ગુજરાત

gujarat

National Award Winner Deepak Mota : કચ્છની હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપક મોતાને શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાશે

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 6:48 PM IST

કચ્છના શિક્ષક દ્વારા ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અનેક નવતર પ્રયોગો હાથ ધરીને બાળકોને શિક્ષિત કરવામાં આવ્યા છે. કચ્છના માંડવીની હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપક મોતાને તેમના શિક્ષણ ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવશે. શિક્ષક દિનના દિવસે તેમને રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ એનાયત થશે. શિક્ષક દીપક મોતાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

Etv BharatNational Award Winner Deepak Mota
Etv BharatNational Award Winner Deepak Mota

National Award Winner Deepak Mota

કચ્છ : દીપક મોતાએ રાષ્ટ્રીય પુરસ્કાર પોતાના ગુરુજનો, પરિવારજનો, વિદ્યાર્થીઓ, સાથી શિક્ષક મિત્રો, મિત્રોના સાથ સહકારથી મળ્યું હોવાનું જણાવ્યું હતું. હાલ પરિવારમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે. કચ્છના માંડવીના બાગના પ્રાથમિક શાળાના શિક્ષક દીપક મોતાનું રાષ્ટ્રપતિના હાથે સન્માન થશે. સરકારના આ પુરસ્કાર માટેના નીતિ નિયમો મુજબ દિપક મોતાનું શૈક્ષણિક કાર્ય બંધબેસતા તેમની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

National Award Winner Deepak Mota

2004માં શિક્ષણ ક્ષેત્રે કદમ રાખ્યું :દીપક મોતાએ 2004થી શિક્ષણ જગતમાં કદમ રાખ્યું હતું. 2012થી માંડવીની હુંદરાઈ બાગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અત્યાર સુધીમાં 19 જેટલા વિવિધ પ્રોજેકટ અને ઇનોવેશનના કારણે તેમના આ કાર્યની નોંધ ગુજરાત અને કેન્દ્ર સરકારે લીધી છે. શૈક્ષણિક કાર્યની સાથે અન્ય સામાજિક કાર્યોની નોંધ પણ સરકારે લીધી હોવાનું દીપક મોતાએ જણાવ્યું હતું. સ્વચ્છ શાળાનો એવોર્ડ, જિલ્લા કક્ષાના સાયન્સ મેળામાં શાળાનો નંબર લાવવો, ઇનોવેશનમાં આગળ રહેવું, સંગીતના કાર્યક્રમો યોજવા, રાશન કાર્ડ અને આધારકાર્ડ બનાવવા માટે લોકોની મદદ કરવી વગેરે જેવા શૈક્ષણિક અને સામાજિક કાર્યોની નોંધ સરકારે લીધી હતી અને તેના આધારે જ આ પુરસ્કાર માટે તેમની પસંદગી કરવામાં આવી છે.

દીપક મોતા

રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે : કચ્છના માંડવીનાં બાગના પ્રાથમિક શિક્ષક દીપક મોતાનું શૈક્ષણિક ક્ષેત્રે ફાળો અને તેમનું કૌશલય રાષ્ટ્રીય સ્તરે ઝળકી ઉઠ્યું છે. માંડવીના શિક્ષક દિપક મોતાએ કોરોના કાળમાં કાર પર LED લગાવી હરતું ફરતું શિક્ષણ રથ બનાવ્યું હતું અને ગામડે ગામડે જઈને બાળકોને ભણાવ્યા હતા. ત્યાર બાદ શિક્ષક દ્વારા સાયકલને જાતે જ મોડિફાય કરીને e-bicycle બનાવવામાં આવી છે અને ચોમાસામાં વાડી વિસ્તારમાં જ્યારે અન્ય કોઈ વાહનથી જઈ શકાય તેમ ન હોય ત્યારે આ સાયકલ દ્વારા વાડી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા સરળતાથી શિક્ષણ આપ્યું હતું.

દીપક મોતા

કોરોના સમયે બાળકોને અભ્યાસ કરાવ્યો : કોરોનાની ત્રીજી લહેરમાં બેંકના ATM જેમ ATEથી બાળકોને ભણતા કર્યા હતા. વેકેશનમાં અને ચાલુ શાળાએ બાળકો સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેકટ અને ગુજરાતનું પ્રથમ કિઓસ્ક શરૂ કરવામાં આવ્યું હતું. જેવી રીતે ચાણક્યએ કહ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા એ આજના યુગમાં માંડવીના શિક્ષક દિપક મોતાએ સાબિત કરી બતાવ્યું છે. કોરોના સમયે જ્યારે ઓનલાઇન શિક્ષણ શરૂ થયું હતું જ્યારે જે બાળકો તેમજ બાળકોના માતાપિતા પાસે સ્માર્ટ ફોન કે ઇન્ટરનેટની સુવિધા નથી તેવા બાળકોનું કોરોનાકાળ વખતે શિક્ષણ ન બગડે તેના માટે શિક્ષણ રથ વડે ઘરે-ઘરે ફરીને શિક્ષણ પહોચાડ્યું હતું.

