ગુજરાત

gujarat

ખેડામાં મેઘો મુશળધાર, વરસાદને પગલે ગામો થયા લોકડાઉન

By

Published : Aug 14, 2020, 3:03 PM IST

ખેડા જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક મુશળધાર વરસાદ થયો હતો. જિલ્લામાં સૌથી વધુ નડિયાદમાં 8 ઈંચ, મહુધામાં 5 ઇંચ વરસાદ ખાબકતા નદી-નાળા છલકાઈ ગયા હતા. નિચાણવાળા વિસ્તારો સહિત ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ જનજીવન પ્રભાવિત થયું છે.

ખેડામાં મેઘો મુશળધાર
ખેડામાં મેઘો મુશળધાર

ખેડાઃ જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુરૂવારે રાત્રે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો. જેને પગલે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નડિયાદ શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત મહુધા શહેર તેમજ તાલુકાના ગામોમાં વરસાદી પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

વરસાદને પગલે ગામો થયા લોકડાઉન

મહુધાના મહિસા, હેરંજ, ચુણેલ, ખલાડી તેમજ બલાડી સહિતના વિવિધ ગામોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેને લીધે ગામોમાં લોકડાઉન જેવી સ્થિતિનું સર્જન થયું છે. જિલ્લામાં ધમાકેદાર મેઘમહેર થઇ હતી. જેમાં નડિયાદમાં 8 ઇંચ, મહુધામાં 5 ઇંચ, વસોમાં 3.5 ઇંચ અને માતરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદને પગલે ગામો થયા લોકડાઉન

ખેડા જિલ્લાના તાલુકાની વાત કરવામાં આવે તો 10 તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં કઠલાલ -39 mm, કપડવંજ 49 mm, ખેડા 46 mm, ઠાસરા -70, નડિયાદ-200 mm, મહુધા-130 mm, મહેમદાવાદ 66 mm, માતર-63 mm, વસો-49 MM અને ગળતેશ્વરમાં 10 mm મળી જિલ્લામાં કુલ 732 mm વરસાદ નોંધાયો છે.

ખેડામાં મેઘો મુશળધાર, વરસાદને પગલે ગામો થયા લોકડાઉન

ABOUT THE AUTHOR

...view details