ગુજરાત

gujarat

Moonsoon Gujarat 2022: કચ્છમાં મેઘરાજા એન્ટ્રી, ખેડૂતો અને માલધારીઓમાં ખુશી

By

Published : Jun 13, 2022, 7:38 PM IST

Updated : Jun 13, 2022, 9:10 PM IST

કચ્છમાં ભારે ઉકળાટ બાદ વરસાદની ધમાકેદાર (Rain in Kutch )એન્ટ્રી થઈ છે. ધીમી ધારે છાંટા બાદ જિલ્લામાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. વિવિધ તાલુકાઓમાં ગરમીથી(Moonsoon Gujarat 2022)લોકોને રાહત મળી છે. વરસાદની શરૂઆતના જેઠ માસમાં સમય સર વરસાદ પડતા માલધારીઓમાં એક સારા વર્ષની આશા જાગી છે.

Moonsoon Gujarat 2022: કચ્છમાં મેઘરાજા એન્ટ્રી, ખેડૂતો અને માલધારીઓમાં ખુશી
Moonsoon Gujarat 2022: કચ્છમાં મેઘરાજા એન્ટ્રી, ખેડૂતો અને માલધારીઓમાં ખુશી

કચ્છ: જિલ્લામાં બપોર સુધી ભારે ઉકળાટ બાદ (Rain in Kutch )વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શરૂઆતમાં ધીમી ધારે છાંટા બાદ જિલ્લામાં ઠેર ઠેર ધોધમાર વરસાદ (Moonsoon Gujarat 2022)વરસ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ વિસ્તારના વિવિધ તાલુકાઓમાં વરસાદ પડતા (Meteorological Department Forecast )ભારે બફારા વચ્ચે ગરમીમાં રાહત મળી હતી.

વરસાદ

આ પણ વાંચોઃવરસાદના મારે લાખોના માલ પર પાણી ફરી વળ્યું, જામજોધપુર યાર્ડમાં વ્હેતી મગફળીના દ્રશ્યો

કચ્છમાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ -હવામાન વિભાગની આગાહી(Meteorological Department Forecast)અનુસાર કચ્છ જિલ્લામા બે દિવસ વરસાદ પડશે તે મુજબ ગઈ કાલે વાગડ પંથકમાંથી મેધરાજાએ કચ્છ જિલ્લામાં( Moonsoon 2022)પધરામણી કરી હતી. ગઈ કાલે ખડીર અને વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં મેધરાજા ઝાપટા રુપે વરસ્યા હતા. આજે બપોરે તાલુકાના સુવઈ અને આસપાસના વિસ્તારમાં અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વરસાદ થતાં અબાલ વૃધ્ધ સૌ કોઈમાં હરખની હેલી જોવા મળી હતી.

ભારે ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી -બપોર સુધી ગરમીના ભારે પ્રકોપ વચ્ચે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદનું આગમન થતાં કચ્છીઓમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. પૂર્વ કચ્છમાં સામખિયાળી, અધોઇ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભુજ, ખાવડા, પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદ હતો ઉપરાંત નખત્રાણાના કોટડા (જ)માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નખત્રાણાના કોટડા જદોડરમાં એક કલાકમાં એકથી દોઢ ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે નદી-નાળા વહી નીકળ્યા હતા અને કોટડા-બીટા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા ઉપરાંત વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી.

આ પણ વાંચોઃMonsoon 2022: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

વરસાદ માલધારીઓ માટે એક અમૂલ્ય અવસર સમાન -ભુજ તાલુકા બન્નીના હોડકો તેમજ આજુ બાજુના પંથકમાં બપોરે 2 વાગ્યા બાદ ગાજ વીજ સાથે અંદાજીત 3 ઇંચ જેટલો વરસાદ પડતા હોડકો પંથકમાં માલધારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. તેમજ વરસાદની શરૂઆતના જેઠ માસમાં સમય સર વરસાદ પડતા માલધારીઓમાં એક સારા વર્ષની આશા જાગી હતી. બન્ની હવે સોળે કડાએ ખીલી ઉઠશે જે માલધારીઓ માટે એક અમૂલ્ય અવસર સમાન હશે.

ખેતરોમાં વાવણીલાયક વરસાદ થશે તેવી ખેડૂતોને આશા -વરસાદના વાતાવરણ વચ્ચે જગતનો તાત હવે મેધરાજાની પધરામણી થઈ છે એટલે એક આશા વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં ખેતરોમાં વાવણીલાયક વરસાદ થશે એટલે વાવેતર કરવા લાગી જશે આજે પડેલા વરસાદથી સુવઈના માર્ગો ધોવાઈ ચોખ્ખા ચણક જોવા મળતા હતા.

Last Updated :Jun 13, 2022, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details