ગુજરાત

gujarat

કચ્છના ભૂકંપને લઇને વડાપ્રધાને કહી ખાસ વાત

By

Published : Aug 28, 2022, 8:11 AM IST

Updated : Aug 28, 2022, 2:15 PM IST

PM MODI KUTCH VISIT 28 AUG 2022
PM MODI KUTCH VISIT 28 AUG 2022

14:14 August 28

ધોળાવીરાને ગયા વર્ષે જ વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો

જે આજે આપણા કચ્છમાં નથી. શહેર નિર્માણમાં અમારી કુશળતા ધોળાવીરામાં પ્રતિબિંબિત થાય છે. ધોળાવીરાને ગયા વર્ષે જ વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધોળાવીરાની દરેક ઈંટ આપણા પૂર્વજોની કુશળતા, જ્ઞાન અને વિજ્ઞાનને પ્રતિબિંબિત કરે છે. આજે દેશમાં જે ગ્રીન હાઉસ ઝુંબેશ ચાલી રહી છે તેમાં ગુજરાતની મોટી ભૂમિકા છે. તેવી જ રીતે, જ્યારે ગુજરાત વિશ્વના ગ્રીન હાઉસ કેપિટલ તરીકે તેની ઓળખ બનાવે છે, ત્યારે તેમાં કચ્છનો મોટો ફાળો હશે. કચ્છમાં 2001માં તેના સંપૂર્ણ વિનાશ બાદ જે કામ થયું છે તે અકલ્પનીય છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીની રચના કચ્છમાં 2003માં કરવામાં આવી હતી, જ્યારે 35 થી વધુ નવી કોલેજો પણ સ્થાપવામાં આવી છે.

14:12 August 28

કચ્છનો વિકાસ સૌના પ્રયાસોથી અર્થપૂર્ણ પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ : વડાપ્રધાન

કચ્છનો વિકાસ સૌના પ્રયાસોથી અર્થપૂર્ણ પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ છે. કચ્છ માત્ર એક સ્થળ નથી, પરંતુ તે એક ભાવના છે, જીવંત લાગણી છે. આ ભાવના જ આપણને સ્વતંત્રતાના અમૃતના પ્રચંડ સંકલ્પોની પરિપૂર્ણતાનો માર્ગ બતાવે છે.

14:11 August 28

ભુજિયો ડુંગર ખાતે મેમોરિયલ વાન સ્મારક અને અંજાર ખાતે વીર બાલક સ્મારકનું અર્પણ એ સમગ્ર ગુજરાત, કચ્છની સામાન્ય વ્યથાનું પ્રતીક છે.

ભુજિયો ડુંગર ખાતે મેમોરિયલ વાન સ્મારક અને અંજાર ખાતે વીર બાલક સ્મારકનું અર્પણ એ સમગ્ર ગુજરાત, કચ્છની સામાન્ય વ્યથાનું પ્રતીક છે.

13:56 August 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છની રોગાન કલાની પ્રતિકૃતિની ભેટ આપવામાં આવી

ભપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છની રોગાન કલાની પ્રતિકૃતિની ભેટ આપી હતી. અંજાર મતવિસ્તારના ધારાસભ્ય વાસણ આહીર અને કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ નરેન્દ્ર મોદીને કચ્છી કોટી અને કચ્છી પાઘડી પહેરાવી કર્યું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની નર્મદા યોજના શાખાની કેનાલનું વર્ચ્યુલી લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કચ્છના વિકાસના અન્ય કાર્યોનું રિમોટ મારફતે લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યું.

13:43 August 28

ભૂકંપની વાતોને વાગોળી

મને યાદ છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું બીજા દિવસે જ અહીં પહોંચ્યો હતો. હું ત્યારે મુખ્યમંત્રી નહોતો, માત્ર એક કાર્યકર હતો. મને ખબર નહોતી કે હું કેટલા લોકોને મદદ કરી શકીશ. પરંતુ મેં તમારી સાથે રહેવાનું નક્કી કર્યું: પીએમ નરેન્દ્ર મોદી

13:42 August 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું.

13:02 August 28

ભુજ ખાતે વડાપ્રધાન મોદી જનસભાને સંબોધન કરી રહ્યા છે

ભુજ ખાતે વડાપ્રધાન મોદી જનસભાને સંબોધન કરી રહ્યા છે

11:38 August 28

સાત બ્લોકમાં વિભાજિત અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ સ્મૃતિવન

સાત બ્લોકમાં વિભાજિત અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ સ્મૃતિવન

10:43 August 28

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા

10:25 August 28

કચ્છમાં સિંચાઈની સુવિધા સુદૃઢ બનશે અને કચ્છ જિલ્લાના તમામ 948 ગામો અને 10 નગરોમાં મળશે પીવાનું શુદ્ધ પાણી

કચ્છમાં સિંચાઈની સુવિધા સુદૃઢ બનશે અને કચ્છ જિલ્લાના તમામ 948 ગામો અને 10 નગરોમાં મળશે પીવાનું શુદ્ધ પાણી

10:20 August 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાડીમાં બેસીને તમામ લોકોનું અભિવાદન જીલી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ગાડીમાં બેસીને તમામ લોકોનું અભિવાદન જીલી રહ્યા છે

09:40 August 28

વડાપ્રધાને કચ્છના 2001ના ભૂકંપને યાદ કરતા કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર પર કચ્છના 2001ના ભૂકંપને યાદ કરતા કહી આ વાત.

09:33 August 28

રોડ શો દરમિયાન નરેન્દ્ર મોદીની ઝલક જોવા કચ્છની જનતા આતુર

રોડ શોનું આયોજન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે છે અને આજે ટૂંક જ સમયમાં ભુજના એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ મીરજાપર હાઇવેથી જીકે જનરલ હોસ્પિટલ સુધી પોણા ત્રણ કિલોમીટર જેટલો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.આ રોડ શોમાં જુદા જુદા પ્રકારના 14 જેટલા ક્લસ્ટર નું આયોજન કરવામાં આવ્યું છે.આ ક્લસ્ટરમાં લોકો કાર્નિવલ જેવી અનુભૂતિ કરાવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક મેળવવા માટે લોકો સવારથી જ જુદા જુદા પરિધાનમાં તૈયાર થઈને આવી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીને આવકારવા લોકો ઉત્સુક છે.રોડ શો દરમિયાન રોડની ડાબી બાજુએ આમ જનતા રહેશે અને જમણી બાજુએથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પસાર થશે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.રોડ શો બાદ નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ કચ્છની અને ગુજરાતની જનતાને સંબોધશે.

08:53 August 28

કચ્છમાં સ્મૃતિવન સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

કચ્છમાં સ્મૃતિવન સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

08:04 August 28

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છમાં કરશે અનેક કામોના ખાતામુહર્ત અને લોકાર્પણ

PM Modi Gujarat Kutch Visit વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે તારીખ 28 ઓગસ્ટના રોજ તેઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. જેઓનું ટૂંક સમયમાં સમયમાં એરપોર્ટ પર આગમન થશે. ભુજ શહેરમાં પોણા ત્રણ કિલોમીટરનો રોડ શો પણ કરશે. રોડ શો બાદ વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું લોકાર્પણ પણ તેમના વરદ હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટી ખાતે જનસભાને સંબોધશે.

Last Updated : Aug 28, 2022, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details