ગુજરાત

gujarat

ખેડાના ડાકોર બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો હોબાળો

By

Published : Mar 10, 2021, 4:28 PM IST

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામના ગ્રામજનો દ્વારા બસ સુવિધા શરૂ કરવાની માગ સાથે ડાકોર બસ સ્ટેશનમાં ધરણા યોજવામાં આવ્યા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં બસ સુવિધા શરૂ ન કરતા વિદ્યાર્થીઓ સહિત સરપંચ અને ગામના આગેવાનો દ્વારા ડાકોર બસ સ્ટેશનમાં ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું.

Dakor bus station
Dakor bus station

  • કલેક્ટરના હુકમ છતાં બસ શરૂ કરાઈ નથી
  • વિદ્યાર્થીઓ પગપાળા શાળાએ જવા મજબૂર
  • ઝડપથી બસ શરૂ કરવા પ્રયત્ન કરીશું : ઈન્ચાર્જ ડેપો મેનેજર

ખેડા: જિલ્લાના ભદ્રાસા સરપંચ, તાલુકા પંચાયત સભ્ય અને અન્ય આગેવાનો સહિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા ડાકોર બસ સ્ટેશનમાં ડેપો મેનેજરની ઓફિસ બહાર હલ્લાબોલ કરી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલનકારીઓ દ્વારા ડેપો મેનેજરને તાત્કાલિક ધોરણે રૂટ શરૂ કરવા માટે માગણી કરવામાં આવી હતી.

ઝડપથી બસ શરૂ કરવા પ્રયત્ન કરીશું : ઈન્ચાર્જ ડેપો મેનેજર

વારંવાર રજૂઆત કરવા છતા એસટી તંત્ર દ્વારા બસ શરૂ કરવામાં આવી નથી

ભદ્રાસા સરપંચ દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેને લઈને જાન્યુઆરી મહિનામાં કલેક્ટર દ્વારા ભદ્રાસા રૂટની બસ તાત્કાલિક ધોરણે શરૂ કરવા ડાકોર બસ ડેપો મેનેજરને હુકમ કર્યો હતો. પરંતુ તેમ છતાં એસટી તંત્ર દ્વારા બસ શરૂ કરવામાં આવી નથી.

ખેડાના ડાકોર બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો હોબાળો

વિદ્યાર્થીઓને સ્કૂલ જવા ભારે મુસીબતનો સામનો કરવો પડે છે

હાલ સ્કૂલ- કોલેજો નિયમિત શરૂ થઈ ગઈ હોઈ ભદ્રાસા ગામના વિદ્યાર્થીઓને સ્કૂલ જવા ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. ભદ્રાસાથી સાત કિલોમીટર દૂર આવેલી નેશ ગામની શાળામાં જવા માટે વિદ્યાર્થીઓને પગપાળા જવું પડે છે. બીજી તરફ ડાકોર આવતા કે ઉમરેઠ ભણતા વિદ્યાર્થીઓની તો હાલત જ કફોડી બની ગઈ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને બસ સિવાયના અન્ય રીતે કે પગપાળા શાળામાં જવા માટે મજબુર થવું પડે છે.

વિદ્યાર્થીઓ પગપાળા શાળાએ જવા મજબૂર

ડાકોર બસ સ્ટેન્ડમાં 30 ડ્રાઇવર અને 30 કંડક્ટરની અછત

આ અંગે ડેપો મેનેજરને પૂછતા ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, હાલ હું ઇન્ચાર્જ મેનેજર તરીકે છું માટે હું કોઈ એવો હુકમ ન કરી શકુ પણ મારાથી બનતા તમામ પ્રયત્નોથી હું આ રૂટ જલ્દીથી જલ્દી શરૂ થાય તે માટે પ્રયત્ન કરીશ. હાલ ડાકોર બસ સ્ટેન્ડમાં 30 ડ્રાઇવર અને 30 કંડક્ટરની અછત હોઈ ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.

કલેક્ટરના હુકમ છતાં બસ શરૂ કરાઈ નથી

આ પણ વાંચો :રાજકોટના નવા બનેલા બસ સ્ટેન્ડ ઉપર પીકઅપ-ડ્રોપ સ્ટેન્ડની વ્યવસ્થાની માગ

ABOUT THE AUTHOR

...view details