ગુજરાત

gujarat

દુધઈના વેપારી સાથે હેન્ડ ગ્લોઝની ખરીદીના નામે 8.96 લાખની છેતરપિંડી

By

Published : Aug 21, 2021, 9:09 AM IST

Updated : Aug 21, 2021, 10:38 AM IST

અંજાર તાલુકાના જુની દુધઈના વેપારી સાથે હાથના મોજાં ખરીદીના નામે ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. વેપારી સાથે મુંબઈની પેઢીના જવાબદાર વ્યક્તિ બનીને ફોન પર સંપર્ક કરીને બેંકની માહીતી મેળવી હતી અને ત્યાર બાદ 4 લાખ નંગ હાથના મોજા ખરીદીનો સોદો કરી તેના પેટે રૂપિયા 8,96,000 પડાવી લેવામાં આવ્યા હતા.

anjar
દુધઈના વેપારી સાથે હેન્ડ ગ્લોઝની ખરીદીના નામે 8.96 લાખની છેતરપિંડી

  • જૂની દુધઈ ગામમાં એક વેપારી સાથે છેતરપિંડી
  • વેપારી સાથે 8 લાખ ઉપરની રકમની કરવામાં આવી છેતરપિંડી
  • ઘટનાને 1 વર્ષ થયા છતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં

અંજાર: હાલમાં કોરોના કાળમાં ઓનલાઈન છેતરપિંડીની ઘણી ઘટનાઓ સામે આવી છે અને વેપારીઓને મોટી રકમ ગુમાવવાનો વારો પણ આવ્યો છે, આવો જ એક કિસ્સો અંજાર તાલુકાના જૂની દુધઈ ગામેથી સામે આવ્યો હતો. હિતેન્દ્ર અંબાવીભાઈ હાથિયાણી પોતાનો વેપાર ચૈન્નેઈથી કરતા હતા પણ હાલ કોરોનાને કારણે પોતાના ગામેથી કરી રહ્યા હતા. થોડા સમય પહેલા તેમને એક ઓર્ડર બાબતે મુંબઈની ખાનગી કંપનીમાંથી કોલ આવ્યો હતો અને 4 લાખ હેન્ડ ગ્લવ્ઝનો ઓર્ડર કર્યો હતો.

8.96 લાખની રકમ ચૂકવાઇ પરંતુ માલ ના આવ્યો

આરોપી અરૂણભાઈએ બીલની રકમ એડવાન્સમાં ચુકવવાની વાત કરતા ફરિયાદીએ તેના બેંકના એકાઉન્ટની માહીતી મેળવી તેના પર 8,96,000નું પેમેન્ટ કર્યું હતું પણ બેન્ક માંથી કપાયેલી રકમ પરત આવતા બેંકને કોલને કરીને પૂછતા ટેકનિકલ કારણોસર રકમ પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીએ ટુકડે-ટુકડે 3 લાખ, 3 લાખ અને 2.96 લાખ RTGS કરી રકમ મોકલી આપી હતી, પણ માલ સમયસર ન મળતા તેમણે આરોપીને કોલ કર્યા હતા ત્યારે ,તમારો માલ સાંજના નિકળી જશે, અને આવતીકાલે ચેન્નાઈ તમારી દુકાને પહોંચી જશે જેવા ઉડાઉ જવાબ આપ્યા બાદ તા.21/07 ના માલ ન પહોંચતા અરૂણભાઈ નામના વ્યક્તિને ફોન કર્યો હતો પણ ત ફોન બંધ આવ્યો હતો.

આ પણ વાંચો : મેરામણ કરે છે મહાદેવને અભિષેક, શ્રાવણ માસમાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો થાય છે ધન્ય

વેપારી બન્યો છેતરપિંડીનો ભોગ

સમયસર ઓર્ડન ન મળતા ફરીયાદીએ શેફ હેલ્પ એન્ટરપ્રાઇઝ કંપનીનો ફોન નંબર ઓનલાઈન શોધી કંપનીને ફોન કર્યો હતો. ત્યારે કંપની દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આવો કોઈ ઓર્ડર મળ્યો નથી તેમજ અરૂણભાઈ નામનો વ્યક્તિ પણ અહીં કોઈ કામ કરતું નથી. જેથી વેપારી પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણ થતા સમગ્ર મામલે દુધઈ પોલીસ મથકે અરૂણભાઈ નામના વ્યક્તિ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

દુધઈના વેપારી સાથે હેન્ડ ગ્લોઝની ખરીદીના નામે 8.96 લાખની છેતરપિંડી

પોલીસ કાર્યવાહીમાં વિલબં

ફરિયાદીનું કહેવું હતું કે, તેમને દુધઈ પોલીસ સ્ટેશને આદિપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા કહ્યું હતું. જેથી તેમણે એસ.ઓ.જીમાં ફરીયાદ નોંધાવી હતી અને આરોપીનું એકાઉન્ટ સીઝ કરાવ્યું હતું. ફરિયાદી દ્વારા એસ.ઓ.જી ઓફિસમાં તમામ આધાર પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ફરિયાદીને જણાવવામાં આવ્યું હતું કે, તપાસ દરમિયાન તેમની જરૂર પડશે ત્યારે તેમને બોલાવવામાં આવશે. આજે એક વર્ષનો સમય પસાર થયો હજુ સુધી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.

કંપનીના નામે અનેક ફ્રોડ

ફરિયાદીએ જ્યારે શેફ હેલ્પ એન્ટરપ્રાઇઝના કંપનીના માલિકને ફોન કરીને પૂછ્યું હતું, ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમની પાસે અરૂણ નામનો કોઈ સ્ટાફ નથી અને ફરીયાદી સાથે છેંતરપિંડી થઈ છે. આ ઉપરાંત આવા ઘણા બધા લોકોએ કંપનીના નામથી છેતરપિંડી થઈ છે અને તેની ફરીયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયા બાદ પણ કોઈપણ એક્શન લેવામાં આવ્યા નથી.

આ પણ વાંચો :ભાજપના કાર્યકર્તાઓનું કરતૂત, આ કારણે ઘોડાને કરવામાં આવ્યો કલર...

અન્ય 10 વ્યક્તિઓ સાથે પણ છેતરપિંડી

ફરિયાદીની સાથે સાથે અન્ય 10 જેટલા લોકો સાથે પણ આ જ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે. જબલપુર, મુલુંડ, બેંગ્લોર જોધપુર, ભાગવતી, હરિયાણા, રાજસ્થાન તથા આસામના લોકો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. આરોપી આ પ્રકારની છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું પણ કહી શકાય. ફરિયાદી દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તથા પોલીસ પર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતાં.

યોગ્ય કાર્યવાહીની માંગ

ફરિયાદી હિતેન્દ્રભાઈની પોલીસ તથા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સામે માંગ છે કે એચડીએફસી બેંકના મેનેજર તથા આરોપી સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા યોગ્ય તપાસ કરવામાં આવે જેથી આગામી સમયમાં કોઈ અન્ય વ્યક્તિ સાથે આ પ્રકારની છેતરપિંડી ન થાય.

Last Updated :Aug 21, 2021, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details