ગુજરાત

gujarat

વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ શિકાગો દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલને ઓક્સિજન કોન્સન્ટ્રેટર જનરેટર અર્પણ

By

Published : May 3, 2021, 8:24 PM IST

ખેડા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ ઓક્સિજનની અછત ઉભી થાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જિલ્લામાં દરરોજ ક્યાંકને ક્યાંક ઓક્સિજનની અછત ઉભી થતી હતી, પરંતુ તંત્ર જેમતેમ કરી સ્થિતિ સંભાળી રહ્યું હતું. આ સ્થિતિમાં વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ અમેરિકા,શિકાગો દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલને ઓક્સિજન ઉત્પન્ન કરતું મશીન અર્પણ કરાયું છે. જેનાથી 20 દર્દીઓને અવિરત ઓક્સિજન મળી શકશે.

વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ શિકાગો દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલને ઓક્સિજન કોન્સન્ટ્રેટર જનરેટર અર્પણ
વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ શિકાગો દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલને ઓક્સિજન કોન્સન્ટ્રેટર જનરેટર અર્પણ

  • વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ અમેરિકા,શિકાગો દર્દીઓની વ્હારે
  • જિલ્લામાં સતત વધી રહેલા દર્દીઓને લઈ ઓક્સિજનની માગમાં વધારો
  • 20 દર્દીઓને 24 કલાક ઓક્સિજન મળી શકશે
    વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ શિકાગો દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલને ઓક્સિજન કોન્સન્ટ્રેટર જનરેટર અર્પણ

ખેડાઃ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના દર્દીઓને લઈ ઓક્સિજનની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ કોઈને કોઈ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતી હોય છે. જેને લઈ માંડ માંડ વ્યવસ્થા કરી શકાય છે.

આ પણ વાંચોઃહવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન

વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ અમેરિકા,શિકાગો દર્દીઓની વ્હારે

ખેડા જિલ્લામાં ઈમરજન્સીના સમયમાં વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ અમેરિકા,શિકાગો દર્દીઓની વ્હારે આવ્યું છે. જેના દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલને ઓક્સિજન ઉત્પન્ન કરતું મશીન અર્પણ કરવામાં આવ્યું છે. જેને આજે સોમવારે વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ સંતરામ મંદિરના સંતની ઉપસ્થિતિમાં હોસ્પિટલને અર્પણ કરાયું છે.

નડિયાદ સહિત ગુજરાતમાં 3 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરાયા

કોરોનાની આફત વચ્ચે દુનિયાના દેશો ભારતની મદદે આવી રહ્યા છે, ત્યારે વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકા, શિકાગો ચેપ્ટર દ્વારા આપાત સ્થિતિમાં એર ઓક્સિજન બનાવતું મશીન આપવામાં આવ્યું છે. નડિયાદ સહિત ગુજરાત રાજ્ય માટે 3 મશીન આપવામાં આવ્યા છે. આ મશીન એક મિનિટમાં 120 લિટર એર ઓક્સિજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. જો આ મશીનને સતત ચાલુ રાખવામાં આવે તો આટલો ઓક્સિજન 20 વ્યક્તિઓ માટે 24 કલાક ઓક્સિજનની ખપત પુરી પાડે છે.

સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ઇન્સ્ટોલેશન કરાયું

મશીનને આજે સોમવારે જ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્ટોલેસન કરવામાં આવ્યું છે. જેને યુદ્ધના ધોરણે શરૂ કરી ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details