ગુજરાત

gujarat

દુબઈમાં પતિને બ્રેઈન સ્ટ્રોક આવતા પત્નીએ અંગદાન કરીને ત્રણને જીવનદાન આપ્યું

By

Published : Sep 6, 2021, 1:29 PM IST

દુબઈમાં રહેતા એક ગુજરાતી મહિલા માટે એક દુઃખદ ઘટના બની હતી.ખુશખુશાલ રહેતા દંપતીમાં અચાનક જ નિલેશભાઈને બ્રેઈન એટેક આવ્યો હતો અને તેમનું બ્રેઈન ડેડ થઈ ગયું ત્યારે તેમના પત્ની ખુશ્બુબેનએ એક ઉમદા કાર્ય અંગદાન કરી ત્રણ જણને નવજીવન આપ્યું હતું.

dubai
દુબઈમાં પતિને બ્રેઈન સ્ટ્રોક આવતા પત્નીએ અંગદાન કરીને ત્રણને જીવનદાન આપ્યું

  • દુબઈમાં રહેતા ખુશ્બુબેનની ખુશ્બુ આરબ અમિરાતમાં ફેલાઈ
  • પતિને બ્રેન સ્ટ્રોક આવતાં પત્નીએ તેમનાં લીવર, કિડની, ફેફસાં દાન કર્યાં, ત્રણને નવજીવન આપ્યું
  • વિદેશની ધરતી પર મહિલાએ ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું



કચ્છા: વિદેશમાં એક મહિના અગાઉ ગુજરાતી શ્રીમાળી સોની પરિવારના 55 વર્ષીય નિલેશભાઈ અને તેમના પત્ની ખુશ્બુબેન ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા હતાં પરંતુ એક દિવસ અચાનક નિલેશભાઇને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને બ્રેઈન ડેડ થઈ જતાં મૃત્યુ નિશ્ચિત હતું, ત્યારે પત્નીએ તેમના અંગદાનનો નિર્ણય લીધો હતો અને લીવર, કિડની અને ફેંફસાનું પ્રત્યાર્પણ કરી ત્રણ આરબ વ્યક્તિને જીવનદાન આપ્યું હતું.

સમાજને ઉપયોગી થવાના વિચાર સાથે અંગદાન કર્યું

ગત 11 જુલાઈના સાંજે દુબઈમાં રહેતા 55 વર્ષના નિલેશભાઈને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને રક્ત દબાણ વધતાં તાત્કાલિક આઇસીયુ બોલાવી ટ્રીટમેન્ટ કરાઈ, પરંતુ સ્ટ્રોક એટલી હદ્દે તીવ્ર હતો કે, તેમના રહેણાંકના પાર્કિગમાં જ કોમામાં સરી પડ્યા હતા. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ડોકટરની ટીમે બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા અને નિલેશભાઇનું મૃત્યુ નિશ્ચિત હતું. સમાજને ઉપયોગી થવાના વિચાર સાથે તેમના પત્ની ખુશ્બુબેને બેભાન પતિના હૃદય પર હાથ રાખી અને તેમને નિર્ણય જણાવ્યો કે, અંગદાન કરવું છે જેથી તેમની સ્મૃતિ જીવંત રહે.

દુબઈમાં પતિને બ્રેઈન સ્ટ્રોક આવતા પત્નીએ અંગદાન કરીને ત્રણને જીવનદાન આપ્યું

આ પણ વાંચો : UPના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશી સામે નોંધાઈ FIR, યોગી સરકાર વિરુદ્ધ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

દુબઈ સરકારે ખુશ્બુબેનને પ્રસંશાપત્ર આપ્યું

ખુશ્બુબેનને દુબઈ સરકાર તરફથી પ્રસંશાપત્ર પણ આપવામાં આવ્યું હતું.પતિના અંગોનું દાન કરવાના નિર્ણયને દુબઈ સરકારે વખાણ્યો હતો. યુએઈ ટ્રાન્સપ્લાંટેશનના ચેરમેન ડૉ. અબ્દુલ અલીકરમે લેખિતમાં પ્રસંશા કરતા જણાવ્યું છે કે, પરિવાર પર આવી પડેલી આફત વચ્ચે આ નિર્ણય સમાજ માટે પ્રેરણાદાયી છે. દર્દીઓ કે જેમને જીવનદાન મળ્યું છે, તેમને જીવન જીવવાની આશા આપવા બદલ આભાર માન્યો હતો.

લોકો પણ ઓર્ગન ડોનેશન માટે આગળ આવી અને કોઈકને નવજીવન આપે: ખુશ્બુબેન સોની

દુબઈથી મીડિયા સાથે વાત કરતા ખુશ્બુબેનએ જણાવ્યું હતું કે, " તેમના પતિને બ્રેઈન સ્ટ્રોક આવતા ડોકટરે સારવાર દરમિયાન બ્રેન ડેડ જાહેર કર્યા હતા અને ઓર્ગન 100 ટકા સુરક્ષિત હોતા ઓર્ગન ડોનેશન માટે પ્રસ્તાવ મૂક્યો હતો અને હું અને મને સતત સાથ અને સહકાર આપનાર સૌરભ પચ્ચિગરે આ પ્રક્રિયા માટે દુબઇની સેહા કિડની કેરના વહીવટકર્તાને જાણ કરી અને તમામ ફૉર્માલીટી પૂર્ણ કરી. 17 જુલાઈ, 2021ના રોજ નિલેશના ફેફસાં એક 35 વર્ષીય વ્યક્તિમાં લગાવવામાં આવ્યા હતા, એક કિડની 57 વર્ષના માણસ પાસે ગઈ હતી અને 43 વર્ષના પુરુષમાં લીવરનું સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.આ ઓર્ગન ડોનેશનનું કાર્ય મારા પતિની આત્માને શાંતિ મળે એટલે કરવામાં આવ્યું છે. હું દરેક લોકોને અપીલ કરીશ કે તમે લોકો પણ ઓર્ગન ડોનેશન માટે આગળ આવી અને કોઈકને નવજીવન આપો.

આ પણ વાંચો : સુરતમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ગુજરાતી સોની સમાજ માટે ગૌરવ લેવા જેવી ઘટના: પ્રમુખ,શ્રીમાળી સોની સમાજ દુબઈ

આ અંગે શ્રીમાળી સોની સમાજ દુબઈના પ્રમુખે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,સમસ્ત ગુજરાતી સોની સમાજ માટે આ ગૌરવની વાત છે. સમાજનો જે કોઈ પણ વ્યકિત સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે સમાજના દરેક લોકો તેની નોંધ લે અને તેનું ગૌરવ લે છે. નિલેશભાઈનું મૃત્યુ એ એક દુઃખદ ઘટના છે, પરંતુ તેના અવસાન બાદ તેમના અમૂલ્ય અંગોનું દાન કરવાના નિર્ણય તેમના પત્ની ખુશ્બૂબેને લેતા સમસ્ત ગુજરાતી સોની સમાજ માટે ગૌરવ લેવા જેવી ઘટના છે. આ ઉપરાંત દુબઈ સ્થિત તમામ ગુજરાતી અને કચ્છી સમાજ તેમની સાથે છે.

ABOUT THE AUTHOR

...view details