ગુજરાત

gujarat

પંચાયતની કર આવકનો ઉપયોગ કરી કચ્છનું ભીમાસર ગામ આજે દેશનું આત્મનિર્ભર ગામ બન્યું

By

Published : Aug 25, 2021, 1:32 PM IST

ગુજરાતનું એક એવું ગામ કે જેને જોઈને તમને તમારું શહેર છોડીને અહીં સ્થાયી થવાનું મન થશે, કચ્છ જિલ્લાના અંજાર તાલુકાનું ભીમાસર ગામ જે શહેરોથી પણ સુંદર છે. કચ્છનું એક આત્મનિર્ભર ગામ, જ્યાં સ્થાનિક લોકોએ સરકારી અનુદાન વિના આધુનિક સુવિધાઓ ઉભી કરી છે. 2001 ના ભૂકંપમાં આખું ગામ નાશ પામ્યું હતું, પરંતુ ત્યાર બાદ સ્થાનિક રહેવાસીઓએ ભેગા મળીને એક વૈભવી ગામ બનાવ્યું હતું.

પંચાયતની કર આવકનો ઉપયોગ કરી કચ્છનું ભીમાસર ગામ આજે દેશનું આત્મનિર્ભર ગામ બન્યું
પંચાયતની કર આવકનો ઉપયોગ કરી કચ્છનું ભીમાસર ગામ આજે દેશનું આત્મનિર્ભર ગામ બન્યું

  • ભીમાસર ગામ આજે દેશ અને વિશ્વનું મોડેલ ગામ
  • 2001ના ભૂકંપમાં સ્થાનિકએ ભીમાસર ગામને વૈભવી બનાવ્યું
  • ગામનું ટાઉન પ્લાનિંગ મેનેજમેન્ટ શહેરોના ટાઉન પ્લાનિંગને પણ પાછળ છોડી દે તેવું

કચ્છ:ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર શહેરથી આશરે 18 કિલોમીટર દૂર આવેલું ભીમાસર ગામ કે, જેને એક ઉદાહરણ રજૂ કર્યું છે કે પંચાયતમાં સંચિત કરવેરાની આવકનો યોગ્ય ઉપયોગ કરીને ગામનો વિકાસ કેવી રીતે કરી શકાય, પણ ભીમાસર ગામ એટલું સુંદર છે કે ગામનું ટાઉન પ્લાનિંગ મેનેજમેન્ટ શહેરોના ટાઉન પ્લાનિંગને પણ પાછળ છોડી દે તેવું છે, ગામમાં ઘણી સુવિધાઓ છે જે સામાન્ય રીતે શહેરોના પોશ વિસ્તારોમાં જોવા મળે છે.

પંચાયતની કર આવકનો ઉપયોગ કરી કચ્છનું ભીમાસર ગામ આજે દેશનું આત્મનિર્ભર ગામ બન્યું

2001ના ભૂકંપ બાદ 2004માં ગામનું પુનર્વસન કરવામાં આવ્યું

2001 ના ભૂકંપે ગામને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું હતું. જ્યારે 2004 માં તેનું પુનર્વસન કરવામાં આવ્યું ત્યારે રહેવાસીઓએ તેને એક મોડેલ ગામ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. વર્તમાનમાં, ગામમાં પહોળા રસ્તાઓ છે રસ્તાની બંને બાજુ લીલાછમ વૃક્ષો છે. આ સિવાય 6 કોમ્યુનિટી સેન્ટર, સીસીટીવી કેમેરા, તમામ પાક્કા મકાનો, પાણી, સ્ટ્રીટ લાઇટ, આંગણવાડી, પંચાયત ઘર, ગૌશાળા, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ, બેંક, પોસ્ટ ઓફિસ અને ગટર લાઇન સહિત તમામ પ્રાથમિક સુવિધાઓ છે. અત્યાર સુધી ઘણા દેશોના વડા પ્રધાન સહિત અનેક પ્રતિનિધિમંડળો અને બેંકો સહિત, WHO આ ગામના ભૂકંપ પછીના પુન:વિકાસને જોવા આવ્યા હતા. આજે પણ જ્યારે પણ ભૂકંપ પછી દેશમાં પુન:વિકાસનું ઉદાહરણ આપવામાં આવે છે, ત્યારે આ ભીમાસર ગામનું નામ સૌથી પહેલા સામે આવે છે. આજે પણ ગામ સરકારી ગ્રાન્ટ વગર વિકાસ કરીને આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યું છે.

