ગુજરાત

gujarat

ભુજનો કૃષ્ણાજી પુલ જર્જરિત હાલતમાં, મોરબી પુલ હોનારત જેવું બને એ પહેલાં જાગો

By

Published : Oct 31, 2022, 3:32 PM IST

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના ( Morbi Bridge Collapse ) જેવી વસ્તુ ભુજમાં પણ બની શકે છે. હમીરસર તળાવની આવ ઉપર બનેલ કૃષ્ણાજી પુલ પણ અનેક વર્ષથી જર્જરિત હાલતમાં ( Bhuj Krishnaji bridge in dilapidated condition ) છે. હમીરસર તળાવ ( Hamirsar Lake )નો નજારો જોવા માટે લોકોની આ પુલ પર ભીડ ઉમટતી હોય છે. કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર જાગે તેવી શહેરીજનોની માગ છે.

ભુજનો કૃષ્ણાજી પુલ જર્જરિત હાલતમાં, મોરબી પુલ હોનારત જેવું બને એ પહેલાં જાગો
ભુજનો કૃષ્ણાજી પુલ જર્જરિત હાલતમાં, મોરબી પુલ હોનારત જેવું બને એ પહેલાં જાગો

ભુજ મોરબીમાં ઝૂલતા પુલની દુઃખદ ઘટના ઘટી ( Morbi Bridge Collapse ) જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે ભુજના હૃદય સમા હમીરસર તળાવ ( Hamirsar Lake )ની આવ ઉપર આવેલ 1971માં બનેલ કૃષ્ણાજી પુલ પણ અનેક વર્ષથી જર્જરિત હાલતમાં ( Bhuj Krishnaji bridge in dilapidated condition )છે. આ પુલ પર વહેલી સવારથી મોડી રાત્રી સુધી સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. વરસાદની સિઝનમાં આવમાં આવતા પાણી અને હમીરસર તળાવનો નજારો જોવા માટે લોકોની આ પુલ પર ભીડ એકઠી થાય છે. પાયાથી જર્જરિત પુલ હવે ગમે ત્યારે જોખમી સાબિત થઇ શકે છે અને જાણે નગરપાલીકા મોરબીમાં જે ઘટના ઘટી તેવી ઘટનાની રાહ ( Neglect of Bhuj Municipality ) જોઈ રહ્યું છે.મોરબી પુલ હોનારત જેવી કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર જાગે તેવી શહેરીજનો દ્વારા માંગ ઉઠી રહી છે.

કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર જાગે તેવી શહેરીજનોની માગ

કૃષ્ણાજી પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં ભુજના હમીરસર તળાવ ( Hamirsar Lake )માં મોટા બંધથી વરસાદી પાણી વાયા કૃષ્ણાજી પુલ નીચેથી જાય છે. જે દાયકા જૂનો પુલ અને પુલની દીવાલો જર્જરિત ( Bhuj Krishnaji bridge in dilapidated condition )થઈ ગઈ છે. તેના સમારકામ હમીરસર તળાવના બ્યુટીફીકેશન હેઠળ કરવાનું આયોજન કરાયું હતું પરંતુ હમીરસર તળાવના બ્યુટીફીકેશનની સાથે કૃષ્ણાજી પુલના દીવાલની મરંમત પણ ઠેલાતી ( Neglect of Bhuj Municipality )જાય છે. જેની હવે સમયસર મરંમત નહીં થાય તો ગમે ત્યારે આ પુલ ધરાશાયી થાય એવી સ્થિતિ ઊભી થઈ છે.

દર ચોમાસામાં પુલ પર અકસ્માતની ભીતિછેલ્લા 10 વર્ષોથી હમીરસર તળાવ ( Hamirsar Lake )ના બ્યુટીફીકેશનની વાતો થાય છે. હમીરસર તળાવના બ્યુટીફીકેશનની કામગીરી હેઠળ કૃષ્ણાજી પુલ પાસે રામકુંડને જોડતો પુલ પણ બનાવી દેવાયો હતો. પરંતુ ભુજ નગરપાલિકાના ( Neglect of Bhuj Municipality )ગત બોડીના અધિકારીઓએ બાકીનું કામ પણ આગળ વધાર્યું નહીં. જેથી કૃષ્ણાજી પુલની જર્જરિત દીવાલનું પણ સમારકામ રહી ગયું છે. 2020માં કોરોનાની પ્રથમ લહેરના પ્રારંભે lockdown દરમિયાન પુલ ઉપરનો માર્ગ વન-વે કરી દેવાયો હતો. કૃષ્ણાજી પુલની મરંમતનું કામ હજી સુધી પણ હાથ ધરાયું ( Bhuj Krishnaji bridge in dilapidated condition )નથી. હવે ચોમાસા બાદ શિયાળામાં કામગીરી હાથ ઉપર લેવાની વાત થાય છે.

