ગુજરાત

gujarat

સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી દેવપક્ષમાં જોડાશે

By

Published : Jan 8, 2020, 1:35 PM IST

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલની એપ્રિલ માસમાં યોજાનારી ટેમ્પલ કમિટીની ચૂંટણીને લઈને અત્યારથી જ ચૂંટણીલક્ષી માહોલ સર્જાયો છે. જેમાં આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી દેવપક્ષમાં જોડાશે. જેને પગલે દેવપક્ષમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

ખેડાઃ
ખેડાઃ

સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્યમથક વડતાલધામમાં આગામી એપ્રિલ માસમાં ટેમ્પલ કમિટીની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને દેવપક્ષ અને આચાર્ય પક્ષ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ કમિટીની ચૂંટણી પહેલા આચાર્ય પક્ષને આશ્ચર્ય થયું હતું. સરધાર રાજકોટના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી દેવપક્ષમાં જોડાતા દેવપક્ષમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી દેવપક્ષમાં જોડાશે

નિત્યસ્વરૂપ સ્વામી પ્રખર કથા વક્તા છે. જેઓ આવતીકાલે વહેલી સવારે 6 વાગ્યા બાદ 20થી વધુ સંતો સાથે દેવપક્ષમાં જોડાશે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સંતોને આવકારી દેવપક્ષમાં સ્વાગત કરશે. ચૂંટણી પહેલા થયેલી ફેરબદલથી વડતાલ સંપ્રદાયમાં હિલચાલ જોવા મળી હતી.

Intro:ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલની એપ્રિલ માસમાં યોજાનારી ટેમ્પલ કમિટીની ચૂંટણીને લઈને અત્યારથી જ ચૂંટણીલક્ષી માહોલ સર્જાવા પામ્યો છે.જેમાં આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી દેવપક્ષમાં જોડાશે.જેને પગલે દેવપક્ષમાં ખુશીનો માહોલ સર્જાયો છે.Body:સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આગામી એપ્રિલ માસમાં ટેમ્પલ કમિટીની ચૂંટણી યોજાવાની છે.જેને લઈને દેવપક્ષ અને આચાર્ય પક્ષ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.જેમાં વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ કમિટીની ચૂંટણી પહેલા આચાર્ય પક્ષને ઝટકો લાગવા પામ્યો છે.સરધાર રાજકોટના આચાર્ય પક્ષના નિત્ય સ્વરૂપ સ્વામી દેવપક્ષમાં જોડાતા દેવપક્ષમાં ખુશીનો માહોલ સર્જાયો છે.નિત્યસ્વરૂપ સ્વામી પ્રખર કથા વક્તા છે.જેઓ
આવતીકાલે વહેલી સવારે 6 વાગ્યા બાદ 20 થી વધુ સંતો સાથે દેવપક્ષમાં જોડાશે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ
સંતોને આવકારી દેવપક્ષમાં સ્વાગત કરશે.ચૂંટણી પહેલા થયેલ ફેરબદલથી વડતાલ સંપ્રદાયના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.Conclusion:

ABOUT THE AUTHOR

...view details