ગુજરાત

gujarat

MMPJ હોસ્પિટલને 3 કરોડનું સંજીવની ઓક્સિજન યુનિટ અર્પણ કરતું સ્વામીનારાયણ સંસ્થાન

By

Published : May 22, 2021, 5:03 PM IST

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ભુજની MMPJ હોસ્પિટલને ત્રણ કરોડનું સંજીવની ઓક્સિજન યુનિટ અર્પણ કરવામાં આવ્યું છે. જે આગામી એક માસ પછી ક્રમશ: શરૂ થશે. આ યુનિટ દ્વારા સિલિન્ડર ભરી શકાશે અને હોસ્પિટલના ICUને પુરતો ઓક્સિજન પૂરો પાડી શકાશે.

એમ.એમ.પી.જે. હોસ્પિટલને 3 કરોડનું સંજીવની ઓક્સિજન યુનિટ અર્પણ કરતું સ્વામીનારાયણ સંસ્થાન
એમ.એમ.પી.જે. હોસ્પિટલને 3 કરોડનું સંજીવની ઓક્સિજન યુનિટ અર્પણ કરતું સ્વામીનારાયણ સંસ્થાન

  • સંજીવની ઓક્સિજનના ત્રણ મેડિકલ યુનિટ 3 કરોડના ખર્ચે અર્પણ કરવામાં આવ્યાં
  • કોઈપણ ધાર્મિક સંસ્થાએ કોરોના રાહત માટે મહાયોગદાન આપ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો
  • મણિનગર ગાદી સંસ્થાન અમદાવાદ આવ્યું કોરોના દર્દીઓની મદદે
  • સંતોના હસ્તે ત્રણ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો

કચ્છઃ સમગ્ર ભારત સાથે સરહદી કચ્છ જિલ્લામાં કોરોનાના કારણે ખૂબ જ વિકટ સ્થિતિ છે. છેલ્લાં 60 દિવસમાં કચ્છના લોકોએ જીવનમરણ વચ્ચે જંગ ખેલ્યો છે ત્યારે આવી સ્થિતિમાંથી લોકોને બહાર લાવવા મદદરૂપ થવા કચ્છ જિલ્લામાં 'સંજીવની' ઓક્સિજનના ત્રણ મેડિકલ યુનિટ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ભુજની માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરને અર્પણ કરવામાં આવ્યાં છે. કચ્છ જિલ્લામાં કોઈપણ ધાર્મિક સંસ્થાએ કોરોના રાહત માટે આટલું મહાયોગદાન આપ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ સંદર્ભે સંસ્થાના આચાર્ય સ્વામી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજ સહિત વરિષ્ઠ સંતોના હસ્તે ત્રણ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે આ મહાકાર્યના સંકલનકર્તા ગાદી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જાદવજીભાઈ વેલજી વરસાણી સહિતના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્લાન્ટના ઈન્સ્ટોલેશન ઓક્સિજન બોટલ ભુજમાં ભરી શકાશે અને MMPJ હોસ્પિટલના ICUના ઉપયોગમાં આવશે.

કચ્છ જિલ્લામાં કોઈપણ ધાર્મિક સંસ્થાએ કોરોના રાહત માટે આટલું મહાયોગદાન આપ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો

