ગુજરાત

gujarat

GSEB HSC 12th Result 2023: ધોરણ 12 સમાન્ય પ્રવાહનું કચ્છ જિલ્લાનું રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ, જાણો કારણ

By

Published : May 31, 2023, 1:19 PM IST

રાજ્યમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં રાજ્યનું 73.27 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતા 13 ટકા ઓછું છે. કચ્છ જિલ્લાનું 33 જિલ્લામાં સૌથી વધુ 84.59 ટકા પરિણામ આવ્યું છે. ક્યાં કારણોસર કચ્છ જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે તે અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વાતચીત કરી હતી.

kutch-district-best-result-in-state-for-class-12-general-stream
kutch-district-best-result-in-state-for-class-12-general-stream

સામાન્ય પ્રવાહના પરિણામમાં શા માટે કચ્છ જિલ્લાએ મારી બાજી?

કચ્છ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્ચ મહિનામાં પરીક્ષા યોજાઈ હતી જેમાં કચ્છમાંથી માર્ચ 2023 માં કુલ 12, 339 જેટલા નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 10447 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 1892 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. A1 ગ્રેડમાં 45 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 683, B1 ગ્રેડમાં 1909, B2 ગ્રેડમાં 2624, C1 ગ્રેડમાં 2994, C2 ગ્રેડમાં 1954, D ગ્રેડમાં 224 to E1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

શ્રેષ્ઠ પરિણામના કારણો:જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ વખતે કચ્છ જિલ્લાનું પરિણામ ખૂબ સારું જોવા મળ્યું છે. રાજ્યના 73.27 ટકાના સાપેક્ષમાં કચ્છ જિલ્લાનું પરિણામ 84.59 ટકા સાથે સારું આવ્યું છે. સમગ્ર કચ્છની વાત કરીએ તો પરિણામ સારું આવવાના કારણોમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે તાલુકા કક્ષાએ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી સેમિનાર પણ રાખવામાં આવ્યા હતા.

'આર. ડી. વરસાણી હાઇસ્કુલ ખાતે 3000 વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર રાખવામાં આવી હતી. ઉપરાંત સૌથી શ્રેષ્ઠ પરિણામ માટે અસરકારક પ્રિ-બોર્ડ એક્ઝામ રહ્યું કે જેમાં બોર્ડની રીતે જ બારકોડ છાપીને આખા જિલ્લાની અંદર પરીક્ષા લેવામાં આવી જેના થકી આજે જાહેર થયેલું પરિણામ ખૂબ સારું જોવા મળી રહ્યું છે. આ પરિણામનું શ્રેય જિલ્લાના તમામ શિક્ષકમિત્રો, શાળાના આચાર્ય, સંચાલકો તેમજ જિલ્લા શિક્ષણ કચેરીની સમગ્ર ટીમને જાય છે. જિલ્લામાં 100 ટકા પરિણામ વાળી પણ ઘણી બધી શાળાઓ છે જેમાંથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પણ મોખરે છે.'-સંજય પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી

સખત મહેનત અને પરિશ્રમનું પરિણામ: ભુજની માતૃછાયા કન્યા વિધાલયની 14 વિધાર્થિનીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જે અંગે Etv Bharat સાથે વાતચીત કરતાં શાળાના સામાન્ય પ્રવાહના શિક્ષિકા ભાવિનીબેન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સખત મહેનત અને પરિશ્રમના કારણે આજે કચ્છ જિલ્લાનું ઉત્તમ પરિણામ આવ્યું છે અને કચ્છ જિલ્લો રાજ્યમાં મોખરે આવ્યો છે. અમારી શાળાની વિધાર્થિનીઓએ ખૂબ સરસ મહેનત કરી અને ગુરૂજનોના માર્ગદર્શન હેઠળ ઉજળું પરિણામ લાવી છે. જે વિધાર્થિનીઓ નબળી હોય તેને વધારે ને વધારે મહેનત કરાવવામાં આવે છે તો જે ટોપર્સ છે તેઓ વધુ સારા માર્કસ લાવે તેના માટે પણ વધુ ધ્યાન આપવામાં આવે છે.

જિલ્લામાં ટોપ કરનાર વિદ્યાર્થિની ઠકકર ક્રિશાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આજે પરિણામમાં તેને 99.99 પર્સેન્ટાઇલ અને 95.75 ટકા સાથે ઉતીર્ણ થઈ છે. પોતાના સારા રીઝલ્ટ બાબતે તેને માતાપિતા અને શિક્ષકોને શ્રેય આપ્યો હતો. 10માં ધોરણમાં 1 માર્કસથી A1 ગ્રેડ ચૂકી જતા ધોરણ 12માં A1 ગ્રેડ લાવવાના લક્ષ્ય સાથે સવારના વહેલી ઊઠીને મહેનત કરી છે તેમજ થિયરીના વિષયો પર ધ્યાન આપી પુનરાવર્તન કર્યું હતું તો શાળામાં એકાઉન્ટ્સ, આંકડાશાસ્ત્ર જેવા વિષયોની પ્રેક્ટિસ કરી હતી. આગામી સમયમાં હવે CA બનવું છે અને તેના માટે હાલથી જ મહેનત શરૂ કરી દીધી છે.

  1. GSEB HSC 12th Result 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73. 27 ટકા પરિણામ, આ રીતે જોઈ શકશો
  2. HSC Result 2023 : સુરતમાં સારા પરિણામ આવતા વિદ્યાર્થીઓએ સાફો બાંધી ઝૂમ્યા ગરબે

ABOUT THE AUTHOR

...view details