દીપક મોતા

ડિજિટલ મોબાઇલ શાળા બનાવી :શિક્ષક દ્વારા સાયકલ પર ડિજિટલ મોબાઇલ શાળા બનાવવામાં આવી હતી અને બાળકોને ઘેર-ઘેર શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક દીપક મોતાં દ્વારા સાયકલ પર જ લેપટોપ અને સ્પીકર રાખીને આધુનિક રીતે શિક્ષણ આપવામાં આવ્યું હતું. શિક્ષકે ગુજરાતની પ્રથમ હરતી ફરતી ડિજિટલ મોબાઇલ શાળા બનાવી હતી. શિક્ષકે સાયકલને પોતાની જાતે જ મોડીફાય કરી છે અને e-bicycle બનાવવામાં આવી હતી. કોરોના મહામારીના સમયગાળામાં શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ હતા અને 17 મહિના બાદ શાળા ચાલુ થઈ હતી પરંતુ કોરોનાના સંપૂર્ણપણે નાબૂદ થયો ન હતો, ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દિપક મોતાએ બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવતા તેમણે હરતી-ફરતી ડિજિટલ મોબાઇલ શાળા બનાવી હતી.

E-Bicycle બનાવી : શિક્ષક દીપકભાઈ મોતા દ્વારા સામાન્ય સાયકલમાંથી e-bicycle બનાવવામાં આવી હતી. આ સાયકલ સોલારથી ચાલે છે તથા ચાર્જ થાય છે. ઉપરાંત પેંડલથી તો ચાલે જ છે અને વીજથી પણ ચાર્જ થઈ શકે છે. શિક્ષકે e-bicycle માં હોર્ન, સાઈડ સિગ્નલ, હેડ લાઈટ, લીવર, USB ચાર્જિંગ પોઇન્ટ, બેટરી ઇન્ડિકેશન, સ્પીડોમીટર સાથે સાથે લેપટોપ રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડિજિટલ મોબાઈલ શાળા બાદ વેકેશનમાં અને ચાલુ શાળાએ બાળકો સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેકટ અને ગુજરાતનું પ્રથમ કિઓસ્ક શરૂ કરવામાં આવ્યું હતું. કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે દીપક મોતા સતત પ્રયત્નશીલ રહે છે.

શિક્ષણ માટેનું Educational KIOSKનું છાત્રાર્પણ વિકસાવ્યું :જાન્યુઆરી 2022માં જ્યારે કોરોનાની ત્રીજી લહેરના કારણે શાળાઓ બંધ થઈ અને શિક્ષણ ફરીથી બંધ થયું ત્યારે શાળાના શિક્ષક દિપકભાઇ ATMમાંથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે જેવી રીતે ATM કાર્ડ દ્વારા રૂપિયા ઉપાડી શકાય છે તેવી જ રીતે જો શિક્ષણમાં એવું કંઈ સંશોધન કરી શકાય તો કોરોના કાળમાં લોકડાઉનની જેમ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે માટે કંઇક ઉપાય કરવો જરૂરી જણાતા દીપક મોતાએ ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSKનું છાત્રાર્પણ કરવામાં આવ્યું હતું.

બાળકોને થયો લાભ :રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી પામનાર શિક્ષક દિપક મોતા દ્વારા પાંચ મહિનાની મહેનત બાદ બાળકો ગમે તે સ્થળે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSKનું નિર્માણ કરવામાં આવ્યું હતું. Educational KIOSK ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓ માટેનું ગુજરાતી માધ્યમના શિક્ષણનું કન્ટેન્ટ ધરાવે છે. વેકેશનમાં અને ચાલુ શાળાએ બાળકો સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યું હતું. એજ્યુકેશનલ KIOSK ATMની રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે એનું નામ ATE રાખવામાં આવ્યું છે એટલે કે Any Time Education.

શિક્ષકની તમામ પ્રકારની નોંધ લેવાઇ : આમ આવા ઈનોવેશનના કારણે માંડવીના ગામડાના શિક્ષકની નોંધ હવે રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્ય સરકાર દ્વારા પણ તેમનુ સન્માન કરાયુ હતુ. દિપક મોતાના વિચારો પણ ઉચ્ચ છે તેમનું માનવું છે કે સરકાર તરફ્થી શિક્ષક તરીકે તેમને પૂરતી સવલતો અને પગાર માડી રહ્યા છે તો તેના બદલામાં બાળકોના શિક્ષણને લઈને પૂરી કર્તવ્યનિષ્ઠાથી બાળકોને શિક્ષણ આપવું જોઈએ અને નવા નવા સંશોધનો અને પ્રયોગો કરીને બાળકોને અભ્યાસમાં મન લાગે તેવી રીતે ભણવવુ જોઈએ.આમ દીપક મોતા શ્રેષ્ઠ શિક્ષક તરીકે માત્ર ગામનુ જ નહિ પરંતુ કચ્છનું નામ રોશન કર્યું છે.

  1. Gujarat e Assembly : ઓનલાઈન MLA પ્રેઝન્ટ, આઈ ડિટેક્શન સિક્યુરિટી, 2 સર્વરથી સજ્જ હશે ગુજરાત ઈ-વિધાનસભા
  2. Raksha Bandhan 2023 : સિદ્ધપુરમાં રક્ષાબંધનની સાચા અર્થમાં ઉજવણી, બહેને ભાઈને આપી જીવનની ભેટ

ABOUT THE AUTHOR

...view details