ગુજરાત

gujarat

લખપતના લક્કી નાળા પાસેથી BSFએ ચરસના બિનવારસી પેકેટ કર્યાં જપ્ત

By

Published : Jul 29, 2022, 5:38 PM IST

Updated : Jul 29, 2022, 7:25 PM IST

કચ્છના લખપતના દરિયાઈ સીમા નજીકના લક્કી નાળા પાસેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. ભુજ BSFના જવાનોની ટીમને પેટ્રોલિંગ દરમિયાન લખપતના દરિયાઈ સીમા (Bhuj BSF seizes Charas )નજીક ચરસના પેકેટ આવતા જપ્ત કરવામાં આવ્યા છે.

લખપતના લક્કી નાળા પાસેથી BSFએ ચરસના બિનવારસી પેકેટ કર્યાં ઝપ્ત
લખપતના લક્કી નાળા પાસેથી BSFએ ચરસના બિનવારસી પેકેટ કર્યાં ઝપ્ત

કચ્છ:સરહદી જિલ્લામાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ (seized charas packets )બન્યા છે. કચ્છનાં દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો (Charas was found from Lakki Nala )યથાવત રહ્યો છે. આજે ભુજ BSFના જવાનોની (Bhuj BSF seizes Charas)ટીમને પેટ્રોલિંગ દરમિયાન લખપતના દરિયાઈ સીમા નજીકના લક્કી નાળા પાસેથી ચરસના 10 પેકેટ મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃCharas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ

ચરસના પેકેટ મળી આવ્યા -દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે. આજે કચ્છના લખપતના કોટેશ્વર દરિયાઈ વિસ્તારના લક્કી નાળા પાસેથી BSFના જવાનોને પેટ્રોલિંગ કરતા સમયે બિનવારસુ હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યા છે.

આ પણ વાંચોઃCharas seized from Banaskantha: અમીરગઢ બોર્ડર પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 14 કિલો ચરસ ઝડપાયું

એજન્સીઓએ 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા -ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. સંભવત આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા લઈ જવામાં આવે છે, તે ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.

Last Updated :Jul 29, 2022, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details