ગુજરાત

gujarat

Gujarat weather: આગામી બે દિવસ કોલ્ડ વેવની આગાહી, કચ્છ બન્યુ કાશ્મીર

By

Published : Jan 23, 2023, 12:41 PM IST

ગુજરાતીઓ ફરી વાત તૈયાર રહેજો. તારીખ 26થી બે દિવસ કોલ્ડ વેવની (Gujarat weather) આગાહી કરવામાં આવી છે. રાજ્યના મહાનગરમાં પડશે ભારે ઠંડી. પારો વધુ બેથી ત્રણ ડિગ્રી ગગડવાની આગાહી હવામાન વિભાગએ કરી છે.

Gujarat weather: ઠંડીનું જોર વધ્યું, આગામી બે દિવસ કોલ્ડ વેવની આગાહી
Gujarat weather: ઠંડીનું જોર વધ્યું, આગામી બે દિવસ કોલ્ડ વેવની આગાહી

કચ્છ:ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશાએથી ફુંકાતા બરફીલા પવનથી રાજ્ય ફરી ઠંડુગાર બન્યું છે. લઘુતમ તાપમાન એકથી ચાર ડિગ્રી ગગડવા સાથે મહત્તમ તાપમાન નોંધનીય રીતે નીચે તરતાં આખો દિવસ ઠાર સાથેની ટાઢક અનુભવાઈ રહી છે.

કચ્છ બન્યુ કાશ્મીર: નલિયામાં પારો ગગડીને 8.0 ડિગ્રીએ પહોંચ્યો હતો. જિલ્લા મથક ભુજમાં પણ એક ડિગ્રીના ઘટાડા સાથે પારો ફરી એકવાર 10.0 ડિગ્રી પહોંચીને સિંગલ આંક તરફ પહોંચી રહ્યો છે. હવામાન વિભાગે વધુ બે દિવસ શીતલહેર કચ્છ તેમજ રાજ્યના મહાનગર અમદાવાદ, ગાંધીનગરને થરથરાવશે તેવી આગાહી કરી છે. પારો વધુ બેથી ત્રણ ડિગ્રી ગગડવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat weather: ઠંડીનું જોર વધ્યું, આગામી બે દિવસ કોલ્ડ વેવની આગાહી

આખો દિવસ ગરમ કપડાં:રાજયમાં આખો દિવસ 10થી 20 કિલોમીટરની ઝડપે સૂસવાટા મારતો પવન ફૂંકાતા લોકોને આખો દિવસ ગરમ કપડાં પહેરી રાખવાની ફરજ પડી હતી. રાજ્યના પાંચ શહેરમાં પારો એકલ આંકમાં નોંધાયો, તેમાં નલિયા રાજ્યનું પ્રથમ બન્યું હતું. હવામાન વિભાગે પારો વધુ બેથી ત્રણ ડિગ્રી ગગડવાની આગાહી કરી છે. ઠંડીની ધાર તિક્ષ્ણ બનવાની સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો બર્ફીલા પવનથી ગુજરાત ઠુંઠવાયું, નલિયા કાશ્મીર બનતા ઠંડુગાર

ઠંડીનું જોર યથાવત્:સતત ત્રીજા દિવસે દક્ષિણ પશ્ચીમ રાજસ્થાન આસપાસ સર્જાયેલું સાયક્લોનીક સર્કયુલેશન યથાવત્ રહેતાં કચ્છ સહિત રાજ્યમાં તીવ્ર ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. હજુ પવનની ગતિ વધવા સાથે ઠંડીની ધાર તિક્ષ્ણ બનવાની સંપૂર્ણ શક્યતા હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. કચ્છ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, ગાંધીનગરમાં કોલ્ડવેવ એટલેકે શીતલહેરની સ્થિતી જોવા મળશે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાનો દોર જારી રહેતાં પવનના સથવારે 27મી તારીખ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશે. ઠંડીની તિવ્રતા યથાવત્ રહેતાં શાળાના બદલેલા સમયનો ગાળો લંબાયો છે. ઉલ્લેખનીય છે કે, ગયા રવિવારે નલિયામાં સીઝનનું સર્વાધિક નીચું 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો તૈયાર રહેજોઃ ઓખાથી લઈ ઉમરગામ સુધીના પંથકમાં અનંતનાગ જેવી ઠંડીના એંધાણ

કામ સિવાય બહાર:કોરોનાકાળ બાદ ભુજ શહેર, તાલુકાના સરહદી ગામો અને જિલ્લાના દુર્ગમભાગોમાં ઉભી થયેલી શીત સંચારબંધી જેવી સ્થિતિમાં કચ્છના કલેક્ટરે પ્રથમ વખત માર્ગદર્શિકા બહાર પાડીને જિલ્લામાં બે દિવસ શીત લહેરની આગાહીને લઇને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ પણ કરી છે. હજુ પણ ગુજરાત સહિત અનેક રાજયોમાં ઠંડી પડી શકે છે.

ઠંડીમાં ધ્યાન રાખવા સૂચનો:લોકોને કામ સિવાય ઘરથી બહાર ન નીકળવા, ઠંડા પવનો ઘરમાં ન આવે તે માટે ઘરના દરવાજા, બારીઓ યોગ્ય રીતે બંધ કરવા, ઠંડીથી ફલુ, વહેતું કે ભરેલું નાક, નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે, જેથી તબીબની સલાહ લેવા, કપડા, ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઇટ અને દવાઓનો પૂરતો જથ્થો રાખવા, હવામાન વિભાગની ઠંડીને લગતી માહિતીને અનુસરવા, ફેફસાને સુરક્ષિત રાખવા મોં, નાક, માથાને ઢાંકવા, રોગ પ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામીન સી થી ભરપૂરત ફળો, શાકભાજી ખાવા, નિયમિત ગરમ પ્રવાહી પીવા, નવજાત શિશુ, બાળકો, વૃધ્ધોની ખાસ તકેદારી રાખવા, બંધ જગ્યાઓમાં કોલસો કે, લાકડા ન બાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details