ગુજરાત

gujarat

Kutch Farmers Fury : કચ્છના ખેડૂતોમાં રોષ, 4થી જુલાઈએ કેમ કરશે આંદોલન જાણો

By

Published : Jun 25, 2022, 2:46 PM IST

ખેતર વાડીઓમાં વીજ મીટર પ્રથા મરજિયાત કરવાની માંગને લઇ કચ્છના ખેડૂતોમાં રોષ (Kutch Farmers Fury) લાંબા સમયથી ખેડૂતો કરી રહ્યાં છે. પણ હવે આ મુદ્દે સરકાર દ્વારા હવે કોઈ ચોક્કસ પગલાં લેવામાં નહીં આવે તો 4થી જુલાઈના રોજ જિલ્લાસ્તરે આંદોલન કરવાની ચીમકી (Threat of agitation From Bhartiya Kisan Sangh ) ઉચ્ચારવામાં આવી છે.

Kutch Farmers Fury : કચ્છના ખેડૂતોમાં રોષ, 4થી જુલાઈએ કરશે કેમ કરશે આંદોલન જાણો
Kutch Farmers Fury : કચ્છના ખેડૂતોમાં રોષ, 4થી જુલાઈએ કરશે કેમ કરશે આંદોલન જાણો

કચ્છ - ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લામાં ખેડૂતો ખેતર વાડીઓમાં વીજ મીટર પ્રથા મરજિયાત કરવાની માંગ સાથે અનેક વખત રસ્તા પર (Kutch Farmers Fury)ઉતર્યા છે તો અનેક વખત ધરણાં પણ કર્યા છે પરંતુ સરકાર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં નથી આવતા. મીટર મારફતે મળતી વીજળીના કારણે ખેડૂતોને અનેક ગણા નુકસાન વેઠવા પડી રહ્યા છે.જો સરકાર દ્વારા હવે કોઈ ચોક્કસ પગલાં લેવામાં નહીં આવે તો આગામી 4થી જુલાઈના રોજ જિલ્લાસ્તરે આંદોલન કરવાની ચીમકી આપવામાં (Threat of agitation From Bhartiya Kisan Sangh ) હતી તો સાથે જ ભારતીય જનતા પાર્ટીને કિસાન સંઘ દ્વારા ઘરભેગી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.

4થી જુલાઈના રોજ જિલ્લાસ્તરે આંદોલન કરવાની ચીમકી

મીટર પ્રથાને લઈને કચ્છના ખેડૂતો આકરા પાણીએ -સરહદી જિલ્લા કચ્છમાં ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરતા આવ્યા છે. ત્યારે નર્મદાના પાણી, મીટર પ્રથા, વીજ કનેક્શન વગેરે જેવા પ્રશ્નો ખેડૂતોને સતત સતાવતા આવ્યા છે.જેને લઇને ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યભરમાં અનેકવાર ધરણાં પ્રદર્શન યોજી તાલુકા મથકો ઉપર મામલતદારોને આવેદન પત્ર પાઠવી આ મુદ્દે અનેકવાર રજૂઆત પણ કરી હતી. પરંતુ હવે કચ્છના ખેડૂતો આકરા પાણીએ થયા છે અને ફરી એકવાર ઉગ્ર આંદોલન (Kutch Farmers Fury) કરવાની વાત ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ (Threat of agitation From Bhartiya Kisan Sangh )કરી હતી.

આ પણ વાંચોઃ વીજ ચોરી અટકાવવા સરકાર લાવી રહી છે નવી યોજના, જાણો શું છે આ યોજના

80ના દાયકામાં મીટર પ્રથાના વિરોધમાં કચ્છના ખેડૂતોના મોત થયા હતા - ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા પ્રમુખ શિવજીભાઇ બરાડીયાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા છેલ્લાં બે વર્ષોથી ખેતરોમાં વીજ મીટરનો વિરોધ (Kutch Farmers Fury) કરવામાં આવી રહ્યો છે. 80ના દાયકામાં પણ આ મામલે જ ચાલતા વિરોધમાં કચ્છના ખેડૂતોના મોત થયા હતા જે બાદ મીટર પ્રથા બંધ કરાઈ હતી. પણ સમય સાથે મીટર પ્રથા ફરી શરૂ કરાતાં કચ્છના ખેડૂતો દ્વારા ફરી વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા થોડા સમયથી ભારતીય કિસાન સંઘ દ્વારા નર્મદાના પાણી સહિત મીટર પ્રથા નાબૂદ કરવા મુદ્દે પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતાં.

સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં કિસાન સંઘમાં પણ હવે ભારે રોષ -ઉલ્લેખનીય છે કે, ગત 15મી જૂને ભારતીય કિસાન સંઘના આહવાનથી રાજ્યભરમાં ખેડૂતો તાલુકા મથકો પર ધરણાં યોજી વિરોધ (Kutch Farmers Fury)દર્શાવ્યો હતો. કચ્છના દસ તાલુકાઓમાં ખેડૂતોએ મળી ધરણાં પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તો સાથે જ તાલુકા મામલતદાર મારફતે રાજ્યના મુખ્યપ્રધાનને આવેદન પત્ર પાઠવી મીટર પ્રથા મરજિયાત કરવાની માંગ કરી હતી પરંતુ વારંવાર લેખિત રજૂઆતો કર્યા છતાં પણ કોઈ પગલાં ન લેવાતાં કિસાન સંઘમાં પણ હવે ભારે રોષ (Threat of agitation From Bhartiya Kisan Sangh ) છે.

આ પણ વાંચોઃ Farmres Of kutch: આખરે કચ્છના ખેડૂતો થયા રાજી, ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો

સરકારનો વિરોધ નોંધાવી કોંગ્રેસની જેમ ઘરભેગા કરવાની ચેતવણી - આગામી 4થી જુલાઈએ સરહદી જિલ્લા કચ્છને અન્ય જિલ્લાઓ સાથે જોડતો મુખ્ય માર્ગ સામખિયાળી માર્ગ પર રસ્તા રોકો આંદોલન (Samakhiali road Block) કરવામાં આવશે. તેમજ અનેક વિરોધ પ્રદર્શિત કરતાં કાર્યક્રમો અને આંદોલન (Kutch Farmers Fury)કરવામાં આવશે સાથે જ આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની બેઠકમાં પ્રમુખ શિવજીભાઇ બરાડીયાએ સરકારનો વિરોધ નોંધાવતા તેમને કોંગ્રેસની જેમ ઘરભેગા કરવાની ચેતવણી (Threat of agitation From Bhartiya Kisan Sangh ) પણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details