ગુજરાત

gujarat

દિવાળી પર્વને લઈને નડિયાદમાં પોલિસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

By

Published : Nov 12, 2020, 1:21 AM IST

નડિયાદ શહેર પોલીસ દ્વારા દિવાળી પર્વને લઇને શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવા સહિતની સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં કોવિડ-19ના નિયમોના પાલનની ચકાસણી પણ કરવામાં આવી હતી.

દિવાળી પર્વને લઈને નડિયાદમાં પોલિસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું
દિવાળી પર્વને લઈને નડિયાદમાં પોલિસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

  • દિવાળી પર્વને લઈ શહેર તેમજ જિલ્લામાં લોકોની ચહલપહલ વધી
  • પોલિસ દ્વારા વધારવામાં આવી સતર્કતા
  • શહેરમાં અનિચ્છનિય બનાવ ન બને તેમજ કોવિડ-19ના નિયમોનું પાલન થાય તે માટે ફૂટ પેટ્રોલિંગ
  • નડિયાદમાં પોલિસ દ્વારા બજારોમાં ફૂટ પેટ્રોલિંગ
    દિવાળી પર્વને લઈને નડિયાદમાં પોલિસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

ખેડાઃ દિવાળી પર્વના વિવિધ તહેવારો હવે શરૂ થઈ ગયા છે. જેને લઇને નડિયાદ શહેરના બજારો સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ વધી રહી છે. જેને અનુલક્ષીને નડિયાદ શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ-19ના નિયમોનું પાલન થાય તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના અમદાવાદી બજાર, ભાવસારવાડ, ડુમરાલ બજાર અને સંતરામ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ભીડભાડને લઈ ચોરી તેમજ હાથફેરો કરવાના પણ બનતા હોય છે બનાવો

ઉલ્લેખનીય છે કે, શહેર સહિત જિલ્લામાં હાલ દિવાળી પર્વને લઇને મોટી સંખ્યામાં લોકો બજારમાં ઉમટી રહ્યા છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. આ સાથે જ ભીડભાડને લઈ ચોરી અને હાથફેરો કરવાના પણ બનાવ બનતા હોય છે. જેને લઇ પોલીસ દ્વારા સક્રિયતા દાખવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details