તાત્કાલિક આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોએ અનેક વખત પુલ અંગે ટેન્ડરની વાતો સાંભળી છે પરંતુ હજી પણ પુલ જર્જરિત હાલતમાં ( Bhuj Krishnaji bridge in dilapidated condition )છે અને તંત્ર દ્વારા તાત્કાલિક આ પુલની સમારકામ કરવામાં આવે તો કોઈ ઘટના ઘટે નહીં અને અહીં રોજના હજારો લોકો અહીંથી અવરજવર કરતા હોય છે તો કોઈના જીવ જોખમાય નહીં.

કોંગ્રેસ પુલ બંધ કરી દેશે ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગઈકાલે મોરબીમાં જે દુર્ઘટના ( Morbi Bridge Collapse ) બની એમાં મૃત્યુ પામેલા ભોગ બનેલા તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ખાસ કરીને ગઈ કાલે જે બનાવ બન્યો ( Hanging Bridge Brock in Morbi )એ આંખ ઉઘાડતો કિસ્સો છે. ભુજમાં ભાજપ શાસિત નગરપાલિકા છેલ્લાં 37 વર્ષથી છે. આ પુલ 1971માં બનેલો છે અને છેલ્લાં 5 વર્ષથી જર્જરિત ( Bhuj Krishnaji bridge in dilapidated condition )હોતાં ટેન્ડર બહાર પડી રહ્યા છે પરંતુ કામ નથી થઈ ( Neglect of Bhuj Municipality )રહ્યું.જો હમણાં સમારકામ કરવામાં નહીં આવે અને ભવિષ્યમાં કોઈ ઘટના ઘટશે ત્યારે તંત્ર જાગશે? ભુજ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય ખુદ ભુજમાં અનેક નાના નાના કાર્યક્રમમાં આવે છે ખાતર્મુહત કરે છે તો આ પુલનું સમારકામ કેમ નથી કરવામાં આવતું. જો તાત્કાલિક આ પુલનું કામ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ પુલ બંધ કરવામાં આવશે.

કૃષ્ણાજી પુલની દીવાલો જર્જરિત છેપ્રમુખ ભુજ નગરપાલિકા ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જવાબ આપતા જણાવ્યું હતું કે, કૃષ્ણાજી પુલ જર્જરિત નથી તેની માત્ર દીવાલો જર્જરિત ( Bhuj Krishnaji bridge in dilapidated condition )છે. મોરબીમાં જેવી હોનારત ( Hanging Bridge Brock in Morbi ) સર્જાઈ એવી અહીં નહીં ( Neglect of Bhuj Municipality )સર્જાય. પુલનું કામ હમીરસર તળાવ ( Hamirsar Lake ) ના બ્યુટીફીકેશન અંતર્ગત લેવામાં આવ્યું છે.આ બ્યુટીફીકેશનનું કામ 9 કરોડના ખર્ચે થવાનું છે. જે હાલમાં સરકારની વહીવટી પ્રક્રિયામાં અટકેલું છે. એકાદ મહિનામાં ફાઇલ પાસ થઈ જશે.

તેમણે વધુમાં જણાવ્યું કેે હમીરસરની આસપાસ નો વિસ્તાર ખેંગાર પાર્ક, walkway, રાજેન્દ્ર બાગ, રામકુંડ અને કૃષ્ણાજી પુલનું કામ બ્યુટીફીકેશન અંતર્ગત લેવામાં આવ્યા છે. ભુજ નગરપાલિકાની ગત ટર્મની બોડીએ 15મા નાણાપંચ હેઠળ આ પુલ માટે ટેન્ડરિંગ કર્યું હતું અને રાજકોટની પાર્ટીને આ પુલનું ટેન્ડર લાગ્યું હતું. પરંતુ 15માં નાણાપંચમાં ગ્રાન્ટ ન હોવાથી રાજકોટની પાર્ટી એ કામ કર્યું ન હતું. આ વર્ષે નગરપાલિકાની ટીમ દ્વારા પુલની ચકાસણી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં સમારકામ કરીને પુલનું બ્યુટીફીકેશન કરવામાં આવશે. વર્ષોથી આ પુલ અહીંયા છે ત્યારે કોંગ્રેસને આ પુલ બંધ નથી કરવો આ તો માત્ર વિધાનસભાની ચૂંટણી છે એટલે કોંગ્રેસ નાટક કરી રહી છે અને પ્રજા કોંગ્રેસને ઓળખી ચુકી છે.

ABOUT THE AUTHOR

...view details