ગુજરાત

gujarat

કચ્છમાં માતાના મઢ ખાતે થશે આશ્વિન નવરાત્રનો પ્રારંભ

By

Published : Sep 28, 2019, 1:09 PM IST

કચ્છઃ  કુળદેવી દેશદેવી માઁ આશાપુરાના મંદિર માતાના મઢ ખાતે શનિવારે રાત્રે આદ્યશક્તિની આરાધનાના પર્વ આશ્વિન નવરાત્રિના પ્રારંભ થશે, ભાદરવી અમાસે રાત્રિના 8.30 કલાકે દેશદેવી માં આશાપુરાના મંદિરે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટસ્થાપન વિધિ કરાશે.

આજે માતાના મઢમાં ઘટ સ્થાપન સાથે અશ્ર્વિન નવરાત્રિનો થશે પ્રારંભ

આ વેળાએ માઈભક્તો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી મઢ જાગીર તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટસ્થાપન વિધિ પછી મઢમાં નવરાત્રિ શરૂ થશે. આ વિધિમાં મંદિરના ભુવા દિલાવરસિંહ ચૌહાણ તિલાટ, મઢ જાગીરના ટ્રસ્ટીઓ તેમજ ઓધવરામ સેવા સમિતિ-મુંબઈના કનૈયાલાલ કટારિયા સહિત માઈભક્તો હાજરી આપશે. હાલે પદયાત્રીની ભીડ જોવા મળી છે. . જે સંધ્યા આરતી સુધી અવિરત રહી છે. હજુ લાખો ભાવિકો પદયાત્રાએ છે, જે આગામી દિવસોમાં માતાના મઢે પહોંચશે.

આજે માતાના મઢમાં ઘટ સ્થાપન સાથે અશ્ર્વિન નવરાત્રિનો થશે પ્રારંભ

દરમયિાન પદયાત્રિકોની સુવિધા માટે મઢથી એક કિ.મી.ના અંતરે મેગા કેમ્પનું ઉદ્ઘાટન રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે કરાયું હતું. આ મેગા કેમ્પ મઢ જાગીર તેમજ રાજપૂત યુવા સંઘ-કચ્છના ઉપક્રમે રાખવામાં આવ્યો છે, જેમાં ચા, દૂધ, નાસ્તો, ફળાહાર, ન્હાવા-ધોવા માટેની વ્યવસ્થા કરાઇ છે. સેંકડોની સંખ્યામાં યાત્રિકો રાતવાસો કરી શકે તે માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે. મોબાઇલ ચાર્જિંગ સહિતની સુવિધાઓથી કેમ્પ સજ્જ છે.

Intro: કચ્છના કુળદેવી દેશદેવી મા આશાપુરાના મંદિર માતાના મઢ ખાતે આજે રાત્રે આદ્યશક્તિની આરાધનાના પર્વ આશ્વિન નવરાત્રિના પ્રારંભ થશે આજે ભાદરવી અમાસે રાત્રિના 8.30 કલાકે દેશદેવી મા આશાપુરાજીના મંદિરે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટસ્થાપન વિધિ કરાશે. આ વેળાએ માઈભક્તો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી મઢ જાગીર તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.Body:

ઘટસ્થાપન વિધિ પછી મઢમાં નવરાત્રિ શરૂ થશે. આ વિધિમાં મંદિરના ભુવા દિલાવરસિંહ ચૌહાણ તિલાટ, મઢ જાગીરના ટ્રસ્ટીઓ તેમજ ઓધવરામ સેવા સમિતિ-મુંબઈના કનૈયાલાલ કટારિયા સહિત માઈભક્તો હાજરી આપશે. હાલે પદયાત્રીની ભીડ જોવા મળી છે. . જે સંધ્યા આરતી સુધી અવિરત રહી છે. હજુ લાખો ભાવિકો પદયાત્રાએ છે જે આગામી દિવસોમાં માતાના મઢે પહોંચશે.

દરમયિાન પદયાત્રિકોની સુવિધા માટે મઢથી એક કિ.મી.ના અંતરે મેગા કેમ્પનું ઉદ્ઘાટન રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે કરાયું હતું. આ મેગા કેમ્પ મઢ જાગીર તેમજ રાજપૂત યુવા સંઘ-કચ્છના ઉપક્રમે રાખવામાં આવ્યો છે, જેમાં ચા, દૂધ, નાસ્તો, ફળાહાર, ન્હાવા-ધોવા માટેની વ્યવસ્થા કરાઇ છે. સેંકડોની સંખ્યામાં યાત્રિકો રાતવાસો કરી શકે તે માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે. મોબાઇલ ચાર્જિંગ સહિતની સુવિધાઓથી કેમ્પ સજ્જ છે. Conclusion:

ABOUT THE AUTHOR

...view details