ગુજરાત

gujarat

જાસૂસીની આશંકા:15 વર્ષનો પાકિસ્તાની કિશોર ભુલમાં કચ્છ પહોંચ્યો કે પાકનું કાવતરૂ ?

By

Published : Aug 11, 2021, 12:27 PM IST

કચ્છની સરહદે પિલર 1099 પર ફેન્સિંગ પાર કરતો પાકિસ્તાનનો 15 વર્ષીય અલીશેર બીએસએફના હાથે પકડાયો હતો.બોર્ડર સિક્યોરીટી ફોર્સે આ કિશોરની પ્રાથમિક પૂછતાછ કરી ખાવડા પોલીસ સ્ટેશનને સુપ્રત કરી દીધો હતો અને ત્યારબાદ ખાવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા કિશોરને જેઆઈસી મોકલવામાં આવ્યો હતો.

kutch
જાસૂસીની આશંકા:15 વર્ષનો પાકિસ્તાની કિશોર ભુલમાં કચ્છ પહોંચ્યો કે પાકનું કાવતરૂ ?

  • પાકિસ્તાની 15 વર્ષીય કિશોર વધારે પૂછપરછમાં એક જ રટણ
  • પાકિસ્તાનની ભારતની સરહદે જાસૂસીની આશંકા
  • સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની


કચ્છ: સુરક્ષા એજન્સીઓ દ્વારા કિશોરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં આ કિશોર ઘરથી બધા ભાગી ગયા હોઇ પોતે પણ ભાગ્યો હોવાનું જ વારંવાર જણાવી રહ્યો છે તથા તપાસમાં વધુ માહિતી હજી સુધી મળી નથી. પાકિસ્તાની કિશોર પાકિસ્તાનના અંદરના વિસ્તારમાં ના ભાગ્યો અને આ કચ્છમાં આવી પહોંચ્યો. પાકિસ્તાનના રેન્જર્સના કેમ્પો અને તેમની પેટ્રોલિંગ કરતી એજન્સીઓની નજર ચૂકવીને કચ્છના પિલર 1099 સુધી પહોંચી આવ્યો, પણ પાક રેન્જર્સોની નજરમાં આ કિશોર ન ઝડપાયો કે કોઇને ખબર પણ ન પડી, એ સૌથી મોટો પ્રશ્ન છે.

પાકિસ્તાની સેના પર સવાલ

પાકિસ્તાનની એજન્સીઓ આમ તો ભારતની સરહદ પર ચાંપતી નજર રાખતી હોય છે તથા પાકિસ્તાનના સૈનિકો સતત બોર્ડર પર ફરતા હોય છે તો આવામાં આ કિશોરનું ભારતની બોર્ડરમાં આવવું તથા કચ્છના સરહદી વિસ્તારમાં પહોંચી આવું અનેક સવાલો ઉભા કરે છે તથા ભારતની જાસૂસી માટે પાકિસ્તાન આવી હરકતો કરી રહ્યું હોવાની સંભાવના પણ વર્તાઈ રહી છે.

આ પણ વાંચો: તેલંગણામાં ભાજપના નેતાને કાર સાથે જીવતો સળગાવ્યો

જાસૂસીની આશંકા

આ ઉપરાંત સુત્રોમાં એવી ચર્ચા પણ થઈ રહી છે કે પાકિસ્તાનની એજન્સીઓ જાણે છે કે કિશોર હોતા ભારતમાં વધુ સજા નહીં થાય તથા 18 વર્ષના નાની ઉંમરના સગીરને ભારતમાં વધુ સજા કરાતી નથી જે વાત પાકિસ્તાની એજન્સીઓ જાણે છે. આ તમામ બાબતે ભારતીય એજન્સીઓએ વધારે તપાસ હાથ ધરી છે.

ચરસનો જથ્થો મળી આવ્યો હતો

થોડા દિવસો અગાઉ ક્ચ્છના અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી ભારતીય એજન્સીને પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યો હતો.આ ઉપરાંત આ દિરયાઈ પટ્ટીના વિસ્તારમાંથી અનેકવાર ચરસનો જથ્થો પણ મળી આવતા હોય છે.

આ પણ વાંચો: આજે સતત 25મા દિવસે Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નહીં, કાચા તેલમાં ફરી ઉછાળો

સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની

પાકિસ્તાન સરહદે આવેલા કચ્છમાં અનેક વખત પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરીને દેશમાં ગેરકાયદે પ્રવેશ કરતા ઘુસણખોર ઝડપાઇ ચૂક્યા છે, આજે વધુ એક કિશોર કચ્છ જિલ્લાની સરહદથી પ્રવેશ કરતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

કિશોરનું એક જ રટણ

આ બાબતે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આ કિશોરને જ્યારે પકડવામાં આવ્યો હતો ત્યારે પ્રાથમિક તપાસમાં તેને જે જણાવ્યું હતું તે મુજબ ઘરેથી ભાગી ગયો હોવાનું જણાવી રહ્યો છે અને એ ને એજ માહિતીનું રટણ કરી રહ્યો છે અને હાલ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details