ગુજરાત

gujarat

Diwali 2023 : ભુજના બીએસએફ હેડ ક્વાર્ટર પર જવાનોને મીઠાઇનું વિતરણ કરી દીપોત્સવની ઉજવણી

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 3:48 PM IST

સરદહે દુશ્મન દેશની હરકતો પર તીક્ષ્ણ નજર રાખતાં ભુજ બીએસએફના જવાનો દિવાળીના પારિવારિક તહેવારમાં પણ ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે આ વીરજવાનો માટે કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Diwali 2023 : ભુજના બીએસએફ હેડ ક્વાર્ટર પર જવાનોને મીઠાઇનું વિતરણ કરી દીપોત્સવની ઉજવણી
Diwali 2023 : ભુજના બીએસએફ હેડ ક્વાર્ટર પર જવાનોને મીઠાઇનું વિતરણ કરી દીપોત્સવની ઉજવણી

સાંસદ વિનોદ ચાવડા દ્વારા મીઠાઇનું વિતરણ

કચ્છ : દિવાળીનો શુભ તહેવાર આવી રહ્યો છે ત્યારે ભુજના બીએસએફ હેડ ક્વાર્ટર ખાતે જનતાની શાંતિ સલામતીના ખેવનહાર વીરજવાનોને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજી વરચંદ અને ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દ્વારા દેશના જવાનોને મીઠાઈનું વિતરણ કરીને દીપોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

બીએસએફના વીરજવાનોને કરાયું મીઠાઈ વિતરણ : દિવાળી તહેવારની હર્ષોલ્લાસ સાથે આપણે સૌ કોઈ પરિવાર સાથે મળીને ઉજવણી કરતા હોઈએ છીએ. પરંતુ દેશની સુરક્ષા કાજે સરહદ પર તહેનાત રહેતા બીએસએફના જવાનો જે દરેક તહેવાર સરહદના સાથી જવાનો સાથે ઉજવણી કરતા હોય છે અને પરિવાર સાથે તેઓ તહેવારની ઉજવણી કરી શકતા નથી. ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ ભુજમાં સીમા સુરક્ષા દળના જવાનોને મીઠાઈ આપવાનો કાર્યક્રમ આજે કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા યોજવામાં આવ્યો હતો.

બીએસએફના જવાનોને શુભેચ્છાઓ : સાંસદ વિનોદ ચાવડાએ સીમા સુરક્ષા દળના જવાનોને મીઠાઈ સાથે દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો કચ્છની સરહદ પર તહેનાત જવાનોને આ મીઠાઈ દર વર્ષે પહોંચાડવામાં આવે છે. આજે જ્યારે ધનતેરસ છે ત્યારે આ શુભકાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્ય બદલ બીએસએફના જવાનોએ પણ સાંસદ સભ્ય વિનોદ ચાવડાનો આભાર માન્યો હતો.

દિવાળીના તહેવાર પર મીઠાઈ આપીને પર્વની ઉજવણી કરવામાં આવે છે. સીમા પર કાર્યરત દરેક જવાનોને અધિકારીઓને મીઠાઈ આપવાનું કામ ખરેખર સરાહનીય છે. દર વર્ષે આ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે. કચ્છના સાંસદ દ્વારા આ કાર્ય વર્ષમાં 2 વખત કરવામાં આવી રહ્યો છે. રક્ષાબંધનના દિવસે પણ દેશના જવાનો સાથે ઉજવણી કરવામાં આવે છે. કોઈ સમયે બોર્ડર પર તો કોઈ સમયે બીએસએફના મુખ્ય કાર્યલય ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે...અનંત કુમાર (બીએસએફ ડીઆઈજી)

દેશના જવાનોને પરિવારના સભ્ય તરીકે અનુભૂતિ : સાંસદ વિનોદ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દર વર્ષે દેશના જવાનો સુધી મીઠાઈ પહોંચે તેવો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષે દેશના જવાનો સાથે રહીને દીપાવલિ પર્વની ઉજવણી કરતા હોય છે. સરહદી વિસ્તારના સાંસદ તરીકે ઘર છોડીને દેશની સુરક્ષા કરી રહેલા દેશના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી છે. જેથી જવાનોને પણ અનુભૂતિ થાય કે અમે લોકો પણ તેમના પરિવારના સભ્યો જ છીએ. દર વર્ષની જેમ આ વખતે પણ મીઠાઈ વિતરણ કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરી છે.

  1. Bhuj Air Connectivity : ભુજને મળશે ઇન્ડિગો એરલાઇન્સની નવી 2 ફ્લાઈટ, પ્રવાસીઓને મુંબઈ અને દિલ્હી પ્રવાસ માટે સુવિધા
  2. કચ્છના સાંસદે BSFના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
  3. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જનતાને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ

ABOUT THE AUTHOR

...view details