ગુજરાત

gujarat

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થયો ઘટાડો, જિલ્લાઓમાં નોંધાયું સામાન્ય તાપમાન

By

Published : Jan 21, 2022, 11:41 AM IST

ગઈકાલથી સમગ્ર રાજ્યમાં તાપમાન (Gujarat Weather Report) સામાન્ય નોંધાઈ રહ્યું છે. થોડાક દિવસોથી ઠંડીનો ચમકારો (Cold Temperature in Gujarat) પણ ઘટ્યો છે, ત્યારે આજે પણ રાજ્યના જિલ્લાઓમાં 15 ડિગ્રીથી 20 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. આજે સવારથી જ રાજ્યના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થયો ઘટાડો, જિલ્લાઓમાં નોંધાયું સામાન્ય તાપમાન
Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થયો ઘટાડો, જિલ્લાઓમાં નોંધાયું સામાન્ય તાપમાન

કચ્છઃ ગઈકાલથી સમગ્ર રાજ્યમાં તાપમાન(Gujarat Weather Report) સામાન્ય નોંધાઈ રહ્યું છે, ત્યારે રાજ્યમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો, આજ સહિત આવતીકાલ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને (Effect of Western Disturbances) પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ વરસી શકે છે. જેથી કરીને 22મી જાન્યુઆરી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. તેમજ બોટોને દરિયામાંથી પરત બોલાવી લેવા સૂચના અપાઈ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને પગલે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો (Unseasonal Rain in Gujarat) આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો (Cold Temperature in Gujarat) ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. તેમજ સવારના ભાગમાં ઠંડા પવનો અનુભવાય તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. દિવસ દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ (Rainfall forecast in Gujarat) થવાની સંભાવના પણ રહેલી છે.

આ પણ વાંચોઃwinter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

કચ્છ જિલ્લામાં આજે વરસી શકે છે કમોસમી વરસાદ

કચ્છ જિલ્લામાં આગાહી મુજબ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને માવઠાની આગાહી વચ્ચે માક આવી હતી. પશ્ચિમ કચ્છમાં ગાઢ ધૂમમ્સ છવાઈ હતી. તો 9 વાગ્યા બાદ સુરજના દર્શન થયા હતા અને સામાન્ય તાપમાન નોંધાયું હતું. આજે કચ્છ જિલ્લાના ભુજ, નલિયા અને કંડલા ખાતે કમોસમી વરસાદની આગાહી (Non Season rain in Gujarat) કરવામાં આવી છે.

આજે રાજ્યના ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું

હવામાન વિભાગ (Meteorological Department in Gujarat) દ્વારા આજે રાજ્યના જિલ્લાઓમાં 15 ડિગ્રીથી 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના મહાનગર ગાંધીનગર ખાતે 15.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં ઘટ્યું હતું અને મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

ક્રમ મહાનગરો તાપમાન
1 અમદાવાદ 16.8
2 ગાંધીનગર 15.0
3 રાજકોટ 19.1
4 સુરત 19.8
5 ભાવનગર 19.1
6 જૂનાગઢ 16.0
7 બરોડા 16.4
8 નલિયા 19.6
9 ભુજ 19.4
10 કંડલા 18.4

આ પણ વાંચોઃCold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું

ABOUT THE AUTHOR

...view details