રથી ગણેશજીની મૂર્તિ મંગાવાય છે.

આઝાદી પૂર્વે અનેક મહારાષ્ટ્રીયન લોકો ગુજરાત સ્ટેટ પોલીસમાં નોકરી કરતા હતા હતાં.જેમ બધા જાણે છે તેમ મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. ત્યારે એક સાથે અનેક પોલીસકર્મીઓને ગણેશ ચતુર્થી માટે પોતાના વતન જવાની રજા ન મળતાં તે સમયે મરાઠી પોલીસકર્મીઓ દ્વારા કચ્છમાં જ ગણેશ ચતુર્થીની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવી રહી છે. પોલીસકર્મીઓ દ્વારા થતી ઉજવણીમાં ખાસ મહારાષ્ટ્રથી ગણેશજીની મૂર્તિ મંગાવી તેમને પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું અને ત્યારબાદ સમગ્ર શહેરમાં ગણેશજીની મૂર્તિ સાથે રવાડી નીકળતી...શૈલેષ સોની ( એએસઆઈ, પશ્ચિમ કચ્છ પોલીસ )

ગાર્ડ ઓફ ઓનર સાથે ગણેશજીનું આગમન અને વિસર્જન : ગણેશજીની સ્થાપના કરી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા આજે પણ પોલીસકર્મીઓ દ્વારા જાળવી રખાઈ છે. ગણેશ ચતુર્થીના દિવસે ગાર્ડ ઓફ ઓનર આપી ગણપતિજીની સ્થાપના કર્યા બાદ દસ દિવસ સુધી ભક્તિભાવથી તેમને પૂજા અર્ચના કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો 10માં દિવસે અનંત ચૌદસના ફરી ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

  1. ગાયકવાડી પરંપરા મુજબ મહેસાણામાં ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી, જુઓ વીડિયો
  2. Ganesh Chaturthi 2023 : ડાયમંડ સિટી સુરતના સૌથી ધનાઢ્ય ગણેશ, 25 કિલો ચાંદી અને સોના સહિત હીરાના આભૂષણના છે માલિક
  3. Plaster of Paris Ganesh Idols : SCએ POP ની ગણેશ મૂર્તિઓ પર HCના પ્રતિબંધમાં દખલ કરવાનો ઇનકાર કર્યો

ABOUT THE AUTHOR

...view details