ગુજરાત

gujarat

અબડાસામાં પ્રાંત અધિકારીએ મતગણરી કેન્દ્રોની આપી માહિતી

By

Published : Mar 2, 2021, 1:09 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કચ્છના અબડાસા ખાતે સમગ્ર જિલ્લામાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી અબડાસા અને PSI દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે બેઠક યોજી મતગણતરી અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી.

કચ્છ
કચ્છ

  • અબડાસા ખાતે જિલ્લા, તાલુકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી શરૂ
  • PSI દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે બેઠક યોજાઇ
  • મતગણતરી અંગેની આપવામાં આવી સૂચનાઓ

કચ્છઃઅબડાસા ખાતે જિલ્લા, તાલુકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે, ત્યારે આ બાબતે ચૂંટણી અધિકારી કચ્છ જિલ્લા પંચાયત અને પ્રાંત અધિકારી અબડાસા તથા તાલુકા વિકાસ અધિકારી અબડાસા અને PSI દ્વારા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે બેઠક યોજી મતગણતરી અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી.

કચ્છ

ગણતરી અંગેના પ્રશ્નોના યોગ્ય નિકાલ

અબડાસામાં ત્રણ અલગ-અલગ કાઉન્ટિંગ હોલ બનાવવામાં આવેલા છે. જેમાં કાઉન્ટિંગ હોલ નંબર એકમાં ચૂંટણી અધિકારી કચ્છ જિલ્લા પંચાયત મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી અબડાસા દ્વારા કચ્છ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ 22- મોથાળા, 25- નલીયા તથા 39 વાયોરની મતગણતરી યોજવામાં તેમજ કાઉન્ટિંગ હોલ નંબર બે જેમાં ચૂંટણી અધિકારી અબડાસા તાલુકા પંચાયત અને મામલતદાર અબડાસા હસ્તકના બાર સીટની મતગણતરી યોજવામાં આવશે તથા કાઉન્ટિંગ હોલ નંબર ત્રણમાં ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અબડાસાની 6 સીટની મતગણતરી યોજવામાં આવશે તથા ઉમેદવારોના મત ગણતરી અંગેના પ્રશ્નોના યોગ્ય નિકાલ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details