ગુજરાત

gujarat

કૃષિ બિલ 70% ફાયદાકારક અને 30 ટકા નુકસાનકારક હોવાનું જણાવી ખેડૂતોએ ત્રણ માંગ સાથે આપ્યું આવેદનપત્ર

By

Published : Sep 29, 2020, 7:47 AM IST

કૃષિ બિલને લઈ દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ બિલ ખેડૂતો માટે લાભદાયક છે તો કેટલાકનું માનવું છે કે આ બિલથી ખેડૂતોને નુકસાન થશે.

kutch
kutch

ભુજઃ કૃષિ બિલ 2020નો વિરોધ વચ્ચે સરહદી કચ્છ જિલ્લાના કિસાન સંઘે આ બિલને 70% ફાયદાકારક અને 30 ટકા નુકસાનકારક ગણાવીને પોતાની ત્રણ માંગ મૂકી હતી. આ ઉપરાંત કચ્છના નર્મદાના પાણીના મુદ્દે પણ માંગણીઓ મૂકી હતી.

કૃષિ બિલ 70% ફાયદાકારક અને 30 ટકા નુકસાનકારક હોવાનું જણાવી ખેડૂતોએ ત્રણ માંગ સાથે આપ્યું આવેદનપત્ર
કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા ભુજ ખાતે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. સંઘના પ્રમુખ શિવજીભાઇ બરાડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં આવેલા ત્રણ કૃષિ બિલ કિસાનો માટે નુકસાન અને ફાયદાકારક બને રીતે જોવાય રહ્યા છે. કચ્છની સ્થિતિએ આ બિલ 70% ફાયદાકારક છે પણ 30 ટકા આ બિલની ખામીઓ નુકસાનકારક રહેશે. આ સ્થિતિમાં આ બિલમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, એમ.એસ.પી મુજબ ચોક્કસ રકમથી નીચે કોઇપણ વેપારી માલ ન ખરીદી શકે, આ ઉપરાંત એક એવું તંત્ર બને જેમાં વેપારીની ડિપોઝિટ જમા હોય અને રજિસ્ટ્રેશન કરાવનાર વેપારી માલ ખરીદી શકે, આ ઉપરાંત ખેડૂતો સાથે છેતરપિંડી સહિતના કિસ્સાઓમાં સ્થાનિક ન્યાય મળી શકે તે માટે જિલ્લા કક્ષાએ ખેડૂત ન્યાયાલય જોઈએ.સંઘ દ્વારા આ ઉપરાંત કચ્છના નર્મદાના પાણીના મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, 2006માં નર્મદાના પાણીનું આયોજન બાદ વધારાના એક મિલીયન એકર ફીટ પાણીની વહીવટી મંજૂરી મળી નથી. આ માટે એક ખાસ કમિટીની રચના કરીને 2021માં પાણી મળતું થાય તે માટે પ્રયાસો કરવાની માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details