ગુજરાત

gujarat

કચ્છમાં ભારે વરસાદને પગલે ખેતી પાકોને વ્યાપક નુકસાન, ખેડૂતો કરી રહ્યા છે સહાયની માગ

By

Published : Sep 2, 2020, 1:39 AM IST

કચ્છ જિલ્લામાં 26 વર્ષ બાદ રેકોર્ડબ્રેક વરસાદ નોધાયો છે. ભારે વરસાદને પગલે જાનહાનિ અને માલહાનિ થઈ છે. જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સમક્ષ સહાયની માગ કરવામાં આવી છે. ખેતરોમાં પાણી ભરાયેલા છે ત્યારે લીલા દુકાળ જેવી સ્થિતીની ફરિયાદો ખેડૂતો રહી રહ્યા છે.

damage-to-crops
કચ્છમાં ભારે વરસાદને પગલે ખેતી પાકોને વ્યાપક નુકસાન

કચ્છઃ સરહદી અને સુકા મુલક કચ્છ માટે મેઘરાજા મોંઘેરા મહેમાન છે, પરંતું જયારે મેઘરાજા અનરાધાર વરસી પડે છે, ત્યારે જિલ્લામાં જનજીવનને તેની અસર પડે છે. આ વર્ષે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે મેઘરાજા હવે ખમૈયા કરો તેવી પ્રાર્થના સાથે વરાપ નીકળે તેની રાહ જોવાઈ રહી છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન થયાની ફરિયાદ મળી રહી છે.

કચ્છમાં ભારે વરસાદને પગલે ખેતી પાકોને વ્યાપક નુકસાન

ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાનજી ગાંગલે ETV ભારતને જણાવ્યું હતું કે, જિલ્લામાં વર્ષો પછી ભારે વરસાદ નોધાયો છે. વરસાદ 20થી 25 દિવસ સુઘી એક સાથે અનરાધાર પડ્યો છે, જેને પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી જે માલ ઉભો હતો, તે બળી ગયો છે અને બાગાયતી પાકોમાં ફુગ લાગી ગઈ છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં વાવણી પછી બીજા રાઉન્ડમાં સારા વરસાદની આશા રાખતા ખેડૂતો માટે વધુ વરસાદ સમસ્યા બની ગયો છે. કપાસ, મગફળી, એરંડા સહિતના પાકો બળી ગયા છે અને બાગીયતી પાકોમાં ફુગ લાગી જતા ઉત્પાદન માલ ફેંકવામાં આવી રહ્યો છે.

કચ્છમાં ભારે વરસાદને પગલે ખેતી પાકોને વ્યાપક નુકસાન

સમગ્ર કચ્છ જિલ્લામાં 59,000 હેકટરમાં કપાસ, 51,463 હેકટરમાં મગફળી, 54,198 હેકટરમાં તલ, 92,000 હેકટરમાં એરંડા સહિતના પાકોની વાવણી થઈ હતી. જેમાં વ્યાપક નુકસાન થયું છે. 18,000 હેકટરમાં બાગાયતી પાકોમાં નુકસાનના આંકડા સામે આવી રહ્યા છે.

કચ્છમાં ભારે વરસાદને પગલે ખેતી પાકોને વ્યાપક નુકસાન

બાગાયતી પાકોમાં દાડમ અને આંબામાં સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આ મુદે રાજય સરકાર સમક્ષ સહાયની માગ કરી છે. ભારે વરસાદન પગલે ઉભી થયેલી સ્થિતીમાં ખેડૂતોને જો મદદ નહી મળે તો વ્યાપક નુકસાન થશે જેથી સરકાર વહેલી તકે ખેડૂતોની મદદ કરે તેવી માગ કરવામાં આવી છે.

કચ્છમાં ભારે વરસાદને પગલે ખેતી પાકોને વ્યાપક નુકસાન

ABOUT THE AUTHOR

...view details