પંચાયતની કર આવકનો ઉપયોગ કરી કચ્છનું ભીમાસર ગામ આજે દેશનું આત્મનિર્ભર ગામ બન્યું

આ પણ વાંચો:કચ્છના કુકડસર ગામમાં 72મા વન મહોત્સવની ઉજવણી, શિક્ષણ પ્રધાને વાંકોલધામમાં કર્યું વૃક્ષારોપણ

ગામમાં સરકારી અનુદાનની નિર્ભરતા વગર માળખાકીય સુવિધાઓ

ગ્રામ પંચાયતની રિફાઇનરીઓ અને અન્ય ઉદ્યોગોમાંથી ટેક્સ તરીકે વાર્ષિક રૂપિયા 2 કરોડની કમાણી કરે છે. એક રીતે આ ગામ આત્મનિર્ભર છે કારણ કે, સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ સરકારી અનુદાન પર નિર્ભરતા વગર બનાવવામાં આવી હતી.કેન્દ્ર સરકારની કર રાહત યોજના હેઠળ ભૂકંપ પછી ગામની આસપાસ ઘણી ખાદ્યતેલ રિફાઇનરીઓ આવી. ગ્રામ પંચાયત આ રિફાઇનરીઓ અને અન્ય ઉદ્યોગોમાંથી ટેક્સ તરીકે વાર્ષિક રૂપિયા 2 કરોડની કમાણી કરે છે.

ગામમાં 8,000 ની વસ્તી છે જેમાં આશરે 3,000 પરપ્રાંતિય મજૂરો

ગામની આસપાસ ઉદ્યોગો આવી રહ્યા હોવાથી, ગામને પ્રદૂષણની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જ પ્રદૂષણની સમસ્યાને દૂર કરવા માટે વન વિભાગ સાથે સંકલનમાં દેશી વૃક્ષોના આશરે 2500 રોપાઓ રોપવામાં આવ્યા હતા. આ વૃક્ષો એવી રીતે વાવેતર કરવામાં આવે છે કે, જ્યારે તે ઉગે છે ત્યારે તે છત્ર બનાવે છે. ઓટોમેટિક ટપક સિંચાઈ વ્યવસ્થા પણ સ્થાપિત કરવામાં આવી છે. જે સવારે 7 વાગ્યે પાણી આપવાનું શરૂ કરે છે અને 9 વાગ્યે બંધ થાય છે. ગામમાં 8,000 ની વસ્તી છે. જેમાં આશરે 3,000 પરપ્રાંતિય મજૂરોનો સમાવેશ થાય છે. જે આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરે છે.

આપણ વાંચો:UNESCO દ્વારા ધોળાવીરાની હડપ્પન સાઇટને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

જાણો શું કહ્યું સરપંચે?

ગામના સરપંચ દિનેશ ડુંગરીયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે ગામમાં 6 કોમ્યુનિટી હોલ છે. 2004 થી, અમે લગભગ 10,000 વૃક્ષો વાવ્યા છે. ગામમાં 400 વર્ષ જૂનું તળાવ છે, જેને આપણે ઊંડું કર્યું છે, અને તેનો ઉપયોગ આ વૃક્ષોને પાણી આપવા માટે થાય છે. ગામને નર્મદાનું પાણી મળી રહ્યું છે. જેનો ઉપયોગ પીવા અને અન્ય ઘરવપરાશ માટે થાય છે. ઘાસની અછતનો સામનો કર્યા પછી, ગામના સત્તાવાળાઓએ એક વર્ષ પહેલા ઘાસનું મેદાન બનાવ્યું હતું, ઉપરાંત, ગૌચર જમીન પર કોઈ અતિક્રમણની મંજૂરી નથી. ગામમાં 1,100 ગાય સહિત 5,000 પશુધન છે.

જાણો શું કહ્યું સામાજિક અગ્રણી?

2001માં ભૂકંપ આવ્યો હતો, ત્યારે અમારા ગામમાં 19 જણા મૃત્યુ પામ્યા હતાં. ત્યાર બાદ અમે નક્કી કર્યું હતું કે અમારી આવતી પેઢી માટે અમારે કંઇક નવું કરવું છે માટે ત્યારથી અમે આ ગામના વિકાસના કાર્યો શરૂ કર્યા છે અને ગામને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. વિકાસના કર્યો માટે અમે કોઈ પણ જાતના સરકારી અનુદાન પર નિર્ભર ન હતા. શહેરોમાં જે. જે. સુવિધાઓ ઉપલબ્ધ છે તે અમારા ગામમાં પણ શા માટે ન હોય? ત્યારથી શહેરમાં ઉપલબ્ધ રહેતી તમામ સુવિધાઓ અહીં ગામમાં ઉપલબ્ધ કરી છે. આ ગામને નિર્મળ ગામ એવોર્ડ, ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ મળ્યો છે તથા સ્વચ્છતા માટે પણ અનેક વાર આ ગામને એવોર્ડ મળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details