સંસ્થા દ્વારા અગાઉ પણ હોસ્પિટલ અર્થે યોગદાન અપાયું હતુંઆ સંસ્થા દ્વારા અગાઉ જિલ્લાની પ્રથમ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ માટે 2.5 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. જ્યારે 2010માં વચ્ચે લેવા પટેલ હોસ્પિટલની નવી વિંગમાં 75 લાખ રૂપિયાના ખર્ચે ICU બનાવી આપ્યું હતું તેમાં અત્યાર સુધી 5000 લોકોના જીવ બચ્યાં છે. સમાજના શિક્ષણ પ્રકલ્પમાં પણ ગાદી સંસ્થાને સાથ આપ્યો છે તો માંડવી લેવા પટેલ સમાજની જમીન દાન આપવામાં આ સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા રહી હતી. દેશવિદેશમાથી આવેલ દાનમાંથી 75 બેડની ICU. હોસ્પિટલ અને ત્રણ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય છેલ્લા એક મહિનાથી જ્યારે કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે કચ્છી લેવા પટેલ સમાજની MMPJ કોવિડ હોસ્પિટલે વર્તમાન ભવિષ્યમાં પડકારો સામે સજ્જ થવા મોટા નિર્ણય-તૈયારીઓ જાહેર કરી છે. જેમાં 75 બેડની અદ્યતન ICU હોસ્પિટલ અને ત્રણ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટનો સમાવેશ થાય છે. 50000 રેપિડ ટેસ્ટ અને દવાઓ નિ:શુલ્ક અપાશે. દેશવિદેશથી આવેલા સહયોગ માત્રને માત્ર કોરોના સારવાર હેતુ માટે વાપરવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કરાયો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં વ્હાઇટ ફંગસના પણ કેસ આવ્યા સામે, બ્લેક ફંગસ કરતા વધારે ઘાતક નહીં

સુવિધાઓ ઉભી કરવા માટેનું કાર્ય પ્રગતિમાં,વિશ્વભરમાં સમાજ ધબક્યો

તાત્કાલિક ધોરણે ભુજમાં 75 બેડની આઈ.સી.યુ. હોસ્પિટલનું નિર્માણ કરવું તે માટે ત્રણ ઓક્સિજન મેગા પ્લાન્ટ(મેડિકલ), 500 સિલિન્ડર, વેન્ટિલેટર, બાયપેપ, જનરલ બેડ, ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિતના ઉપકરણ પૂરતા પ્રમાણમાં વસાવવાનું કાર્ય પ્રગતિમાં છે.મહામારીને નાથવા કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.એ માતબર ફંડ મોકલ્યું, ઓસ્ટ્રેલિયાના પર્થ, મેલબોર્ન, સિડની, રૂપિયા ન્યૂઝીલેન્ડ, આફ્રિકાના નાઇરોબી, મોમ્બાસા, કિસુમુ, મેટ્, એલ્ડોરેટ, કેરૂગોયા, નુકુટુ, તાન્ઝાનિયા, દાર-એ-સલામ, યુ.કે.નાઈ વેલ કાર્ડિફ, બોલ્ટન, લંડન, સહિતના કેન્દ્રોએ સાથ આપ્યો છે, તો દેશમાં વસતા પરિવારોએ પણ કોરોનાના દર્દીઓ માટે થતી મદદ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ભુજના સમાજે સૌનો આભાર માન્યો હતો. આ તકે સ્વામી ભગવતપ્રિયએ જણાવ્યું કે ભુજ શહેરમાં જ્યારે ઑક્સિજનની જરૂર પડી છે ત્યારે અમારી સંસ્થા દ્વારા ઑક્સિજનનો જથ્થો પૂરો પાડવા માટે અમારા ટ્રસ્ટીઓ દ્વારા અને આચાર્ય સ્વામીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમ બને એમ ઝડપી પ્રક્રિયા થાય તો જરૂરિયાતમંદ દર્દીઓને ઑક્સિજનનો જથ્થો પૂરો પાડી શકાય.

જાણો શું કહ્યું સંસ્થાના ટ્રસ્ટીએ?

વર્તમાન પરિસ્થિતિમાં કચ્છમાં ઓક્સિજનની મુશ્કેલી ઉભી થઇ છે ત્યારે ઑક્સિજનના જથ્થા માટે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સહયોગથી 300 બેડને ઑક્સિજન પૂરું પાડી શકાય તેવો પ્લાન્ટ હોસ્પિટલને મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ મ્યુકોરમાયકોસિસ મહામારી જાહેર થતા પ્રોટોકોલ પ્રમાણે તેની સારવાર થશે

ABOUT THE AUTHOR

...view details