ગુજરાત

gujarat

કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ સ્મૃતિવનને વડાપ્રધાનના હસ્તે કરાશે લોકાર્પણ

By

Published : Aug 26, 2022, 6:28 PM IST

Updated : Aug 28, 2022, 6:36 AM IST

કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ સ્મૃતિવનને વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ
કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ સ્મૃતિવનને વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

કચ્છના ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી ઓગસ્ટ 2022ના રોજ સ્મૃતિ વનનું લોકાર્પણ કરવા માટે આવશે. 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું. તેમાં ભોગ બનેલા નાગરિકોના યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. Prime Minister dedicate Smritivan museum Bhuj Narendra Modi inaugurate Smriti Van in Bhuj Smritivan Memorial Project

કચ્છસ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેથી હવે આ પ્રોજેક્ટ સાકાર થયો છે. સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યુઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે.

. સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યુઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આધુનિક ટેકનોલોજી અને વર્ચ્યુઅલ રિયાલિટીથી ઉમદા અનુભવભૂકંપની ક્ષણોને ફરી જીવંત કરવા (Smritivan Museum Memorial for 2001 earthquake) અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તર વિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા થાય. તે હેતુથી આ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે. તેના માટે આધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોનો ઉપયોગ (Interactive projection and virtual reality) કરવામાં આવ્યો છે.

2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયટેરનું નિર્માણ

આ પણ વાંચોવડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં સ્મૃતિવન સહિત અનેક વિકાસકામોનું કરશે લોકાર્પણ

ભૂકંપનો અનુભવ કરવા માટે વિશેષ થિયેટર 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયટેરનું નિર્માણ (A special theater to experience earthquakes) કરવામાં આવ્યું છે. જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટ પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે. તેને પુનઃ સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હડપ્પા વસાહતો (Historical Harappan Settlements), ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલ ટાઇમ આપાતકાલિન સ્થિતિ અંગે કન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ (State Vikas Yatra Workshop) અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે.

ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે.

વર્ચ્યુઅલ રિયાલિટી, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શનથી ઉમદા અનુભવમુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 50 ઓડિયો વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભુત સમન્વય કરવામાં આવ્યો છે.

અહીં ઐતિહાસિક હડપ્પા વસાહતો

ડિજિટલ મશાલથી શ્રદ્ધાંજલિ પુન:સ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજિટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સીલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નીકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઈ શકાશે.

ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલ ટાઇમ આપાતકાલિન સ્થિતિ અંગે કન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ

સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગકચ્છનો વિશેષ રંગ ઉમેરાય તે હેતુથી આ મ્યુઝિયમની દિવાલો અને ફ્લોરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરની વિશેષતા એ છે કે સમય જતા લોકોની ચહલપહલથી તે વધુ મજબૂત અને સુંદર બનતો જાય છે.

હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે.

470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ ભુજના ભુજિયો ડુંગર (Bhujiyo Dungar at Bhuj) પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે. પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમ, સન પોઇન્ટ, 8 કિ.મી લંબાઈના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દિવાલો પર મુકવામાં આવી છે.

ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું. તેમાં ભોગ બનેલા નાગરિકોના યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોPM મોદી લેશે ભુજની મુલાકાત, સ્મૃતિવન, વિવિધ સ્મારક અને પ્લાન્ટનું કરશે લોકાર્પણ

જાપાન અને દ.આફ્રિકામાં પણ ભૂંકપને સમર્પિત મ્યુઝિયમ જાપાનમાં કોબે અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમ (Kobe Earthquake Memorial Museum in Japan) છે જેમાં ભૂકંપમાં બચી ગયેલા લોકોની કહાણીઓ, વ્યવસ્થાપન અને સ્થળાંતરને લગતી પ્રવૃત્તિઓ વિશે જણાવવામાં આવે છે. ભૂકંપ બાદ ઘટેલી પરિસ્થિતિનો ચિતાર પણ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં તુલબાગ અર્થક્વેક મ્યુઝિયમ (Tulbagh Earthquake Museum in South Africa) છે જેમાં સ્થાનિકો તેમના ભૂકંપ અંગેના અનુભવો વીડિયો અને પ્રદર્શન દ્વારા જણાવે છે. આ રીતે જ ભુજમાં પણ હવે ભૂકંપ અંગેનું વિશેષ મ્યુઝિયમ હવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Last Updated :Aug 28, 2022, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details