ગુજરાત

gujarat

કચ્છમાં આત્મનિર્ભરતા સાથે દુધના પનીરનું ઉત્પાદન શરૂ, સરહદ ડેરીએ શરૂ કર્યો પ્લાન્ટ

By

Published : May 21, 2020, 8:44 PM IST

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા લાખોન્દ સ્થિત દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે સ્થાપવામાં આવેલ પનીર પ્લાન્ટનું ઉદ્ઘાટન સાથે પનીર ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. આમ હવે કચ્છને ઘરઆંગણે જ પનીર મળતું થશે.

Kutch milk cheese started production with self-sufficiency
કચ્છના દુધનું પનીર આત્મનિર્ભરતા સાથે ઉત્પાદન શરૂ

કચ્છઃ જિલ્લા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હૂંબલે ઈટીવી ભારતને જણાવાયું હતું કે, હાલમાં સરકારની ગાઈડલાઇન મુજબ મેળાવડો થઈ શકે નહીં તે હેતુથી દૂધ સંઘ દ્વારા મહત્વના નિર્ણયો લેવા માટે નિયામક મંડળની મિટિંગ પણ ઓનલાઈન ગોઠવવામાં આવેલ છે અને ઓનલાઈન જ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પનીર પ્લાન્ટ સરકારની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બનાવાયું છે. જેમાં 2 ટન પ્રતિ દિનની કેપેસિટી વાળા પનીર પ્લાન્ટ કુલ રૂપિયા 285 લાખ ખર્ચમાં બનાવવામાં આવ્યો છે, જેમાં 113 લાખ રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.

કચ્છના દુધનું પનીર આત્મનિર્ભરતા સાથે ઉત્પાદન શરૂ, સરહદ ડેરીએ શરૂ કર્યો પ્લાન્ટ
અત્યાર સુધી પનીર અમદાવાદ સ્થિત ફેડરેશનના અમુલ ફેડ ડેરી પ્લાન્ટમાંથી આવતું જેથી તેનો પરિવહન ખર્ચ તેમજ ટ્રાન્સપોર્ટેશન સમય બચાવવા માટે દૂધ સંઘ દ્વારા સરકારમાં પ્રોજેકટ રજૂ કરવામાં આવેલ હતો અને ફેડરેશન દ્વારા સરકારમાં સરહદ ડેરી દ્વારા પનીર પ્લાન્ટ સ્થાપવા માટે ભલામણ કરવામાં આવેલ હતી. જેનો સરકાર દ્વારા ત્વરિત સ્વીકાર કરી અને પનીર પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સરહદ ડેરી દ્વારા ત્વરિત કામ કાજ શરૂ કરી અને પ્રોજેકટની સ્થાપના કરવામાં આવેલ છે અને તાત્કાલિક પનીરનું પ્રોડકશન શરૂ કરી સરહદ ડેરીની બનાવટનું પનીર અમુલ પાર્લર પર હોટેલ, પ્રાઈવેટ ઘર વપરાસના વેચાણ માટે ઉપલબ્ધ થશે.પનીરનું પ્રોડકશન સરહદ ડેરીએ શરૂ કરતા કચ્છમાં જેટલો પનીરનો વપરાશ છે તે હવે સ્થાનિકથી કચ્છમાં જ અમુલના વેચાણ કેન્દ્રો ઉપરથી પૂરતા જથ્થામાં ઉપલબ્ધ થશે. આ પનીર પ્લાન્ટના સ્થાપના માટે સહયોગ આપનાર કચ્છ જિલ્લાના તમામ પશુપાલકો, નિયામક મંડળના સભ્યો, કર્મચારીઓને વલમજીભાઈ હુંબલે શુભેચ્છા પાઠવી હતી.

આ દરમિયાન તાજેતરતમાં 'સરહદ ડેરી' દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે નવી પ્રોડકટ અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ દૂધનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. જે પ્રોડકટનું ઓનલાઈન લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રાધાન્ય આપ્યું છે, જેમાં સરહદ ડેરી અને અમૂલનો બહુમૂલ્ય યોગદાન છે, જેમાં સ્થાનિકે પશુપાલકો પાસેથી દૂધ કલેકશનથી લઈ અને વેચાણ સુધીની શૃંખલાને મજબૂત કરવા ઉત્તરોત્તર નવીન પ્રોડકટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી અને વેચાણ કરવામાં આવે છે.

સ્લિમ એન્ડ ટ્રીમ દૂધએ સરહદ ડેરીની બનાવટ કચ્છ જિલ્લાની બજારમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ થશે. લોકડાઉનના સમયમાં દૂધનો નિકાલ મુશ્કેલ હોઈ વિવિધ બનાવટો રજૂ કરી દૂધનો વધુમાં વધુ ઉપયોગ કરી અને વેચાણ કરવાનો ઉદ્દેશ છે.

અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ મિલ્કએ ઉચ્ચ ન્યૂટ્રિશન વેલ્યૂ ધરાવતું દૂધ છે, જેમાં અન્ય દૂધ કરતાં વધુ પ્રોટીન અને કેલ્શિયમ છે અને ઓછી કેલેરીવાળું છે જે શરીરના વજનને કંટ્રોલમાં રાખવા માટે ઉપયોગી છે. સ્લિમ એન્ડ ટ્રીમ ઉચ્ચ ગુણવત્તાયુક્ત દૂધ અન્ય દૂધ કરતા સસ્તું 8 રૂપિયા પ્રતિ 200 મિ.લીના કચ્છમાં અમૂલ ઉત્પાદન વેચાણ કરતા રિટેલર તથા અમૂલ પાર્લર પર ઉપલબ્ધ થશે.

ABOUT THE AUTHOR

...view details