ગુજરાત

gujarat

DRI seized red sandalwood: મુન્દ્રા પોર્ટ પર ટ્રેકટર પાર્ટ્સની આડમાં 11.7 ટન લાલ ચંદન ઝડપાયું

By

Published : Mar 16, 2022, 9:34 PM IST

આજે મુંદ્રા પોર્ટ પરથી લાલ ચંદનની દાણચોરીની ઘટના સામે આવી હતી. DRI દ્વારા અંદાજીત 11.7 ટન લાલ ચંદન જેની આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજિત 5.85 કરોડની છે, તે જપ્ત (DRI seized red sandalwood )કરવામાં આવ્યું હતું.

DRI seized red sandalwood: મુન્દ્રા પોર્ટ પર ટ્રેકટર પાર્ટ્સની આડમાં 11.7 ટન લાલ ચંદન ઝડપાયું
DRI seized red sandalwood: મુન્દ્રા પોર્ટ પર ટ્રેકટર પાર્ટ્સની આડમાં 11.7 ટન લાલ ચંદન ઝડપાયું

કચ્છ: દરિયાઇ સીમામાંથી અનેકવાર કેફીદ્રવ્યો ઝડપાયા છે તથા મુન્દ્રા (Gujarat Kutch Mundra port ) અને કંડલા પોર્ટ પરથી પણ કેફીદ્રવ્યો મળી આવે છે, ત્યારે આજે મુંદ્રા પોર્ટ પરથી લાલ ચંદનની દાણચોરીની ઘટના સામે આવી હતી. DRI દ્વારા અંદાજીત 11.7 ટન લાલ ચંદન જેની આંતરરાષ્ટ્રીય કિંમત (International value of red sandalwood) અંદાજિત 5.85 કરોડની છે, તે જપ્ત (DRI seized red sandalwood ) કરવામાં આવ્યું હતું.

DRIએ ઓપરેશન હાથ ધર્યું હતું:છેલ્લા કેટલાક સમયથી અહીંના બંદરે આયાત નિકાસના નામે મિસ ડિકલેરેશન અને દાણચોરીથી પ્રતિબંધીત માલસામાન અને કેફી દ્રવ્યોની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે. આજે લાલ ચંદનના 11.7 ટન જેટલા મોટા જથ્થાને ટ્રેકટરના પાર્ટ્સની આડમાં દેશ બહાર મોકલવામાં આવી રહ્યું હતું. મુંદ્રા પોર્ટ પર સૌરાષ્ટ્ર CFSમાંથી ડીઆરઆઈએ નોઇડાથી રેલવે માર્ગે આવેલા રક્ત ચંદનના જથ્થાને ઝડપી પાડ્યું હતું.

ટ્રેકટરના પાર્ટ્સની આડમાં લાલ ચંદનની દાણચોરી:ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા બુધવાર સાંજના સમયે મલેશિયા એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં ટ્રેકટરના પાર્ટ્સનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુ જ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને રોકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. જેને ખોલીને ચેક કરતા અંદરથી રક્ત ચંદન હોવાનું બહાર આવ્યું હતું.

મલેશિયા માટે એક્સપોર્ટ થવાનો હતો જથ્થો:ડીઆરઆઈ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં ઝડપાયેલ રક્ત ચંદન કે જેનું વજન કરતા તે 11.7 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર 5.85 કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો નોઇડથી આવ્યો હતો અને મલેશિયા માટે એક્સપોર્ટ થવાનો હતો, પરંતુ તેવું થાય તે પહેલાજ ડીઆરઆઈએ તેને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો:મુંબઈમાં MNS કાર્યકર્તાઓએ IPL ટીમની બસમાં તોડફોડ કરી

રકતચંદનનું સાંસ્કૃતિક મહત્વ:ઉલ્લેખનીય છે કે, ભારતના દક્ષિણી પૂર્વી ઘાટમાં આ લાલ ચંદનના વૃક્ષો મોટી માત્રામાં આવેલા છે. આ વૃક્ષોને કાપવા અને તેના વેંચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલું છે. પણ ચીનમાં આ રકતચંદનનું સાંસ્કૃતિક મહત્વ હોતાં ભારતમાંથી ગેરકાયદેસર રીતે આ લાકડુ ચીન મોકલવામાં આવે છે.

આ પણ વાંચો:ભારતની રાજનીતિમાં ફેસબુક-ટ્વિટરનો દુરુપયોગ વધ્યો: સોનિયા ગાંધી

અગાઉ પણ 6 કરોડના લાલ ચંદનના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો: ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મુન્દ્રા પોર્ટ ખાતે નિકાસકારનું કન્ટેનર ઓલ કાર્ગો સી.એફ.એસમાં ખોલતા તેમાંથી હોંગકોંગ નિકાસ માટે આવેલા 6 કરોડના લાલ ચંદનના જથ્થાને ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં કુલ 12થી 13 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં નિકાસકાર તરીકે ભોલી એક્સપોર્ટ દિલ્હીનું નામ સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details