ગુજરાત

gujarat

કચ્છમાં લવજેહાદ મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી

By

Published : Mar 21, 2021, 10:18 AM IST

Updated : Mar 21, 2021, 2:19 PM IST

કચ્છ જિલ્લા દશનામ ગોસ્વામી હિતરક્ષક મંડળ સમાજની હિન્દુ દીકરીને વિધર્મી યુવક દ્વારા લવ જેહાદના કિસ્સાનો ભોગ બનાવી અપહરણ કરવામાં આવ્યું હતું. તે કિસ્સાનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

દશનામ ગોસ્વામી હિતરક્ષક મંડળ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
દશનામ ગોસ્વામી હિતરક્ષક મંડળ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

  • ગોસ્વામી સમાજની દીકરી લવજેહાદના કિસ્સાનો ભોગ બની
  • પોતાના જ ગામનો વિધર્મી યુવક અપહરણ કરીને ભગાડી ગયો
  • દશનામ ગોસ્વામી હિતરક્ષક મંડળ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી

કચ્છ :ભુજ તાલુકાના નારાણપર ગામની ગોસ્વામી સમાજની હિન્દુ દીકરીને ગામના જ વિધર્મી યુવક દ્વારા હિન્દુ સમાજની દીકરીને લલચાવી ફોસલાવીને લવજેહાદના કિસ્સામાં ભોગ બનાવવામાં આવી હતી. દીકરીને નારાણપર ગામથી અપહરણ કરીને ભગાડી જવામાં આવી હતી. આ કિસ્સામાં નારાણપર ગામના રહેવાસી, એક અન્ય યુવક તેમજ ગુનેગાર શખ્સના પિતા અને તેના મોટો ભાઈનો પણ સમાવેશ છે અને તે જ ગામના એક વિધર્મી યુવકનો પણ સમાવેશ છે.

આ પણ વાંચો :જૂનાગઢમાં કથિત લવ જેહાદના કિસ્સાના વિરોધમાં હિન્દુ સંગઠનોમાં રોષ

કિસ્સામાં સમાવિષ્ટ તમામ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી

અપહરણ થયેલી ગોસ્વામી સમાજની દીકરીના પરિવાર દ્વારા માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ કિસ્સામાં જે પણ લોકોનો સમાવેશ છે, તે તમામના નામો પણ પોલીસ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : લવ જેહાદ કાયદો બજેટ સત્રમાં પાસ નહીં થાય, બજેટ સત્ર બાદ કાયદો થશે પસાર

અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો

કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ પોલીસની નિષ્ક્રિયતાના કારણે પટેલ ચોવીસીના ગામોમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. તે કારણથી ગામમાં રહેતી બહેન-દીકરીઓની સલામતી જોખમમાં મૂકાઇ છે.

દશનામ ગોસ્વામી હિતરક્ષક મંડળ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

ઉકેલ નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

અપહરણનો ભોગ બનનાર દીકરીને તાત્કાલિક ધોરણે શોધી કાઢી તેના પરિવારજનોને સોંપવામાં આવે. આ ગુનાહિત કૃત્ય કરનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો આ અપહરણના કિસ્સામાં કોઈ પગલાં ભરવામાં નહિ આવે તો સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Last Updated : Mar 21, 2021, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details