ગુજરાત

gujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિર તથા ગુરૂકુળો દ્વારા CM રાહત ફંડમાં રૂપિયા 2.02 કરોડની સહાય

By

Published : Mar 30, 2020, 11:21 PM IST

શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપેલા "સર્વજીવ હિતાવહ" ના સંદેશ અનુસાર શ્રી સ્વામિનારાયણ મુળ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબાના મંદિરો તથા ગુરૂકુળો દ્વારા કોરોના વાઈરસની મહામારીના સંકટ સમયે CM રાહતફંડમાં રૂ. 2.02 કરોડની સહાય કરાઈ હોવાનું વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમ પ્રકાશદાસજીએ જણાવ્યું હતું.

a
વડતાલ સ્વામિનારાયણ મંદિર તથા ગુરૂકુળો દ્વારા મુખ્યમંત્રી રાહત નીધીમાં 2.02 કરોડની સહાય

ખેડાઃ કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા લોકડાઉન કરવામાં આવ્યું છે. આ મહામારીને જડમૂળથી નિર્મૂળ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે અગમચેતીના પગલા લેવાઇ રહ્યા છે તે સરાહનીય છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર દેશમાં જ્યારે જ્યારે કોઇ કુદરતી આપત્તિ આવી પડે ત્યારે સરકારની સાથે ખભેખભો મીલાવી સેવા કરી રહ્યું છે. દેશમાં પુર, ધરતીકંપ કે રોગચાળાની આપત્તિ હોય ત્યારે જરૂરિયાત મંદોને દવા, જમવાનું તથા કપડાની સેવા પુરી પાડે છે. હાલમાં વિશ્વ જ્યારે કોરોના વાઈરસની મહામારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે ‘શ્રી હરિના’ સર્વજીવ હિતાવહના સંદેશ અનુસાર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન હર હંમેશની જેમ દેશની સેવા માટે કટીબધ્ધ છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર તથા ગુરૂકુળો દ્વારા મુખ્યમંત્રી રાહત નીધીમાં 2.02 કરોડની સહાય

વડતાલ દેશના પ.પુ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ આર્શીવાદ સાથે આ ‘‘કોરોના મહામારી’’ ને નાથવા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના રાહત ફંડમાં વડતાલ મંદિર દ્વારા રૂ 50 લાખનો ચેક સંસ્થાના ચેરમેન દેવપ્રકાશસ્વામીએ મુખ્ય પ્રધાનને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે મંદિરના કોઠારી ડૉ. સંતસ્વામી, શ્યામવલ્લભસ્વામી, અગ્રણી હરિભક્ત ચેતનભાઇ રામામી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુરધામ દ્વારા રૂ. 51 લાખ, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા 25 લાખ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કણભા દ્વારા રૂ. 25 લાખ, શ્રી સ્વામિનારાયણ મંદિર સરધાર દ્વારા રૂ.21 લાખ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન દ્વારા રૂ.27 લાખ, શ્રી ધર્મજીવનદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા રૂ.11 લાખ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવ વાપી દ્વારા રૂ. 2 લાખ, સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા રૂા.11 લાખ મળી કુલ રૂા.2.02 કરોડ આ કોરોના વાઈરસની મહામારીના સંકટ સમયે આર્થિક સેવા કરવામાં આવી છે.

આ ઉપરાંત વડતાલ તેમજ અમદાવાદ તાબાના મંદિરો દ્વારા જરૂરીયાત મંદ લોકોને તેમજ પોલીસ કર્મીઓને જમવાની – ચા નાસ્તાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. હરિયાળા ગુરૂકુળ દ્વારા નાસ્તાની તેમજ ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે. વડતાલ મંદિર દ્વારા જરૂરીયાત મંદ વ્યક્તિઓને જમવાની વ્યવસ્થા સાથે સાથે મુંગા અબોલ પશુઓ ગાયોને દરરોજ ઘાસચારો તેમજ કુતરાઓ માટે દુધ-ભાતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details