ગુજરાત

gujarat

NIA Raid: કચ્છમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સહાયકના ઘરે NIAના દરોડા, મોટા ખુલાસાની વકી

By

Published : Feb 21, 2023, 3:59 PM IST

Updated : Feb 21, 2023, 4:41 PM IST

કચ્છમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સહાયકના ઘરે NIAની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યારે હવે આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

કચ્છમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સહાયકના ઘરે NIAના દરોડા, મોટા ખુલાસાની વકી
કચ્છમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સહાયકના ઘરે NIAના દરોડા, મોટા ખુલાસાની વકી

કચ્છઃપંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વિવાદમાં સપડાયો હતો. ત્યારે હવે NIAની ટીમે (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કચ્છના ગાંધીધામ પહોંચી હતી, જ્યાં ટીમે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સહાયક કુલવિંદર સિદ્ધુના ઘરે દરોડા પાડ્યા હતા. કુલવિંદર સિદ્ધુ લાંબા સમયથી બિશ્નોઈ સાથે જોડાયેલો છે. અગાઉ પણ બિશ્નોઈ ગેંગના લોકોને આશ્રય આપવાના કિસ્સા સામે આવ્યા હતા.

આ પણ વાંચોઃ2 Members Of Lawrence Bishnoi Gang Arrested : દિલ્હી સ્પેશિયલ સેલની ટીમે લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 સભ્યોની કરી ધરપકડ

ટેરર ફંડિંગને લઈને દરોડાઃગેંગસ્ટર સિન્ડીકેટ્સ સામેની કાર્યવાહીમાં NIAએ મંગળવારે વિવિધ રાજ્યોમાં 72થી વધુ સ્થળોએ સર્ચ શરૂ કર્યું છે. તેમ જ તપાસના ભાગરૂપે જ કચ્છના ગાંધીધામ ખાતે બિશ્નોઈનો લાંબા સમયથી સહયોગી એવા કુલવિંદર સિદ્ધુના ઘરે દરોડા પડ્યા હતા. ટેરર ફંડિંગને લઈને ગેંગસ્ટર અને તેના નજીકના લોકોનાં સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.

કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રેસ સિન્ડીકેટ સાથે સંકળાયેલો હોવાનું સૂત્રોનું કહેવુંઃસૂત્રોના જણાવ્યા મુજબ, કચ્છના ગાંધીધામના કિડાણામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કુલવિંદર લાંબા સમયથી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સાથી છે. તેની સામે બિશ્નોઈ ગેંગના સાથીઓને આશ્રય આપવાનો કેસ છે. ઉપરાંત કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રેસ સિન્ડિકેટ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવી રહ્યું છે.

આ પણ વાંચોઃબુલિયન વેપારી રાજીવ વર્મા પર ફાયરિંગ, CCTV ફૂટેજ સામે આવ્યા

અન્ય સ્થળોએ પણ તપાસ હાથ ધરાઈઃઉલ્લેખનીય છે કે, NIA દ્વારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં સર્ચ કરવામાં આવ્યું હતું. NIA દ્વારા ગેંગસ્ટર અને તેમના ગુનાહિત સિન્ડિકેટ વિરૂદ્ધ નોંધાયેલા કેસની તપાસના સંદર્ભમાં છે.

Last Updated :Feb 21, 2023, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details