ગુજરાત

gujarat

કચ્છમાં 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

By

Published : Aug 28, 2021, 9:02 AM IST

કચ્છ જિલ્લામાં ગઈકાલે સાંજે પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. સાંજે 7:03 વાગ્યાના અરસામાં 3.0ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેંદ્ર બિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું છે.

કચ્છમાં 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છમાં 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

  • કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
  • સાંજે 7:03 વાગ્યે 3.0ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  • ભચાઉથી 11 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ

કચ્છ: જિલ્લામાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફ્ટર શોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. ગઈકાલે શુક્રવારે સાંજે 7:03 કલાકે 3.0ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથક ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર વેસ્ટ નોર્થ વેસ્ટમાં નોંધાયું હતું.

3.0ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી

સાંજે 7:03 વાગ્યાના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતાના નોંધાયેલા આંચકાથી કચ્છમાં લોકો ગભરાઈ ગયા હતા અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા. ભચાઉથી 11 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને 3.0ની તીવ્રતાનો હોવાથી લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો.

ABOUT THE AUTHOR

...view details